(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

પાયાના સવાલો જવાબ આપતા વીડિયો

આખો અંક વંચાઈ ગયો? તમે ભલે એમ માનતા હો, પણ હજી તો ઘણું બધું વધુ જાણવાનું બાકી છે! અંકનાં બધાં પાનાં રિવાઇન્ડ કરો. લગભગ દરેક પાને નીચે  એક સવાલ વાંચવા મળશે. કોપી-પેસ્ટ કેમ કરાય? બ્લોગ કેવી રીતે બનાવાય? મજબૂત પાસવર્ડ કેવી રીતે સેટ કરાય? વગેરે વગેરે. તમે કમ્પ્યુટર અને ઇન્ટરનેટનો નવો નવો પરિચય કેળવ્યો હોય તો આવા ઘણા સવાલો તમારા મનમાં રમતા હશે.

સવાલ એ થાય કે પૂછવું કોને? આ બાબતમાં શાળાના વિદ્યાર્થી હોય કે વડીલો હોય, સૌની સ્થિતિ લગભગ સરખી હોય છે, કેમ કે જે આ બધું સમજાવી શકે તેમ હોય, તેમી પાસે સમજાવવાનો સમય હોતો નથી!

ગૂગલના એન્જિનીયર્સના માતા-પિતા પણ આ બધું જાણવા માગે છે, પણ એન્જિીયર દીકરા-દીકરી પાસે પૂરતો સમય નથી એટલે જ, કેટલાક ગૂગલ એન્જિનીયર્સે એકઠા થઈને, પોતાના ફ્રી ટાઇમનો ઉપયોગ કરીને એક સરસ વેબસાઇટ બનાવી ટીચપેરેન્ટ્સટેક.ઓર્ગ (www.teachparentstech.org). સાઇટનો કન્સેપ્ટ સરસ છે અને બીજી રેગ્યુલર સાઇટ કરતાં બિલકુલ અલગ છે. અહીં તો દીકરો કે દીકરી પોતાના પપ્પા કે મમ્મીને ઇમેઇલ મારફત કમ્પ્યુટર અને ઇન્ટરનેટની પાયાની વાતો શીખવી શકે એવી સગવડ છે. સાઇટ અમેરિકન લોકોએ બનાવેલી છે એટલે ત્યાંના રિવાજ પ્રમાણે અલગ અલગ રહેતાં પાત્રો માટે આ સગવડ વિચારાઈ છે. આપણે ભારતમાં, સૌ એક ઘરમાં રહેતાં હોઈએ તો ફક્ત થોડો સમય કાઢી માતાપિતાને આ સાઇટનો પરિચય કરાવી દઈએ તો એમનું કામ ઘણું સહેલું થઈ જાય તેવું છે.

ગૂગલના આ બધા એન્જિનીયર્સે કમ્પ્યુટર અને ઇન્ટરનેટનાં સાવ પાયાનાં કેટલાંક પાસાંની બિલકુલ સરળ સમજ આપતા વીડિયોઝ બનાવ્યા છે. આમાંથી મોટા ભાગના સવાલોનો કાં તો તમે પોતે સામો કરતા હશો અથવા તમને પૂછવામાં આવતા હશે. બસ, તો હવે જવાબ મેળવવા સહેલા છે!

સાઇટ ઈંગ્લિશમાં છે અને ઉચ્ચારો પણ અમેરિકન છે, પણ વીડિયો એટલી સરસ રીતે બનાવાયા છે કે ભાષાનો કોઈ અંતરાય નડશે નહીં!

આ મૂળ સાઇટ પર જોઈતા વીડિયો સુધી પહોંચવું મુશ્કેલ લાગે તો ‘સાયબરસફર’ની વેબસાઇટ પર (સાયબરસફર યુઝફૂલ સર્વિસીઝ જનરેશન ગેપનો સરસ ઉપાય) કેટલાક વીડિયો જોઈ શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!