(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સર્ચ ક્ષેત્રે નવાં સમીકરણો

ઇન્ફર્મેશન ટેકનોલોજીમાં બહુ ઝડપથી નવાં નવાં વિસ્મય જગાવવાની ક્ષમતા છે.

આ ક્ષેત્રની બે દિગ્ગજ કંપની ગૂગલ એ ફેસબુક વચ્ચે અત્યારે ગ્રાફ સર્ચ વિક્સાવવાની હરીફાઈ શરુ થઈ છે. બંને વચ્ચેની સરખામણી બહુ રસપ્રદ છે. ગૂગલે આખા વેબજગતમાં શું શું છે તેની તલસ્પર્શી માહિતી છે એ ફેસબુક પાસે આ વેબજગતમાં લોકો શું શું કરે છે તેની માહિતી છે.

હવે આ બંને કંપની પોતે જે કંઈ જાણે છે એ બધી માહિતીને એકબીજા સાથે સાંકળીને, માહિતી અને હકીકતોનો વિરાટ ગ્રાફ તૈયાર કરી રહી છે. આ બધું આપણને કેટલું ઉપયોગી થશે કે આપણા માટે કેટલું જોખમી પૂરવાર થશે તેનો બધો આધાર આપણે કેટલાક સજાગ રહીની ઇન્ટરેટનો ઉપયોગ કરીએ છીએ, તેના પર છે. આ અંકમાં આ વિશે થોડી વિગતવાર વાત કરી છે.

આ વખતી કવરસ્ટોરી, જેને હવે વધુ ને વધુ લોકો ઉપયોગ કરી રહ્યા છે તે ગૂગલ ક્રોમ બ્રાઉઝરની ખૂબીઓ સમજાવે છે. વેબ બ્રાઉઝિંગનું પહેલું પગથિયું બ્રાઉઝર પર જ મંડાય છે એટલે તેની ખૂબી જેટલી સારી રીતે સમજી લઈએ એટલું આપણા જ લાભમાં છે.

વેબ બ્રાઉઝિંગ સાથે સંકળાયેલી બીજી મહત્ત્વી બાબત છે સાયબરસેફ્ટી. એન્ટિવાયરસ સોફ્ટવેરનું મહત્ત્વ આપણે સૌ સમજીએ છીએ, પણ તેની પસંદગી કરવાની વાત આવે છે તે ત્યારે ઘણી બધી ગૂંચવણો સામે આવે છે. હવે તમે સૌ જેનાથી સારી રીતે પરિચિત છો એ મિલાપ ઓઝાએ આ ગૂંચવણો ઉકેલવાની કોશિશ કરી છે.

પરંતુ આ બધું જ ત્યારે કામ લાગશે, જ્યારે આપ તેની અજમાયશ કરશો! આ મેગેઝિનમાં અપાતા લેખો, માહિતી, સૂચનો વગેરે આપને કેવું લાગે છે એ વિશે નિખાલસ અભિપ્રાય આપતા રહેશો તો ગમશે!

– હિમાંશુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!