(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફેસબુક ગ્રાફ સર્ચ : પ્રાઇવસીનો મુદ્દો મોટો

ફેસબુકે હમણાં લોન્ચ કરેલ ગ્રાફ સર્ચ સોશિયલ મીડિયો એક કદમ આગળ લઈ જાય તેમ છે, પણ સાથોસાથ તેના કારણે આપણી અંગત માહિતી વિશે મોટી ચિંતાઓ ઊભી થાય તેમ છે.

ફેસબુકની બાબતમાં લગભગ દરેક વખતે બને છે તેમ, હમણાં હમણાં લોન્ચ થયેલા તેના નવા સર્ચ એન્જિન ગ્રાફ સર્ચ બાબતે પણ મતમતાંર ને વિવાદ જાહેર થવા લાગ્યા છે. ધીમે ધીમે રોલ આઉટ થઈ રહેલ આ ગ્રાફ સર્ચ એન્જિન ગૂગલ સર્ચ કરતાં જુદું કઈ રીતે છે એ પહેલાં સમજી લઈએ.

ગૂગલ આખું વેબજગત સર્ચ કરે છે (ફેસબુક સહિતી ઘણી સોશિયલ સાઇટ સિવાય), જ્યારે ફેસબુક ગ્રાફ સર્ચની મદદથી ફેસબુકા યુઝર્સ તેમાં પોતાનાં સોશિયલ કનેકશન વિશે સર્ચ કરી શકે છે. આ નવા ટૂલથી, તમે તમારા રસની બાબતોમાં રસ ધરાવતા બીજા લોકોને શોધી શકો છો. જેમ કે તમે ‘માય ફ્રેન્ડ્સ’, ‘મ્યુઝિક માય ફ્રેન્ડ્સ લાઇક’, ‘ફોટોઝ ઓફ માય ફ્રેન્ડ્સ’ વગેરે સર્ચ કરી શકો છો.

તેમ, માત્ર મુંબઈમાં રહેતા મિત્રો કે રાજકોટમાં રહેતા મિત્રોના ફોટો વગેરે પણ તમે સર્ચ કરી શકો છો. સમયા સંદર્ભમાં, ૨૦૧૨ પહેલાંનાં કે પછીના તમારા કે મિત્રોના ફોટો સર્ચ કરવા હોય તો એ હવે શક્ય બનશે. દિલ્હીમાં રહેતા તમારા મિત્રોએ લાઈક કરેલી રેસ્ટોરાં જાણવી હોય તો હવે જાણી શકાશે.

આ બધી વિગતો સર્ચ રીઝલ્ટમાં બતાવવા માટે ફેસબુક આપણા અને અન્ય લોકોાં લોકેશન, લાઇક્ડ પેજીસ, અન્ય લાઇક્સ, પ્લેસીઝ, ફોટોઝ, એજ્યુકેશન, વર્ક, હોમટાઉન, ટાઇમલાઇન વગેરે બાબતોનો ઉપયોગ કરે છે. આ બધી બાબતો જુદા જુદા પ્રકારનાં પ્રાઇવસી સેટિંગ્સ અંદર હોય છે, એટલે સર્ચ કરાર દરેક વ્યક્તિને રીઝલ્ટ પણ જુદાં જુદાં મળશે.

ફેસબુક કહે છે તેમ, ગ્રાફ સર્ચથી હવે તમે નવા લોકોને પણ મળી શકો છો.

આ વાત અગત્યની છે. અત્યાર સુધી, મોટા ભાગે આપણે જેમને વાસ્તવિક જગતમાં ઓળખતા હોઈએ એમને ફેસબુકમાં ફ્રેન્ડ તરીકે એડ કરતા હતા. હવે તેનાથી ઊંધું થઈ શકશે. તમે વિવિધ રસ ધરાવતા લોકોે ફેસબુક પર શોધીને પછી તેમે મિત્ર બનાવી શકશો.

અલબત્ત, મોટા પ્રમાણમાં લોકોને લાગે છે કે આ મુદ્દો ચેતવા જેવો છે. કેમ?

કારણ એ છે કે ઘણા ખરા લોકો ફેસબુક પર પોતાની પ્રોફાઈલ એ સ્ટેટસમાં ‘આ બધું મિત્રો જ જોવાના છે’ એવા ખ્યાલથી પોતાની  જાહેર અને ખાનગી એવી કેટલીય વાતો લખી નાખે છે.

ફેસબુક પર પ્રાઇવસીી જોગવાઈઓ વારંવાર બદલાતી રહે છે એથી આ મુદ્દો વધુ ચિંતાજનક બે છે. જે બાબત અગાઉ બાય ડિફોલ્ટ પ્રાઇવેટ હોય તે હવે પ્રાઇવેટ રહી હોય એવું બની શકે છે. જો તમે તમારાં પ્રાઇવસી સેટિંગ્સ થોડા થોડા સમયે ચકાસતા રહો, તો તમે ઇચ્છતા હો એવી તમારી બાબતો લોકોને તેમા સર્ચ રીઝલ્ટમાં દેખાવા લાગે એવું બની શકે છે .


નિષ્ણાતો કહે છે કે ફેસબુકી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ઝીણી જરુરે વાંચશો તો સમજાશે કે આપણે ફેસબુક પર જે કંઈ અપલોડ કરીએ લગભગ તે બધું જ ફેસબુકની પ્રોપર્ટી બને છે. આપણે એકાઉન્ટ ડીલિટ કરીએ તો પણ ફોટોઝ અને અન્ય વિગતો ફેસબુક પાસે રહે છે. ફેસબુક આણા ફોટોગ્રાફ, આપણને જાણ કર્યા વિના કોઈ કંપનીને  જાહેરાતમાં વાપરવા માટે વેચી પણ શકે છે અને એ મુદ્દે પણ અવારનવાર ચર્ચા ઊઠે છે.

ફેસબુકની દલીલ એવી છે કે તમે જેટલી બાબતો પબ્લિક રાખો છો, એટલે કે બીજા લોકો જોઈ શકે એવી રાખો છો એટલી બાબતો જ ગ્રાફ સર્ચના રીઝલ્ટમાં જોવા મળે છે. મતલબ કે આ બાબતો ગ્રાફ સર્ચ વિના પણ, ભલે થોડી મુશ્કેલી પછી, ઘણા બધા લોકો જાણી જ શક્યા હોત.

પરંતુ મુદ્દો એટલો સાદો નથી હકીકત એ છે કે ફેસબુક પર આપણે આપણી પોતાની પ્રાઇવસીના સેટિંગ્સ નક્કી કરી શકીએ છીએ (એ પણ મોટા ભાગે કોઈ ધ્યાનથી તપાસતું નથી), પણ આપણે જેમને ફ્રેન્ડ્સ બનાવ્યા છે એમાં સેટિંગ્સ પર આપણો કોઈ અંકુશ નથી પરિણામે તમે તમારી લાઇક્સ કે તમારું ફ્રેન્ડ્સ રીલેશન્સ વગેરે પ્રાઇવેટ રાખ્યાં હોય, પણ તમારા ફ્રેન્ડ્સ લિસ્ટમાથી કોઈ વ્યક્તિએ પોતાનું લિસ્ટ પબ્લિક રાખ્યું હોય એ એ વ્યક્તિ ધારો કે કોઈ અયોગ્ય બાબતે લાઇક કરે, તો એનો છેડો તમારા સુધી પણ પહોંચી જાય!

એક મત અનુસાર, બીજાના અંગત જીવનમાં માથું મારનારા કે બીજાની જાતીય સતામણી કરવા ઇચ્છતા લોકો માટે ફેસબુક ગ્રાફ સર્ચ બહુ હાથવગું સાધન બની જશે.

ફરી એક વાર ગૂગલ સર્ચ એ ફેસબુકની સરખામણી કરી લઈએ. ગૂગલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ગૂગલ પ્લસ એ ફેસબુકમાં ઘણી સમાનતા છે, પણ ગૂગલા મુખ્ય સર્ચ એન્જિન એ ફેસબુક ગ્રાફ સર્ચમાં સૌથી મોટો તફાવત આ વાતનો છે – ગૂગલ આપણે જે જાણવા માગીએ છીએ તે જાણવામાં આપણને મદદરૂપ થાય છે. જ્યારે ફેસબુક આપણા માટે આટલું તો કરે જ છે, ઉપરાંત, આપણી પોતાની માહિતી બીજા લોકોને જણાવે છે! ગૂગલમાં પણ ગૂગલ પ્લસની કંઈક અંશે આ જ થઈ રહ્યુંં છે.

બધો આધાર, તમારા માટે પ્રાઇવસી કેટલી અગત્યની છે એ તમે તેાં સેટિંગ્સ કેટલાં સમજી કે વાપરી શકો છો તેના પર છે. તમે જો તમારી પ્રાઇવસીના મુદ્દે કોઈ બાંધછોડ કરવા માગતા હો તો ફેસબુકનું આ પેજ જોઈ લેશો : https://www.facebook.com/about/graphsearch/privacy

ફેસબુકનાં સેટિંગ્સ વિગતવાર સમજવાનો પ્રયાસ કરીશું આવતા અંકમાં.

લોકોને સૌથી વધુ ભરોસાપાત્ર લાગે છે ટેકનોલોજી ઇન્ડસ્ટ્રી

વિશ્વનો સૌથી ભરોસાપાત્ર ઉદ્યોગ કયો?

એડલમેન નામની વિશ્વની સૌથી મોટી પબ્લિક રીલેશન્સ કંપની, છેલ્લાં તેર વર્ષથી લોકોને વિશ્વ સ્તરની કઈ સંસ્થા, કયા ઉદ્યોગ અને કયા નેતાઓમાં સૌથી વધુ વિશ્વાસ છે તે જાણવા માટે દર વર્ષે એક વિશાળ સર્વેક્ષણ કરે છે. ૨૬ દેશોમાં કુલ ૩૧,૦૦૦ લોકોને આવરી લેતા આ સર્વેક્ષણમાં, છેલ્લાં સાત વર્ષથી ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રી લોકોના મતે સૌથી ભરોસાપાત્ર ઉદ્યોગ હોવાનું તારણ નીકળ્યું છે.

ગયા વર્ષે ૭૯ ટકા લોકોએ ટેક્નોલોજીને સૌથી વિશ્વસનીય ઇન્ડસ્ટ્રી ગણાવી હતી અને આ વર્ષે આ પ્રમાણ ઘટીને ૭૭ ટકા થયું છે. લોકોનો વિશ્વાસ ઘટવાનું કારણ શું? નિષ્ણાતો કહે છે કે ટેક્નોલોજી કંપનીઓ વધુ ને વધુ પ્રમાણમાં લોકોની માહિતી એકઠી કરી રહી છે, પણ આ માહિતી ચોરાવાનું પ્રમાણ પણ વધ્યું છે. જો ટેક કંપનીઓ લોકોની માહિતીની સલામતી સઘન બનાવી શકશે તો જ તેમની વિશ્વસનીયતા ટકી રહેશે.

આપણે ગૂગલ કે ફેસબુકના પગાર વગરના નોકરિયાત છીએ

આપણા દેશમાં સરકારને વારંવાર ફેસબુક, ગૂગલ, ટવીટર વગેેરે સાથે વાંકું પડે છે, પણ ફ્રાન્સની સરકારે આ કંપનીનોને બરાબરની સાણસામાં લેવાની તૈયારી કરી છે. ન્યૂ યોર્ક ટાઇમ્સમાં પ્રસિદ્ધ થયેલા એક અહેવાલ મુજબ, ફ્રાન્સની સરકાર ફેસબુક કે ગૂગલ જેવી ટેક્નોલોજી કંપનીઓ પાસેથી ડેટા કલેક્શન પર ‘ઇન્ટરનેટ ટેક્સ’ લેવાનું વિચારી રહી છે. આ કંપનીઓ યુઝર્સની પર્સનલ ઇન્ફર્મેશન એકઠી કરીને તેનો એડવટર્ઇિઝિંગ કે યુઝર-બેઝ્ડ કસ્ટમાઇઝેશન માટે ઉપયોગ કરે છે, તેની એક નાણાકીય કિંમત આંકવામાં આવશે અને તે મુજબ, ટેક કંપની જેટલો ટેડા એકઠો કરે તેના પર તેણે ટેક્સ ભરવો પડશે.

ઇન્ફર્મેશન ટેક્નોલોજીના નિષ્ણાતો માને છે કે ઇન્ટરનેટ આધારિત અર્થતંત્રના વિકાસનો બહુ મોટો આધાર યુઝરની પર્સનલ ઇન્ફર્મેશન પર છે. ટીવી, અખબાર વગેરે તેના જે તે વપરાશકારની માહિતી એકઠી કરીને ફક્ત એ વ્યક્તિને ઉપયોગી એવી માહિતી પીરસી શકતાં નથી, જ્યારે ઇન્ટરનેટ પર એવું શક્ય છે. આ કારણે ફ્રાન્સની સરકાર માને છે કે ગૂગલ કે ફેસબુકની સેવાનો ઉપયોગ કરતા લોકો ખરેખર તો કોઈ પગાર વિના આ કંપનીઓ માટે કામ કરે છે અને તેમને કમાણી કરવામાં મદદરૂપ થાય છે. એટલે આ કંપનીઓએ ટેક્સ ભરવો જોઈએ.

ઇન્ટરનેટ કંપનીઓ પર ટેક્સનો હથોડો ખરેખર ઝીંકાશે કે નહીં એ તો ખબર નથી, પણ એ જાણી લો કે ફ્રાન્સની સરકારમાં ડિજિટલ ઇકોનોમીનું એક અલાયદું મંત્રાલય છે!

છ વિદ્યાર્થી એક સાથે કામ કરી શકે એવું એક્ટિવટેબલ

સ્કૂલ્સના ક્લાસ‚મ સ્માર્ટ બનતા જાય છે અને હવે મલ્ટિમીડિયાની મદદથી વિદ્યાર્થીઓને ભણાવતાં સોફ્ટવેર શિક્ષકની મદદે આવી ગયાં છે એ તો આપણે સૌ જાણીએ છીએ. અમેરિકાના એડિસન, ન્યૂ જર્સીની એક સ્કૂલ આ બાબતમાં ખરેખર ઘણી આગળ વધી ગઈ છે.

અહીં એક સાથે છ વિદ્યાર્થીઓ ઇન્ટરનેટ સર્ફિંગ કરી શકે કે વિવિધ એપનો લાભ લઈ શકે એવું એક જાયન્ટ આઇપેડ જેવું સાધન ઉપયોગમાં લેવામાં આવે છે. પ્રોમેથીન નામની એક એજ્યુકેશન કંપનીએ માઇક્રોસોફ્ટની સરફેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એક્ટિવટેબલ નામનું આ ડિવાઇસ બનાવ્યું છે!

ભલે થોડાં વર્ષો પછી, પણ આવનારા ભવિષ્યમાં આપણી શાળાના વર્ગખંડોમાં કેવાં કેવાં સાધનો આવશે એની એક મજાની ઝલક જોવી હોય તો આ સાઇટ જુઓ : http://www.prometheanworld.com/en-us/education/products

તમારો પાસવર્ડ આટલો નબળો તો નથીને?

તમારા મતે, ગૂગલ કે ફેસબુક વગેરે કોઈ પણ સર્વિસ માટે તમે નક્કી કરેલા પાસવર્ડ કેટલાક સલામત છે? તમને પાક્કો વિશ્વાસ છે કે બીજી કોઈ વ્યક્તિ તમારા પાસવર્ડની કલ્પના કરી શકે નહીં?

તમે બરાબર માથું ખંજવાળીને પાસવર્ડ નક્કી કરતા હો તો સારી વાત છે, બાકી દુુનિયાના અનેક લોકો ખાસ કશું વિચાર્યા વિના પાસવર્ડ લખી નાખતા હોય છે. સ્માર્ટફોન માટે પ્રોડક્ટિવિટી એપ્લિકેશન્સ બનાવતી સ્પ્લેશડેટા નામની એક કંપની વર્ષોવર્ષ લોકો કેટલા નબળા પાસવર્ડ પસંદ કરે છે તેની એક યાદી બહાર પાડે છે. તમે પણ આ પાસવર્ડ્સ પર એક નજર કરી લો અને તમે આવો કોઈ પાસવર્ડ પસંદ કર્યો હોય તો તાત્કાલિક બદલી નાખો!

• password
• 123456
• 12345678
• abc123
• qwerty
• monkey
• 111111
• iloveyou
• 1234567
• sunshine
• master
• 123123
• welcome
• password1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!