ઇન્ટરનેટ પર દરરોજ કેટકેટલુંય બનતું રહે છે. ઇમેઇલ્સ, સોશિયલ સાઇટ્સ પર અપડેટ્સ, વીડિયો અને ફોટો અપલોડ, સ્માર્ટફોન પર ઇન્ટરનેટનો વપરાશ… આ બધી બાબત વાસ્તવમાં કેટલા મોટા પાયે બની રહી છે એ દર્શાવતા કેટલાક આંકડા
ઇન્ટરનેટ પર એક સાથે કેટકેટલું બને છે! અસંખ્ય લોકો એકબીજાને કે એકથી અનેકને ઈ-મેઇલ્સ મોકલે છે, જુદી જુદી અનેક સોશિયલ સાઇટ્સ પર અસંખ્ય લોકો સ્ટેટસ અપડેટ કરે છે, ફોટોગ્રાફ કે વીડિયો ઉમેરે છે, અનેક નવાં ડોમેઇન નેમ ઉમેરાતાં જાય છે, એક પછી એક નવાં નવાં બ્રાઉઝર આવતાં જાય છે, વધુ ને વધુ લોકો ઇન્ટરનેટ સાથે સંકળાયા જાય છે, મોબાઇલ સ્માર્ટફોનની મદદથી ઇન્ટરનેટની શક્તિ સૌ કોઈની મુઠ્ઠીમાં સમાવા લાગી છે…
આવી તેજ ગતિએ થતા ફેરફારોની નોંધ રાખવી બહુ મુશ્કેલ છે, પણ રોયલ પિંગડમ નામની સ્વીડનની એક કંપની (http://royal.pingdom.com) એ હમણાં, છેલ્લા એક વર્ષમાં ઇન્ટરનેટ પર શું શું બન્યું તેની આંકડાકીય માહિતી વિવિધ સ્રોતમાંથી એકત્ર કરીને પ્રસિદ્ધ કરી છે.
નોંધવા જેવી વાત એ છે કે કંપનીએ આપેલા દરેક આંકડા માટે તેણે કયા સ્રોતમાંથી આ માહિતી મેળવી છે તેની લિંક પણ આપી છે. તમે રોયલ પિંગડમની સાઇટ પર આ માહિતી તપાસશો ત્યારે એ દરેક સ્રોત સુધી પણ પહોંચી શકશો. અત્યારે આપણે આ આંકડાઓ પર એક ઊડતી નજર ફેરવી લઈએ.
પહેલી નજરે કોરીકટ આંકડાકીય માહિતી લાગશે, પણ બારીકાઈથી સમજશો તો એમાં ઇન્ટરનેટ સંબંધિત ચોક્ક્સ ટ્રેન્ડ્સ દેખાઈ આવશે.
ઈ-મેઇલ :
૨.૨ અબજ : આખી દુનિયામાં ઈ-મેઇલના વપરાશકારોની સંખ્યા
૧૪૪ અબજ : એક દિવસમાં મોકલાતા કુલ ઈ-મેઇલની સંખ્યા
૬૧ ટકા : ખાસ જરૂરી ન હોય તેવા ઈ-મેઇલ્સનું પ્રમાણ
૪૨.૫ કરોડ : જીમેઇલના એક્ટિવ યુઝર્સની સંખ્યા
૬૮.૮ ટકા : કુલ ઈ-મેઇલ્સમાં સ્પામનું પ્રમાણ
૫૦.૭૬ ટકા : તમામ સ્પામમાંથી ફામર્સ્યિુટિકલ્સ (દવાઓ)ને લગતા સ્પામનું પ્રમાણ, તમામ સ્પામમાં આ પ્રકારના સ્પામ સૌથી વધુ છે (તમારા મેઇલમાં સ્પામનું ફોલ્ડર તપાસશો તો આ વાત તરત સમજાશે)
૦.૨૨ ટકા : વિશ્ર્વના કુલ ઈ-મેઇલમાંથી ફિશિંગ માટે થતા મેઇલનું પ્રમાણ
વેબ પેજીસ, વેબસાઇટ, વેબ હોસ્ટિંગ વગેરે
૬૩.૪ કરોડ : વેબસાઇટ્સની સંખ્યા
૫.૧ કરોડ : એક વર્ષમાં ઉમેરાયેલી વેબસાઇટની સંખ્યા
૪૮ ટકા : ટોચના ૧૦૦ બ્લોગમાંથી વર્ડપ્રેસ પર ચાલતા બ્લોગનું પ્રમાણ
૭૫ ટકા : ટોચની ૧૦,૦૦૦ વેબસાઇટમાંથી ઓપન સોર્સ સોફ્ટવેર પર ચાલતી વેબસાઇટનું પ્રમાણ
૫.૯૪ કરોડ : આખી દુનિયામાં વર્ડપ્રેસની કુલ સાઇટની સંખ્યા
૩.૫ અબજ : વર્ડપ્રેસ પર ચાલતાં વેબપેજીના દરેક મહિનાના પેજવ્યૂની સંખ્યા
૩૫ ટકા : વર્ષ ૨૦૧૨માં દરેક સરેરાશ વેબપેજ પર આટલા પ્રમાણમાં નવી માહિતી મુકાઈ
ઇન્ટરનેટ યુઝર્સ
૨.૪ અબજ : વિશ્વભરમાં કુલ ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા
૧.૧ અબજ : એશિયામાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા
૫૧.૯ કરોડ : યુરોપમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા
૨૭.૪ કરોડ : ઉત્તર અમેરિકામાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા
૯ કરોડ : મધ્ય પૂર્વના દેશોમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા
૫૬.૫ કરોડ : ચીનમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા, બીજા કોઈ પણ દેશ કરતાં વધુ
૪૨.૧ ટકા : ચીનમાં ઇન્ટરનેટનો પ્રસાર
સોશિયલ મીડિયા :
૮૫,૯૬૨ : બ્રાઝિલમાં ફેસબુક પેજ પર એક મહિનામાં મૂકાતી પોસ્ટ્સની સંખ્યા (ફેસબુક પર બ્રાઝિલ વિશ્ર્વનો સૌથી સક્રિય દેશ છે, આવા ટોપ ૧૦ દેશોની યાદીમાં ભારતનું નામ નથી!)
૧ અબજ : ફેસબુકના મહિનાદીઠ સક્રિય યુઝર્સની સંખ્યા
૪૭ ટકા : ફેસબુકના યુઝર્સમાં મહિલાઓનું પ્રમાણ
૨.૭ અબજ : ફેસબુક પર દરરોજ લાઇક્સની સંખ્યા
૨૪.૩ ટકા : ટોચની ૧૦,૦૦૦ વેબસાઇટ્સમાં ફેસબુકનું ઇન્ટીગ્રેશન ધરાવતી વેબસાઇટની સંખ્યા
૨૦ કરોડ : ટવીટર પર મહિનાદીઠ સક્રિય યુઝર્સની સંખ્યા
સર્ચ :
૧૨૦૦ અબજ : ફક્ત ૨૦૧૨માં ગૂગલ પર સર્ચની સંખ્યા
૬૭ ટકા : યુએસના સર્ચ માર્કેટમાં ગૂગલનો હિસ્સો
મોબાઇલ :
૬.૭ અબજ : મોબાઇલના સબસ્ક્રિપ્શન્સની સંખ્યા
૫ અબજ : મોબાઇલ ફોનના યુઝર્સની સંખ્યા
૫.૩ અબજ : મોબાઇલ હેન્ડસેટ્સની સંખ્યા
૧.૧ અબજ : આખી દુનિયામાં સ્માર્ટફોન સબસ્ક્રાઇબર્સની સંખ્યા
૧.૩ અબજ : ૨૦૧૨ના અંત સુધીમાં દુનિયામાં ઉપયોગમાં લેવાતા સ્માર્ટફોનની સંખ્યા
૪૬.૫ કરોડ : ૨૦૧૨માં વેચાયેલા એન્ડ્રોઇડ સ્માર્ટફોનની સંખ્યા, ૬૬ ટકાનો બજાર હિસ્સો
૩૧ ટકા : યુએસના ઇન્ટરનેટ યુઝર્સમાં ટેબલેટ કે ઇ-રીડરનો ઉપયોગ કરતા લોકોનું પ્રમાણ
૧૩ ટકા : વિશ્વના કુલ ઇન્ટરનેટ ટ્રાફિકમાં ઇન્ટરનેટનું પ્રમાણ
૫૯ ટકા : વિશ્વના કુલ મોબાઇલ ઇન્ટરનેટ ટ્રાફિકમાં વીડિયોનું પ્રમાણ
વીડિયો :
૧ અબજ : ગંગનમ સ્ટાઇલનો વીડિયો ૧ અબજ વ્યૂઝના આંકડે પહોંચનારો પહેલો ઓનલાઇન વીડિયો બન્યો, એ પણ ફક્ત પાંચ મહિનામાં.
૨.૭ અબજ : ૨૦૧૨ દરમિયાન ઓબામા કે રોમ્ની ટેગવાળા યુટ્યૂબના વીડિયોના વ્યૂની સંંખ્યા
૪ અબજ : યુટ્યૂબ પર દર મહિને જોવાતા વીડિયોની કલાકમાં સંખ્યા
ઇમેજીસ :
૩૦ કરોડ : ફેસબુક પર દર રોજ ઉમેરાતા નવા ફોટોગ્રાફની સંખ્યા
૫ અબજ : સપ્ટેમ્બર ૨૦૧૨માં શરૂઆતથી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ થયેલા ફોટોની સંખ્યા
૫૮ : ઇન્સ્ટાગ્રામ પર દર સેકંડે ઉમેરાતા ફોટોગ્રાફની સંખ્યા
(આ આંકડાઓની સંપૂર્ણ માહિતી તમને અહીંથી મળશે : http://royal.pingdom.com/2013/01/16/internet-2012-in-numbers/ આ સાઇટ પર તમે આ જ પ્રકારે ૨૦૦૮, ૨૦૦૯, ૨૦૧૦ અને ૨૦૧૧ વર્ષની માહિતી પણ મેળવી શકો છો.)

