(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

બ્રાઉઝરમાં સ્પીડ ડાયલની સગવડ

પીસી કે સ્માર્ટફોનમાં તમારા ફેવરિટ બ્રાઉઝરમાં તમે અમુક સાઇટ્સની અવારનવાર મુલાકાત લેતા હશો. લોકોની આ આદત ધ્યાનમાં રાખીને બ્રાઉઝર્સ આપણને સ્પીડ ડાયલની સગવડ આપે છે.

તમે જાણતા હશો તેમ ફોનની કોન્ટેક્ટસ એપમાં પણ સ્પીડ ડાયલની સગવડ હોય છે.

બ્રાઉઝરની સ્પીડ ડાયલ સગવડ પણ આવી જ છે. પીસી કે સ્માર્ટફોનમાં નવી ટેબ ઓપન કરતાં તેમાં આપણે જેનો સૌથી વધુ ઉપયોગ કરતા હોઈએ તેવી વેબસાઇટ્સના આઇકન જોવા મળે છે. ફાયરફોક્સમાં ઘણા સમયથી આવી સગવડ છે અને ગૂગલે ક્રોમના લેટેસ્ટ વર્ઝનમાં આ સગવડનો દેખાવ થોડો બદલ્યો છે.

પીસીમાં આપણે આ શોર્ટકટ્સને એડિટ કરી શકીએ છીએ એટલે કે તમે કોઈ ચોક્કસ વેબસાઇટનો શોર્ટકટ અહીં ઉમેરવા માગતા હો તો તે કરી શકો છો. ઉપરાંત બ્રાઉઝર પહેલેથી જે શોર્ટકટ બતાવતું હોય તેને એડિટ કરીને તેની જગ્યાએ નવી કોઈ વેબસાઇટનો શોર્ટકટ ઉમેરી શકો છો. સ્માર્ટફોનમાં ક્રોમ બ્રાઉઝરમાં નવી ટેબ પર સ્પીડ ડાયલમાંના શોર્ટકટ્સને બદલી શકાતા નથી ફક્ત દૂર કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!