(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફેસબુક મેસેન્જરમાં ઝડપથી સંખ્યાબંધ મેસેજ ડિલીટ કઈ રીતે કરી શકાય?

સવાલ મોકલનાર : દીપિકા જોશી, રાજકોટ

જેમ વોટ્સએપમાં સતત આવતા રહેતા મેસેજીસ (ટેક્સ્ટ, ઇમેજીસ, જિફ, વીડિયો વગેરે) આપણા ફોન પર ભાર વધારતા રહે છે અને તેની સાફસૂફી આપણા માટે એક મોટું કામ બની જાય છે, એ જ રીતે ફેસબુકની મેસેન્જર સર્વિસમાં પણ, જો તમે ખાસ્સા સક્રિય હો તો તેની સાફસૂફી મોટો બોજો બની શકે છે.

વોટ્સએપ અને ફેસબુક મેસેન્જરમાં ફેર એ છે કે મેસેન્જરમાં બધું જ ફેસબુકના સર્વરમાં સચવાયેલું રહે છે, પણ ખરેખર આ જ કારણે તેની સાફસૂફી જરૂરી બની જાય છે. મેસેન્જરમાં મેસેજ જેમ જૂના થતા જાય તેમ તેમ તે નવા મેસેજની નીચે દટાતા જાય છે, પરંતુ ક્યારેક તમે તમારા જૂના મેસેજીસ વાંચો તો, બદલાયેલા સમય અનુસાર તમે કદાચ એવું ઇચ્છો કે હવે એ કોઈ ન વાંચે તો સારું!

જોકે મેસેન્જરમાં આપણે મેસેજ ડિલીટ કરીએ એનાથી વાત પૂરી થતી નથી. આપણે કોઈ મેસેજ ડિલીટ કરીએ ત્યારે જેની સાથે આપણે મેસેજની આપલે થઈ હોય એ સામેની વ્યક્તિના એકાઉન્ટમાં તો એ મેસેજ ધરબાયેલો પડ્યો જ રહે છે. ઉપરાંત, ફેસબુકનાં સર્વર્સમાં પણ કંઈ કેટલીય જગ્યાએ તેના બેકઅપ હોઈ શકે છે. વોટ્સએપની જેમ મેસેન્જરના મેસેજીસ બાય ડિફોલ્ટ એન્ક્રિપ્ટેડ હોતા નથી એટલે એ, તમે ન ઇચ્છો એવી વ્યક્તિની નજરમાં આવી શકે છે.

એટલે પહેલાં તો કોઈ મેસેજ મેસેન્જરમાંથી દૂર કરવાનો તમારો હેતુ શો છે એ નક્કી કરવું જરૂરી છે. તમે કોઈ મેસેજ કોઈની નજરમાં ન આવે એવું ઇચ્છતા હો તો કમ સે કમ તમારા પક્ષેથી તેને ડિલીટ કરી દેવો સારો. જો ફક્ત મેસેન્જરનું ઇનબોક્સ ભરચક ન લાગે એટલો જ તમારો હેતુ હોય તો તમે મેસેજને આર્કાઇવ કરી શકો છો.

મુશ્કેલી એ છે કે ફેસબુક મેસેન્જરમાં મેસેજીસને ડિલીટ કે આર્કાઇવ કરવાનું કામ ખાસ સહેલું નથી. આપણે દરેક કન્વર્સેશન અથવા મેસેજને એક-એક સિલેક્ટ કરીને દરેક વખતે ડિલીટ કે આર્કાઈવનો વિકલ્પ પસંદ કરવો પડે છે.

જો એક સાથે સંખ્યાબંધ મેસેજીસ તમે ડિલીટ કરવા માગતા હો તો એ માટે મેસેન્જરની ડિફોલ્ટ પદ્ધતિ બહુ ધીમી પડશે. તેના ઉપાય તરીકે, તમે પીસીમાં ક્રોમ બ્રાઉઝરમાં ‘ડિલીટ ઓલ મેસેજીસ ફોર ફેસબુક’ નામનું એક એક્સટેન્શન ઉમેરી શકો છો.

આ એક્સટેન્શનની મદદથી તમે ઇચ્છો તો એક ક્લિકે મેસેન્જરમાંના તમામ મેસેજ ડિલીટ કરી શકો છો, અથવા ઈ-મેઇલની જેમ, સંખ્યાબંધ મેસેજીસમાંથી જે મેસેજ ડિલીટ કરવા હોય તેનાં ચેકબોક્સ એક પછી એક ટિક કરીને પછી સિલેક્ટ કરેલ તમામ મેસેજનો એક સાથે સફાયો કરી શકો છો! અલબત્ત, એ માટે તમારે આ એક્સટેન્શનને તમારા એફબી એકાઉન્ટ સાથે કનેક્ટ કરવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!