મોબાઇલમાં નેટ કનેક્શનના દર સતત ઘટી રહ્યા છે, પણ સામે ઉપયોગ વધી રહ્યો છે. બિલને કંટ્રોલમાં રાખી શકાય આ રીતે…
આગળ શું વાંચશો ?
- ડેટા પ્લાન બચાવતી એપ
- ડેટા ક્યાં વપરાય છે તે જાણો
- વાઈ-ફાઈનો વધુ ઉપયોગ કરો
- ડેટાની ઓટોમેટિક આપલે કંટ્રોલ કરો
- ડેટાભૂખી એપ્સ જાણી લો
- ઓટો-અપડેટ્સ કરો
- ડેટાની કરકસર કરતી એપ્સનો ઉપયોગ કરો
નવો નવો અને એ પણ પહેલવહેલી વાર સ્માર્ટફોન લેવાનો આનંદ કંઈક જુદો જ હોય છે. કેટલાય સમયથી બીજા લોકોના હાથમાં સ્માર્ટફોન જોઈને આપણને ચળ ઉપડી હોય અને છેવટે પોતાના હાથમાં, પોતાનો સ્માર્ટફોન આવે ત્યારે ખરેખર આખી દુનિયા મુઠ્ઠીમાં આવી ગઈ હોવાનો સંતોષ થાય, પણ સાદા ફોનની સરખામણીમાં સ્માર્ટફોનનો ઉપયોગ જરા મોટો લર્નિંગ કર્વ ધરાવે છે એટલે ઉત્સાહ ઓસયર્િ પછી, ‘જૂના ફોનમાં કોલ કરવા સહેલા તો હતા’ એવા વિચારો આવવા લાગે. ઉપરાંત, આપણે સ્માર્ટફોનમાં નેટ કનેક્શન એક્ટિવેટ તો કરાવ્યું હોય પણ એના ઉપયોગ વિશેની કેટલીક સાદી સાવચેતીનો ખ્યાલ ન હોય એટલે પહેલી વાર મોટું બિલ આવી પડે ત્યારે રીતસર ઝાટકો લાગે – દુનિયા મુઠ્ઠીમાં રાખવાની આટલી મોટી કિંમત?
હકીકતમાં, આપણી મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ મોબાઇલમાં ઇન્ટરનેટ કનેક્શનના દર સતત અને સખત ઘટાડી રહી હોવા છતાં, આપણે ઉપયોગમાં પૂરતી કાળજી ન લઈએ તો મીટર સતત ઊંચે જતું જાય છે. મોટા ભાગે, ખાસ કરીને ૩જી કનેક્ટિવિટીના સંજોગમાં આપણે લિમિટેડ ડેટા પ્લાન એક્ટિવેટ કરાવ્યો હોય અને આપણો એ લિમિટેડ ક્વોટા ક્યારે પૂરો થઈ ગયો એ ખબર પણ ન રહે.
તમે સારી મોબાઈલ કંપનીનો સારો ડેટા પ્લાન પસંદ કર્યો હોય તો માસિક ચોક્કસ કિંમતે ૧ જીબી જેટલી ૩જી કનેક્ટિવિટી અને ત્યાર પછી અનલિમિટેડ ૨જી કનેક્ટિવિટી જેવો લાભ મેળવી શકો છો, પણ બીજા મોટા ભાગના પ્લાનમાં મર્યિદિત ૩જી ક્નેક્ટિવિટી અને ત્યાર પછી વપરાશ મુજબનો દર લાગુ પડતો હોય છે.
સ્માર્ટફોનમાં સંખ્યાબંધ એપ્લિકેશન્સ એવી હોય છે જે, જો આપણે જરુરી સેટિંગ્સ કર્યાં ન હોય તો બેકગ્રાઉન્ડમાં ઇન્ટરનેટ સાથે ડેટાની આપલે ચાલુ રાખે છે, પરિણામે આપણને લાગે કે આપણે તો ઝાઝું સર્ફિંગ કરતા જ નથી, છતાં ડેટા સતત ખર્ચાતાે રહે!
અહીં ડેટા પ્લાનનો પૂરતો ઉપયોગ કરવા માટે જરુરી સાવધાનીનાં પગલાં જાણી લઈએ :
ડેટા ક્યાં વપરાય છે તે જાણો
ડેટા પ્લાનની બચત કરવા માટે, સૌથી પહેલાં તો આપણે કેટલો ડેટા વાપરીએ છીએ એ જાણવું જરુરી છે. એ માટે…
તમારા એન્ડ્રોઇડ ફોનના સેટિંગ્સમાં જાઓ.- વાયરલેસ એન્ડ નેટવર્ક ટેબમાં, ડેટા યુઝેજ વિભાગમાં જાઓ.
- અહીં એક ગ્રાફ સ્વપે, ચોક્કસ સમયગાળામાં તમે કેટલા ઇન્ટરનેટ ડેટાનો વપરાશ કર્યો તે જાણવા મળશે.
- આગલા મહિને કેટલો ડેટા વપરાયો હતો તે પણ અહીં જાણી શકાશે.
- એ ઉપરાંત, આપણા ફોનમાંની કઈ એપ કેટલા ડેટાનો ઉપયોગ કરે છે તે પણ અહીં જોઈ શકાશે.
- ગ્રાફમાં આપેલા હેન્ડલને ફેરવશો એટલે અમુક ચોક્કસ સમયગાળામાં કઈ એપથી કેટલા ડેટાનો વપરાશ થયો એ જાણી શકાશે. આ રીતે આપણે આપણા વપરાશથી ઢબ તપાસી શકીએ છીએ.
- અહીંથી આપણા મોબાઇલ બિલની સાઇકલ અનુસાર ડેટાનો વપરાશ અમુક તબક્કે પહોંચે એટલે આપણને એલર્ટ મળે એવી ગોઠવણ કરી શકાય છે.
વાઇ-ફાઇનો વધુ ઉપયોગ કરો

- તમે સોશિયલ નેટવર્કિંગ એપ્સનો ઉપયોગ કરતા હો તો એ સતત બેકગ્રાઉન્ડમાં અપડેટ થતી હોય છે. સંખ્યાબંધ ગેમ્સ વિવિધ જાહેરાતો અને નોટિફિકેશન્સ માટે નેટ કનેક્શનનો ઉપયોગ કરે છે એ પણ ધ્યાનમાં રાખશો. આવું અપડેશન માત્ર વાઇ-ફાઇ પર થાય એવું સેટિંગ કરી શકાય (તેની માહિતી આગળ આપી છે)
- મોબાઇલ પર ઓનલાઇન વીડિયો કે મ્યુઝિકનો ઉપયોગ વાઇ-ફાઇ વિના કરશો તો ડેટાનું મીટર ફટાફટ ચાલશે.
ડેટાની ઓટોમેટિક આપલે કંટ્રોલ કરો
આપણા મોબાઇલમાંની એપ્સ સામાન્ય રીતે બે પ્રકારે ડેટા પ્લાનનો ઉપયોગ કરતી હોય છે : (૧) એપના પોતાના ઉપયોગ માટે, જેમ કે એપનું નવું વર્ઝન આવ્યું હોય તો તેને અપડેટ કરવા માટે કે એડ બતાવવા માટે, અને (૨) આપણા પોતાના ડેટાને અપડેટેડ કે સિન્ક્ડ રાખવા માટે.- આ બંને કામ બે રીતે થાય છે, બેકગ્રાઉન્ડ મોબાઈલ ડેટાના ઓપ્શનથી તેમ જ ઓટો સિન્ક ઓપ્શનથી. આપણે આ બંનેને કંટ્રોલ કરી શકીએ છીએ.
- સેટિંગ્સમાં ડેટા યુઝેજમાં જઈને મેનુ ઓપ્શનમાં જશો એટલે બેકગ્રાઉન્ડ ડેટા અને ઓટો-સિન્ક ચાલુ બંધ કરવાના વિકલ્પ મળશે. આપણે બધી જ એપ્સ માટે આ બંને વિકલ્પ બંધ કરી શકીએ છીએ. નુક્સાન શું છે એ પણ જાણી લઈએ – બેકગ્રાઉન્ડ ડેટા બંધ રાખવાથી, વાઇ-ફાઈ કનેક્શન ન હોય ત્યારે કેટલીક એપ કે સર્વિસ ચાલશે જ નહીં. ઓટો સિન્ક બંધ રાખવાથી, દરેક એકાઉન્ટ મેન્યુઅલી અપડેટ કરવું પડશે.
‘ડેટા-ભૂખી’ એપ્સ જાણી લો
આપણે બધી એપ્સ માટે બેકગ્રાઉન્ડ ડેટા કે ઓટો સિન્ક ઓફ કરીએ તો સતત અપડેટેડ અને કનેક્ટેડ રહેવાનો સ્માર્ટફોનનો મૂળ હેતુ માર્યો જાય છે. એટલે વચલો રસ્તો, ‘ડેટા-ભૂખી’ એપ્સને ઓળખીને તે માત્ર વાઇ-ફાઇ કનેક્શન વખતે જ અપડેટ થાય એવી ગોઠવણ કરવાનો છે.
સેટિંગ્સમાં ડેટા યુઝેજમાં કઈ એપ ડેટાનો વધુ ઉપયોગ કરે છે તે જાણી શકાય છે. તે એપ પર ક્લિક કરતાં, તે બેકગ્રાઉન્ડમાં કેટલા ડેટાનો ઉપયોગ કરે છે તે જાણી શકાય. અહીંથી બેકગ્રાઉન્ડ ડેટા કંટ્રોલ કરી શકાય.
જો તમે ગૂગલ ડ્રાઇવ કે ડ્રોપબોક્સ જેવી કલાઉડ સર્વિસનો ઉપયોગ કરતા હો તો તેની એપ્સ આપણી ફાઇલ્સ સતત સિન્ક્ડ રાખવા માટે તેને ક્લાઉડમાંથી મોબાઇલમાં સતત ડાઉનલોડ કરતી રહે છે. મતલબ કે આવી એપ્સ આપણી જાણ બહાર જોરદાર પ્રમાણમાં ડેટાનો ઉપયોગ કરે છે, એટલે આવી એપ્સ માત્ર વાઇ-ફાઇ મળે ત્યારે જ અપડેટ થાય એવું સેટિંગ કરી શકાય. જે તે એપના સેટિંગ્સમાં જઈને પણ તમે આ સેટિંગ કરી શકો છો.
ઓટો-અપડેટ્સ કંટ્રોલ કરો
સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરેલી લગભગ દરેક એપમાં થોડા થોડા સમયે નવું વર્ઝન આવતું હોય છે. તેમાં જૂના વર્ઝનમાંની ખામી સુધારવામાં આવી હોય અને નવી ડિઝાઈન કે સુવિધાઓ ઉમેરવામાં આવી હોય. આ અપડેટ્સ સામાન્ય રીતે ઓટોમેટિકલી અપડેટ થાય છે. પરંતુ આપણે તેને પણ કંટ્રોલ કરી શકીએ છીએ.
મોબાઇલમાં ગૂગલ પ્લે સ્ટોરમાં જાઓ. સ્ટોરના હોમ પેજ પર હો ત્યારે ફોનના મેનુ બટનથી સેટિંગ્સમાં જાઓ. અહીં ‘ઓટો-અપડેટ એપ્સ’ ટેબ પર ક્લિક કરો. તેમાં, બાજુમાં બતાવ્યા મુજબ ત્રણ ઓપ્શન મળશે, છેલ્લો વિકલ્પ પસંદ કરતાં માત્ર વાઇ-ફાઇ હોય ત્યારે જ અપડેટ ઓટોમેટિક ઇન્સ્ટોલ થશે. આ રીતે, તમે ફોનની મેમરી પણ બચાવી શકો છો (ગયા અંકમાં તે વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી).
તમે અલગ અલગ એપ્સ મુજબ આ સેટિંગ બદલી શકો છો. પ્લે સ્ટોરમાં જ તમારી ઇન્સ્ટોલ કરેલી એપમાં જઈ તેના સેટિંગ્સમાં, તે ઓટો-અપડેટ થવી જોઈએ કે નહીં તે નક્કી કરી શકાય છે.
ડેટાની કરકસર કરતી એપ્સનો ઉપયોગ કરો

તમે થોડો ભોગ આપીને ડેટા ખર્ચ બચાવવા ઇચ્છતા હો તો ઓપેરા મિની જેવા લાઇટવેઇટ બ્રાઉઝરનો ઉપયોગ કરી શકો છો. કોઈ પણ વેબપેજ પરની માત્ર ટેક્સ્ટ ડિસ્પ્લે કરે (અને બીજી બધી ઇમેજીસ કે ઇફેક્ટ્સ ન બતાવીને ડેટા બચાવે) એવા એન્ડ્રોઇડ માટે Text Browser (આઇઓએસમાં ટેક્સ્ટ બ્રાઉઝર)નો પણ તમે ઉપયોગ કરી શકો છો.
એન્ડ્રોઇડ માટેના Text Browser નો દાવો છે કે તે આપણે જે વેબપેજ જોઈએ તેમાંથી જાહેરાતો, અન્ય સ્ક્રીપ્ટ્સ, ઇમેજીસ વગેરે દૂર કરીને માત્ર ટેક્સ્ટ ડિસ્પ્લે કરતું હોવાથી ડેટાનો વપરાશ ૮૦થી ૯૦ ટકા જેટલો ઘટાડી નાખે છે!
અલબત્ત, આ એપ પોતે જુદી જુદી એડ બતાવશે અને તેમાં થોડો ડેટા વપરાશે.
ભારતીય ડેવલપરે ડેવલપ કરેલી આ એપ ન્યૂયોર્ક ટાઇમ્સના ટોપ એન્ડ્રોઇડ એપ્લ લિસ્ટમાં પણ સામેલ હતી.
ડેટ પ્લાન બચાવતી એપ
આપણા ડેટાનો વપરાશ જાણવા માટે આમ તો સેટિંગ્સમાંની સુવિધા પૂરતી છે, પણ જો તમે વધુ ઊંડા ઊતરવા માગતા હો અને વિવિધ પ્રકારના રીપોર્ટ તપાસવા ઇચ્છતા હો તો ડેટા યુઝેજને ટ્રેક કરીને તલસ્પર્શી રીપોર્ટ્સ જનરેટ કરતી વિવિધ એપ્સનો ઉપયોગ કરી શકો છો. આવી એક એપ છે ઘક્ષફદજ્ઞ ઊડ્ઢયિંક્ષમ. ઓનેવો એક્સટેન્ડ એપ વપરાશની વિવિધ જાણકારી આપવાથી એક ડગલું આગળ વધીને, આપણા ઇનકમિંગ અને આઉટકગોઇંગ ડેટાને કમ્પ્રેસ કરવાની સગવડ પણ આપે છે, જેથી આપણે ‘ઓછામાં વધુ ડેટાનો લાભ’ લઈ શકીએ! અલબત્ત, આવી કોઈ પણ થર્ડ પાર્ટી એપને ઇન્સ્ટોલ કરતી વખતે જે સાવધ રહેવાની નોટિસ જોવા મળે, એ વાંચી-સમજીને પછી જ આગળ વધવું હિતાવહ છે.

