(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઘણી વાર આપણે કોઈ ફાઇલ કે ફોટો કોઈ જગ્યાએ અપલોડ અથવા તો ઈ-મેઇલ કરવાનો હોય ત્યારે આપણે પહેલાં તો એ ફાઇલ કે ફોટો કમ્પ્યુટરમાં જે તે ડ્રાઇવમાં (ફોલ્ડરની અંદર ફોલ્ડર અને એમાં પણ ફોલ્ડર!) જ્યાં હોય ત્યાં તેને શોધવાની જરૂર પડે.

પછી જ્યાં અપલોડ કરવો હોય કે કોઈને ઈ-મેઇલ કરવો હોય તો ત્યાં ‘બ્રાઉઝ’ના ઓપ્શન પર ક્લિક કરી જ્યાં ફોટો કે ફાઇલ પડેલી હોય ત્યાં સુધીનું લોકેશન બતાવવું પડે.

પરંતુ આપણે ફાઇલનો પાથ કોપી કરેલ હોય તો ‘બ્રાઉઝ’ ઓપ્શનમાં એ પાથ પેસ્ટ (Ctrl+V) આપી ઓકે કરવાથી એ ફાઇલ એટેચ થઈ જશે!

આ વાંચીને તમારા મનમાં સવાલ થયો હશે કે ફાઇલ પર રાઇટ ક્લિક કરવાથી તો પાથ કોપી કરવાનો કોઈ ઓપ્શન મળતો નથી અને એ સિવાય ત્યાં બીજા કોઈ ઓપ્શન પણ નથી તો ફાઇલનો પાથ કંઈ રીતે કોપી કરવો?  આનો સહેલો રસ્તો છે! જે ફાઇલનો પાથ તમે કોપી કરવા માગતા હો તે ફાઇલને સિલેક્ટ કરો. હવે સિલેક્ટ કરેલ ફાઇલને ‘શિફ્ટ કી’ સાથે રાઇટ ક્લિક કરો. હવે જે ઓપ્શન્સ દેખાય તેમાં ‘Copy as path’નો ઓપ્શન પણ દેખાશે. તેના પર ક્લિક કરી પાથ કોપી કરી લો અને જ્યાં અપલોડ કરવો હોય ત્યાં ‘બ્રાઉઝ’ ઓપ્શનમાં પેસ્ટ કરી ઓકે કરી દો.

આવા નાના નાના ઓપ્શન પણ આપણો ઘણો સમય બચાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!