(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વિન્ડોઝમાં એકથી વધારે ફાઇલ સિલેક્ટ કરવા માટે ‘ચેકબોક્સ’ કેવી રીતે લવાય?

મોટા ભાગના કમ્પ્યુટર યૂઝર કામ કરે ત્યારે હંમેશા બને એટલા શોર્ટકટનો ઉપયોગ કરવા માગતા હોય છે, પરંતુ સામે એવા પણ ઘણા લોકો હોય છે, જેમને માઉસથી કામ કરવામાં જ સરળતા રહે છે. આવા લોકોને કાં તો બધા શોર્ટકટ યાદ રહેતા નથી અથવા જેટલું નજર સામે હોય તેનો જ તેઓ ઉપયોગ કરી શકે.

આવા લોકોને ઉપયોગી થઈ શકે ‘ચેક બોક્સ’ ઓપ્શન. આ ઓપ્શન ઓન કરવાથી જ્યારે પણ વિન્ડોઝ એક્સપ્લોરરમાં એકથી વધારે ફાઇલને સિલેક્ટ કરવાની હોય ત્યારે કંટ્રોલ કી સાથે ક્લિક કરવાને બદલે, ચેક બોક્સમાં ટિક કરી શકાય છે.

આ માટે કંટ્રોલ પેનલ ઓપન કરીને તેની અંદર ફોલ્ડર ઓપ્શનમાં જાઓ. તેમાં ‘વ્યૂ’માં એડવાન્સ્ડ સેટિંગ્સની અંદર  ‘Use check boxes to select items’ ઓપ્શનને ટીક કરી એપ્લાય કરી દો.

હવે તમારે ફાઇલ કે ફોલ્ડરને સિલેક્ટ કરવા કંટ્રોલ કી પ્રેસ કરવાની જરૂર નહીં પડે, ફાઇલ કે ફોલ્ડરની સામે ચેકબોક્સમાં ટીક કરતા જાઓ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!