(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વર્ડમાં ઓટોબેકઅપ ફાઇલ કઈ રીતે બનાવી શકાય?

સવાલ મોકલનાર : નરેશ પંચાલ, ગોધરા

આપણે જ્યારે પણ વર્ડમાં  કોઈ ફાઇલમાં કામ કરતા હોઈએ અને કોઈ કારણસર એ ફાઇલ કરપ્ટ થાય ત્યારે જ આપણને તેનું બેકઅપ લેવાનું મહત્ત્વ યાદ આવતું હોય છે. વર્ડમાં ફાઇલનો ઓટોમેટિક બેકઅપ લેવાની સુવિધા હોય છે, પણ આપણે તેનો લાભ લેવાનું ભૂલી જતા હોઈએ અથવા આપણે તેની બહુ જરૂર હોતી નથી એવું આપણે વિચારતા હોઈએ.

જો વર્ડના સેટિંગ્સમાં આપણે પહેલેથી ઓટોબેકઅપ લેવાનું સેટિંગ કરેલ હોય તો આવા સંજોગોમાં આપણને બેકઅપ ફાઇલ મેળવી શકીએ. આ પ્રકારની બેકઅપ ફાઇલમાં, આપણે ફાઇલને છેલ્લે સેવ કરી હશે ત્યાર પહેલાંનો ડેટા સચવાઈ જશે.

આ સુવિધાનો લાભ લેવા માટે…

તમારા વર્ડના વર્ઝન અનુસાર માઇક્રોસોફ્ટ ઓફિસ બટન પર ક્લિક કરીને અથવા ફાઇલમાં જઈને ‘વર્ડ ઓપ્શન્સ’માં જાઓ. હવે તેમાં ‘એડવાન્સ્ડ’ ટેબમાં સેવ વિભાગમાં ‘Always create backup copy’ના બોક્સમાં ટિક કરી ઓકે કરી દો. જે ફોલ્ડરમાં તમે ફાઇલ સેવ કરશો તેમાં જ બેકઅપ કોપી સેવ થાય છે અને તે ફાઇલનું નામ Backup of document name.wbk હોય છે.

આ રીતે વર્ડમાં દરેક ફાઇલની ઓટોમેટિક બેકઅપ કોપી રાખવાની ટેબ પાડશો તો ક્યારેક આશીર્વાદરૂપ સાબિત થશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!