(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મોબાઇલમાં ઇતિહાસનું પુનરાવર્તન થશે?

‘કર લો દુનિયા મુઠ્ઠી મેં’ કહીને સૌના હાથમાં મોબાઇલ પહોંચાડી દેનારી કંપનીએ હવે સ્માર્ટફોન ક્ષેત્રે પણ વિરાટ પાયે ભારતને સર કરી લેવાની તૈયારીઓ કરી છે.

આગળ શું વાંચશો?

  • રિલાયન્સની ૪-જી મોબાઈલ સેવાઓમાં મુખ્યત્વે નીચેની સેવાઓનો સમાવેશ થાય છે

ગયા મહિને યોજાયેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સાધારણ સભામાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ શેરધારકોને પોતાના પિતા ધીરુભાઈની યાદ અપાવી દીધી. હંમેશા ‘થિંક બિગ’ સૂત્રમાં માનતા ધીરુભાઈના પગલે, મુકેશ અંબાણીએ આ સભાને અનુસંધાને જાહેરાત કરી કે લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે તે – ભારતનું અત્યાર સુધીનું કદાચ સૌથી મોટું સાહસ – રિલાયન્સ જિયો આ વર્ષે ડિસેમ્બર સુધીમાં તેની સેવાઓની શરૂઆત કરી દેશે. મુકેશ અંબાણીએ અદ્દલ ધીરુભાઈની સ્ટાઇલમાં કહ્યું કે “ઇન્ટરનેટની પહોંચની રીતે અત્યારે વિશ્વમાં ભારતનો ભલે ૧૪૨મો નંબર હોય, મને પૂરો વિશ્વાસ છે કે જિયો આવ્યા પછી ભારતનું નામ વિશ્વના ટોપ ટેન કન્ટ્રીમાં આવી જશે!

વાસ્તવમાં, મુકેશ અંબાણી ઇતિહાસનું પુનરાવર્તન કરી રહ્યા હોય એવું લાગે છે. તેર વર્ષ પહેલાં, ૨૦૦૨માં રિલાયન્સ ઇન્ફોકોમે ભારતમાં મોબાઇલ સેવાની શરૂઆત કરી ત્યારે તેની જાહેરાતોમાં ખુદ મુકેશ અંબાણી જોવા મળ્યા હતા અને તેમણે પિતાનું આ સ્વપ્ન હતું એમ કહીને “કર લો દુનિયા મુઠ્ઠી મેં’ની હાકલ કરી હતી. એ સમયે અત્યંત ઓછા દરના પ્લાન સાથે બિલકુલ મફત મોબાઇલ હેન્ડસેટવાળા પ્લાન્સ રજૂ કરીને કંપનીએ રીતસર તહેલકો મચાવ્યો હતો, બીજી કંપનીઓએ પણ પોતાના દર ઘટાડવા પડ્યા અને છેવટે શાકવાળા અને પસ્તીવાળાના હાથમાં પણ મોબાઇલ આવી ગયા. અલબત્ત, પછી મોબાઇલ બિલમાં ગરબડો થતી હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી અને રિલાયન્સ ઇન્ફોકોમે સર્જેલો જુવાળ ધીમે ધીમે ઓસરી પણ ગયો.

હવે રિલાયન્સ કંપની તેર વર્ષ પહેલાં સાદા મોબાઇલ ક્ષેત્રે જે કર્યું, એનું સ્માર્ટફોનમાં પુનરાવર્તન કરવા માગે છે.

ભારતના અસંખ્ય લોકો અને હાલની મોટી ટેલિકોમ કંપનીઓ સુદ્ધાં રિલાયન્સ જિયોની અધ્ધર શ્વાસે રાહ જોઈ રહી છે કેમ કે મુકેશ અંબાણીએ જાહેર કર્યું છે કે તેઓ ફક્ત રૂા. ૪૦૦૦ કે રૂા. ૨૦૦૦માં હેન્ડસેટ્સ અને મહિને રૂા. ૩૦૦થી રૂા. ૫૦૦ના પ્લાનમાં, અમેરિકાના પ્રમુખને દસ-પંદર વર્ષ પહેલાં જે સવલત મળતી હતી તેવી સુવિધાઓ ભારતના ગામેગામ દરેક વ્યક્તિને આપવા માગે છે.

રિલાયન્સની મોબાઇલ માર્કેટમાં રી-એન્ટ્રીથી આ ક્ષેત્રમાં ધરમૂળથી પરિવર્તન આવવાની શક્યતા છે, કેમ કે હજી પણ ભારતમાં દસ વ્યક્તિએ ફક્ત એક વ્યક્તિ સ્માર્ટફોન ધરાવે છે. ભારતમાં ઇન્ટરનેટના યુઝર્સની સંખ્યા આવતાં ત્રણ વર્ષમાં ત્રણ ગણી વધવાની શક્યતા છે અને ત્યારે તેમનું પ્રમાણ આખા પશ્ચિમ યુરોપની કુલ વસતિ કરતાં વધી જશે.

આ રિલાયન્સ જિયો શું છે અને આપણને શું શું મળવાની શક્યતા છે, એ બધું જાણી લઈએ.

રિલાયન્સ જિયો કંપની ભારતમાં મોબાઇલ સેવા આપવા માટે જરૂરી સૌથી વધુ સ્પેક્ટ્રમ ધરાવતી કંપની છે અને સમગ્ર ભારતનું લાઇસન્સ ધરાવતી એક માત્ર કંપની છે.

કંપનીએ લગભગ રૂા. ૩૪,૦૦૦ કરોડના ખર્ચે આ લાઇસન્સ મેળવ્યાં છે. આ લાઇસન્સ ૨૦૧૦માં મેળવાયાં હતાં અને ત્યારની શરતો અનુસાર ૨૦૧૫ના અંત સુધીમાં કંપનીની સેવાઓ શરૂ કરવી અનિવાર્ય છે.

કંપનીએ ભારતમાં ૪-જી મોબાઇલ સેવાઓનું માળખું તૈયાર કરવા માટે અત્યાર સુધીમાં કુલ રૂ. ૭૦,૦૦૦ કરોડનું રોકાણ કરી લીધું છે.


કંપની ભારતનાં તમામ, ૨૯ રાજ્યોમાં હાજરી ધરાવે છે અને ૧૮,૦૦૦ શહેરો અને નગરોમાં ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા બે લાખથી વધુ ગામડાંમાં વાયરલેસ ફૂટપ્રિન્ટ ધરાવે છે.

કંપનીએ ભારતમાં ૨,૫૦,૦૦૦ કિલોમીટર લાંબું ફાયબર ઓપ્ટિક કેબલ નેટવર્ક તૈયાર કર્યું છે અને આવતાં ત્રણ વર્ષમાં સમગ્ર દેશને આવરી લેવા માટે નેટવર્ક બમણું કરવાનું આયોજન છે.

આ વર્ષના ડિસેમ્બર સુધીમાં તેની સેવાઓ શ‚રૂ થશે ત્યારથી જ તેમાં દેશની ૮૦ ટકા વસતિને આવરી લેવાશે.

કંપની ૪-જીની સુવિધા ધરાવતા તદ્દન સસ્તા હેન્ડસેટ્સ, ટેબલેટ્સ અને ઇન્ટરનેટ કનેક્શન માટેનાં ડોંગલ્સ રજૂ કરશે.

રિલાયન્સે સમગ્ર દેશમાં કેબલ ટેલિવિઝન અને મલ્ટિ સિસ્ટમ ઓપરેટર તરીકેનું લાઇસન્સ મેળવીને ટીવીના બ્રોડકાસ્ટિંગ ક્ષેત્રે પણ મોટા પાયે ઝંપલાવવાની તૈયારી કરી છે. રિલાયન્સ જિયોના આગમનથી ભારતમાં વિવિધ કંપનીઓના ઇન્ટરનેટ ડેટા પ્લાન્સના દરમાં ૨૫ ટકા સુધીનો ઘટાડો થવાની સંભાવના છે. ભારતમાં અત્યારે એરટેલ કંપનીએ અલગ અલગ રાજ્યોમાં ૪જી સેવાઓ શરૂ કરી છે અને અન્ય કંપનીઓ પણ આ દિશામાં આગળ વધી રહી છે.

રિલાયન્સની ૪-જી મોબાઇલ સેવાઓમાં મુખ્યત્વે નીચેની સેવાઓનો સમાવેશ થવાની શક્યતા છે

  • જિયો ન્યૂઝ : રિલાયન્સ કંપની અત્યારે ૧૭ ન્યૂઝ ચેનલ્સ અને આઠ ભાષામાં ૧૪ એન્ટરટેઇન્મેન્ટ ચેનલ્સની માલિકી ધરાવે છે, એટલે ન્યૂઝ પર તેનો મુખ્ય ભાર રહેશે. તેમાં લાઇવ અપડેટ્સ અને ઓફલાઇન રીડિંગની સુવિધા રહેશે.
  • જિયો મની : રિલાયન્સ લોકોના મોબાઇલને ડિજિટલ વોલેટમાં ફેરવી નાખવા માગે છે, જેથી લોકો ઇચ્છે ત્યારે મોબાઇલથી રકમની ચૂકવણી કરી શકશે. આ માટે કંપનીએ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પાસેથી પેમેન્ટસ બેન્ક લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
  • જિયો પ્લે : વીડિયો-ઓન ડિમાન્ડ પ્રકારની આ સર્વિસમાં બોલીવૂડ, હોલીવૂડ અને સ્થાનિક ભાષાની ફિલ્મ્સ, ટીવી સિરિયલ્સ, ટ્રેઇલર્સ, મ્યુઝિક વીડિયો વગેરે જોવા મળશે.
  • જિયો ચેટ : વોટ્સએપ પ્રકારની આ સેવા ઓલરેડી એન્ડ્રોઇડ અને આઇઓએસ માટે લોન્ચ થઈ છે અને અત્યારે તેના દસ લાખ એક્ટિવ યુઝર્સ હોવાનો દાવો કરાય છે.
  • જિયો બીટ્સ : એપલની આઇટ્યૂન્સ કે સાવન પ્રકારની આ ઓનલાઇન મ્યુઝિક લાઇબ્રેરી હશે.
  • જિયો ડ્રાઇવ : ગૂગલ ડ્રાઇવની જેમ આ સુવિધા લોકોને ક્લાઉડમાં પોતાનું કન્ટેન્ટ સ્ટોર કરવાની સુવિધા આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!