યુરોપના ૧૧ દેશોએ પરસ્પર વેપારધંધાના વિકાસ માટે અડચણરૂપ બનતી સરહદો ઓગાળી અને નવું સહિયારું ચલણ ‘યુરો’ અપનાવ્યું. આ દેશોમાં બ્રિટનનો સમાવેશ થતો ન હતો.
પહેલા જ દિવસે આંતરરાષ્ટ્રીય બજારમાં ૧ યુરો બરાબર ૧.૧૭ અમેરિકન ડોલરનો ભાવ પડતાં એવી અપેક્ષા ઊભી થઇ હતી કે નવું ચલણ સૌથી મજબૂત-સૌથી વિશ્વવ્યાપી ડોલરને ડોલાવશે.
ત્રણ વર્ષ સુધી તેનું અસ્તિત્વ ફક્ત હિસાબી એકમ પૂરતું મર્યાદિત રહ્યું. ૧ જાન્યુઆરી, ૨૦૦૨ના દિવસથી તેની ચલણી નોટો સમગ્ર યુરોઝોનનું સત્તાવાર ચલણ બની.
જાણો વધુ : http://goo.gl/yUBgL
