(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

પીસીમાંથી મારા સ્માર્ટફોનમાં કોઈ એપ ડાઉનલોડ કરી શકાય?

સવાલ લખી મોકલનાર- ધારા ત્રિવેદી, મહેસાણા

બિલકુલ કરી શકાય! સામાન્ય રીતે, તમે સ્માર્ટફોન કે ટેબલેટમાં જ પ્લે સ્ટોરમાં જઈને ગમતી એપ ડાઉનલોડ કરી શકો છો, પણ તમારી પાસે નાના સ્ક્રીનવાળો સ્માર્ટફોન હોય તો તમે પીસીના મોટા સ્ક્રીનનો લાભ લઈ શકો છો. એ માટે…

  • સૌથી પહેલાં તમારા સ્માર્ટફોનમાં તમે ગૂગલ એકાઉન્ટથી લોગ્ડ-ઇન છો ને તે તપાસી લો.
  • આ તપાસવા માટે ફોનના સેટિંગ્સમાં જાઓ, તેમાં એકાઉન્ટ્સમાં જાઓ.
  • અહીં જો ‘ગૂગલ’ લખેલું જોવા ન મળે તો ‘+એડ એકાઉન્ટ’ ને ટચ કરો.
  • હવે ‘ગૂગલ’ પર ક્લિક કરી, તેમાં તમારા વર્તમાન એકાઉન્ટથી લોગ-ઇન થાઓ કે નવું ગૂગલ એકાઉન્ટ ક્રિએટ કરો.
  • ઓકે, હવે તમારા પીસીમાં ાહફુ.લજ્ઞજ્ઞલહય.ભજ્ઞળમાં જાઓ. અહીં પણ તમારા ગૂગલ એકાઉન્ટથી સાઇન ઇન થાઓ.
  • હવે પ્લે સ્ટોરમાં ડાબી તરફ આપેલી એપ્સ પર ક્લિક કરી, તમને ગમતી એપ શોધો. જે એપ ગમે તેમાં ‘ફ્રી’ પર ક્લિક કરો

હવે આ એપ તમારા મોબાઇલમાં શું શું કરી શકે તેની વિગતો જોવા મળશે અને સાથે, તમે એકથી વધુ ડિવાઇસમાં ગૂગલ એકાઉન્ટથી સાઇન-ઇન થયા હો તો તેનું ડ્રોપડાઉન લિસ્ટ જોવા મળશે. તમે જે સ્માર્ટફોનમાં આ એપ ડાઉનલોડ કરવા માગતા હો તેને સિલેક્ટ કરો.

એપ ફ્રી હોવાથી સીધી જ ઇન્સ્ટોલની લિંક જોવા મળશે. તેને ક્લિક કરી દો. (જો એપ ફ્રી નહીં હોય તો અગાઉ ફ્રી ને બદલે તેની કિંમત પર ક્લિક કરવાનું રહેશે. આવા કિસ્સામાં તમારે ગૂગલને પેમેન્ટની વિધિ પૂરી કરવી પડશે).

બસ, આટલું કરતાં તમારો સ્માર્ટફોન વાઇ-ફાઇની રેન્જમાં આવશે કે તેમાં તમે મોબાઇલ કંપનીનું ડેટા કનેક્શન ચાલુ કરશો એટલે આપોઆપ તમારા ફોનમાં ડાઉનલોડ થઈને ઇન્સ્ટોલ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!