‘‘આજે કેટલી વાર ફોન કર્યા, એક પણ વાર રિંગ સંભળાઈ નહીં?’’ ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડથી માંડીને પત્ની કે પતિ અને બોસ કે ક્લાયન્ટમાંથી કોઈને કોઈએ તમને આ ફરિયાદ કરી જ હશે. તમારી પાસે બચાવની ફક્ત એક દલીલ હોય, “મીટિંગમાં હતો, ફોન મ્યૂટ કર્યો હતો અને મીટિંગ પૂરી થયા પછી વોઈસ ઓન કરવાનું ભૂલાઈ ગયું!’’ વાત સાચી હોય તોય આપણી આ દલીલ કારગત નીવડતી નથી.
આગળ શું વાચશો?
- ધારદાર જનરલ નોલેજ માટે…
સદનસીબે, તમે સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હો તો એવી એક એપ છે જે ફોન મ્યૂટ કર્યા પછી, આપોઆપ અમુક નિશ્ચિત સમય પછી તેે અનમ્યૂટ કરી દે છે!
પ્લે સ્ટોરમાં જઈને SHUSH સર્ચ કરો ને આ એપને તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરી દો.
હવે તમારે બીજું કંઈ નથી કરવાુંનું મીટિંગ શરુ થતાં પહેલાં હંમેશી જેમ વોલ્યુમના માઇનસ બટનથી તમારા ફોનનું વોલ્યુમ ઓફ કરી દો અને એ સાથે જ આ એપની એક નવી વિન્ડો ઓપન થશે, જેમાં ૧૫ મિનિટથી માંડીને ૧૨ કલાક સુધીના કોઈ પણ સમય પછી ફોનના વોઈસ ઓન કરવાની સૂચના આપી દો. તમારી મિટિંગ સમયસર પૂરી થશે તો તમારો ફોન પણ એ સમયે આપોઆપ અનમ્યુટ થઈ જશે.
તમે એપ્સમાં જઈને આ એપને ઓન કરી, બે-ત્રણ પ્રકારનાં સેટિંગ તપાસીને તમારી જરુરિયાત મુજબ તેમાં ફેરફાર કરી શકો છો.
ખરેખર ઉપયોગી એ, ટ્રાય કરી જુઓ!
ધારદાર જનરલ નોલેજ માટે…
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પાસ થવા માટે કે પછી એમ જ તમારું જનરલ નોલેજ તમે ધારદાર રાખવા માગતા હો, પણ ઇંગ્લિશ સાઇટ્સ થોડી અઘરી પડતી હોય તો જાગરણ જોશની એપ ટ્રાય કરી જુઓ. ભારતા અગ્રગણ્ય અખબારી જૂથ જાગરણ www.jagranjosh.com નામે એક એજ્યુકેશન પોર્ટલ ચલાવે છે. તેની આ હિન્દીભાષી એપમાં, સ્પર્ધાત્મક પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને વિવિધ વિષયના કરન્ટ અફેર્સે આવરી લેવામાં આવે છે. એમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચારો ઉપરાંત અર્થતંત્ર,પર્યાવરણ, વિજ્ઞાન, રમતગમત, કોર્પોરેટ વગેરેના ખબરઅંતર પર ઝડપી નજર ફેરવી શકાય છે. એપની ઇંગ્લિશ એડિશન પણ ઉપલબ્ધ છે. પ્લે સ્ટોરમાં josh current affairs સર્ચ કરતાં આ એપ મળશે.
