ઇન્ફર્મેશન ટેક્નોલોજી કરતાં પણ વધુ ઝડપે શું વિકસી રહ્યું છે, જાણો છો? ડેટા! આપણે પોતે જનરેટ કરેલો ડેટા. આ ડેટાને ધાર્યો ઉપયોગ કરવા માટે તેને વૈજ્ઞાનિક ઢબે ગોઠવવો અને જાળવવો જરી છે. આઇટીનાં અન્ય ક્ષેત્રોની જેમ આ ક્ષેત્રમાં પણ કારકિર્દીની ઉજ્જવળ તકો છે.
આગળ શું વાંચશો?
- DBAની જવાબદારીઓ શું હોય છે?
- ડેટાબેઝમાં સ્ક્રિપ્ટ લખવી એ શું હોય?
- ડેટાબઝ ડિઝા– કોણ કરે છે?
- DBA ના ક્ષેત્રે પ્રવેશવા માંગતા લોકોને શું સલાહ?
- DBA ની કારકિર્દી કેવીરીતે બનાવી શકાય
- કરિયર સેન્ટ્રલ ડિક્શનરી
કમ્પ્યુટર, ઈન્ટરનેટ, ઇન્ફર્મેશન ટેકનોલોજી અને હવે મોબાઈલ ક્રાંતિના હાર્દમાં છે ડેટા. ડેટા એટલે માહિતી અને માહિતીનો સમૂહ એટલે ડેટાબેઝ. SNITEF નામની એક યુરોપઇન સંસ્થાના સાયન્ટિસ્ટ પી.બી. બ્રાંડઝેગના મત પ્રમાણે માનવજાતે ૯૦% ડેટા ફક્ત છેલ્લાં ૨-૩ વર્ષમાં પેદા કર્યો છે. કિલોબાઈટ અને મેગાબાઈટની ગણતરી હવે ગીગાબાઈટ અને ટેરાબાઈટમાં પહોંચી ચૂકી છે. ઈ-મેઇલ આઈડી બનાવતી વખતે ભરેલું ફોર્મ હોય કે ફેસબુક/ટ્વીટર એકાઉન્ટ પરની પોસ્ટ અને તેના પર મિત્રોએ કરેલી કમેન્ટ્સ હોય – આ બધી માહિતીનો સંગ્રહ ક્યાં થાય છે? નેટબેન્કિંગ કે ઈ-કોમર્સ પોર્ટલ પર આપણે જે ટ્રાન્ઝેકશન કરીએ છીએ એનો રેકોર્ડ ક્યાં રહે છે? કોઈને પણ જિજ્ઞાસા થાય કે આટલો બધો ડેટા ઈન્ટરનેટ પર કેમ સાચવતો હશે? ડેટા શેમાં સેવ થતો હશે? અને ગણતરીની સેકન્ડોમાં કેવી રીતે આપણને પ્રાપ્ત થતો હશે? આમ તો આ બધું વિવિધ સ્વપે રહે છે પણ મુખ્યત્વે તે ડેટાબેઝમાં રહે છે. હાલમાં ડેટાબેઝનો સૌથી પ્રચલિત અને વિશ્વાસપાત્ર પ્રકાર RDBMS (Relational Database Management System) છે.
’૭૦ના દાયકામાં ઈંઇખના સંશોધક ડો. એડગર કોડે ડેટાબેઝ માટે એક નવી પરેખા રજૂ કરી, જે ડેટાબેઝના ક્ષેત્રે ક્રાંતિકારી નિવડી અને RDBMS તરીકે ઓળખાઈ. RDBMSના વિકાસના પગલે ડેટાને સ્ટોરે કરવો, તેને સરળતાથી મેનેજ કરવો, તેમાંથી જરુરિયાત પ્રમાણેના રિપોર્ટ બનાવવા વગેરે ખૂબ સરળ થઈ ગયું. અલબત્ત, હાલમાં જે RDBMS તરીકે વર્ગીકૃત થાય છે એ સંપૂર્ણપણે અને શુદ્ધ Relational Database નથી, પણ એ ચર્ચા અત્રે અસ્થાને છે.
અન્ય સોફ્ટવેર ટૂલ્સની માફક ડેટાબેઝમાં પણ ઓપન-સોર્સ અને લાયસન્સ્ડ એમ બંને પ્રકાર છે. દરેક ડેટાબેઝને એક આગવી પ્રોગ્રામિંગ લેન્ગવેજ હોય છે જે થકી તેમાં પ્રોગ્રામિંગ કે ડેવલપમેન્ટ થઈ શકે.
લાયસન્સ્ડ ડેટાબેઝ
- Oracle 12C
- Microsort SQL Server 2012
- IBM DB2 10
- SAP Sybase
ઓપન-સોર્સ
- MySQL 5.x
- Postgres 9.x
- SQLLite (Mobile database) 3.8 x
ડેટાબેઝ સાથે સિસ્ટમ એડમિન, સોફ્ટવેર એન્જિનિયર, ડેટા મોડેલિંગ ટીમ, ડેટાવેરહાઉસીંગ ટીમ, બિઝનેસ ઇન્ટેલિજન્સ અને ડેટાબેઝ એડ્મિનિસ્ટ્રેટર એમ અનેક ટીમને કામ કરવાનું થાય છે. આ લેખમાં આપણે ડેટાબેઝ એડમિનિસ્ટ્રેશનની ચર્ચા કરીશું. સરળતા ખાતર આપણે DBA જેવું ટૂંકુ નામ વાપરીશું.
ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર એક કારકિર્દી તરીકે ખૂબ સારો વિકલ્પ છે અને તેમાં સારી એવી તકો પણ છે. આમ છતાં સોફ્ટવેર અને આઇ.ટી. ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા યુવાનોને આ બાબતે ખાસ જાણકારી નથી હોતી કે નથી તેમને યોગ્ય માર્ગદર્શન મળતું.
આ બાબતે સચોટ માહિતી મેળવવા માટે આ લખનારે મૂળ અમદાવાદના યુવાન જય પાઠકનો સંપર્ક કર્યો, જે હાલમાં મુંબઈમાં એક બહુરાષ્ટ્રીય કંપનીમાં Lead-DBA તરીકે સેવાઓ આપે છે.
DBAની જવાબદારીઓ શું હોય છે? ઉઇઅનો રોલ સિસ્ટમ એડમિન કરતાં કઈ રીતે જુદો પડે?
- DBAની મુખ્ય જવાબદારી આ પ્રમાણેની હોય છે :
- ડેટાબેઝનો નિયમિત રીતે બેકઅપ થાય અને જરુરત પડે ત્યારે એ બેકઅપથી કામ ચાલી શકે એ જોવાનું હોય છે.
- બેકઅપ અમુક સમયાંતરે ઓટોમેટિક થાય એ માટે સ્ક્રિપ્ટ લખવી.
- સોફ્ટવેર એન્જિનિયરિંગ ટીમને ડેટાબેઝને લાગતી મદદ કરવી, ડેટાબેઝ સર્વર પર જે રાઈટ્સ વગેરે આપવાના હોય તે આપવા.
- ડેટાબેઝની High Availability જળવાઈ રહે એ માટે Clustering, Mirroring, Load Balacing જેવી ટેકનિકોનો ઉપયોગ કરવો, સિસ્ટમ/નેટવર્ક એડમિન, સોફ્ટવેર એન્જિનિયરિંગ ટીમ વગેરે સાથે પ્લાનિંગ કરવું અને તેના સતત સંપર્કમાં રહેવું.
- નાના મોટા પ્રોબ્લેમ્સ માટે ટ્રબલ શૂટિંગ કરવું અને તેનું નિરાકરણ લાવવું.
- ડેટાબેઝની સિક્યુરિટી માટેનાં પગલાં લેવાં અને ડેટાબેઝ ઝડપી ચાલે એવો પ્રબંધ કરવો-આના માટે HighAvailablity માટે વપરાતી Clustering, Mirroring, Load Balancing જેવી ટેક્નિકો કામ લાગે છે.
સિસ્ટમ એડમિન DBAને ખૂબ મદદ કરે છે, પણ બંનેની જવાબદારી જુદી હોય છે. ડેટાબેઝ સર્વર તૈયાર કરવા સિસ્ટમ એડમિન DBAને ઇન્સ્ટોલેશન રાઇટ્સ અને સર્વર સ્પેસ, ઇન્ટરનેટ કનેક્શન આપે છે વગેરે. હા, નાની કંપનીઓમાં ઉઇઅની ડેટાબેઝ બેકઅપ જેવી પ્રાથમિક જવાબદારીઓ સિસ્ટમ એડમિનને માથે હોય છે, પણ તે ઉઇઅનાં બધાં કામ ન કરી શકે.
ડેટાબેઝમાં સ્ક્રિપ્ટ લખવી એ શું હોય? તેની કેટલી જરૂર પડે?
સ્ક્રિપ્ટ લખીને DBA ડેટાબેઝનાં ઘણાં કામ સરળતાથી કરી શકાય છે, જેમ કે નિયમિત પરફોર્મન્સ મોનિટરિંગ, હેલ્થ ચેક, બેકઅપ વગેરે. આ ઉપરાંત .txt, .CSV, .xlsx કે અન્ય ફાઈલમાંથી ડેટા ડેટાબેઝમાં લોડ કરીવા માટે સ્ક્રીપ્ટનો ઉપયોગ થાય છે. DBAની કારકિર્દીમાં આગળ વધવું હોય તો સ્ક્રિપ્ટીંગ પર સારી પકડ હોવી જોઈએ!
ડેટાબેઝ ડિઝાઈન કોણ કરે છે? અને PL/SQL (Oracle) કે T-SQL (MS-SQL-Server) જેવી ડેટાબેઝ લેન્ગ્વેજમાં જટિલ પ્રોગ્રામિંગ કોણ કરે છે?
ડેટાબેઝ ડિઝાઈન કાળજીપૂર્વકનું કામ છે કારણ કે એક વાર ડેટાબેઝ બની જાય અને તેમાં ખાસ્સો ડેટા સ્ટોર થાય પછી તેમાં ફેરફાર કરવા ખૂબ મુશ્કેલ હોય છે. માટે ડેટાબેઝ ડિઝાઈન કરતી વખતે વર્તમાન જરુરિયાત અને ભવિષ્યની જરુરિયાતને ધ્યાનમાં રાખીને ડેટાબેઝ ડિઝાઈન કરવા જોઈએ. આ કામ ડેટા મોડેલિંગ ટીમ તરીકે ઓળખાતી ટીમ કરે છે. જોકે નાની કંપનીઓમાં સોફ્ટવેર એન્જિનીયર કે આર્કિટેક્ટ આ જવાબદારી સંભાળે છે. PL/SQL (Orcale)કે T-SQL (SQL Server) પ્રોગ્રામિંગનું કામ સોફ્ટવેર એન્જિનીયર જ કરે છે. જોકે બંને કામો માટે DBAની મદદ લેવાય છે.
DBAના ક્ષેત્રે પ્રવેશવા માંગતા લોકોને તમે શું સલાહ આપશો? આ ક્ષેત્રે પૈસા કેવા મળે છે?
પૈસાની વાત કરતાં પહેલાં એ સમજી લેવું જોઈએ કે DBAનું કામ ખૂબ જવાબદારીભર્યું અને કાળજીપૂર્વકનું છે! DBAની ફરજ અત્યંત મહત્ત્વના ડેટાને સાચવવાની હોય છે અને એમાં નાની પણ ભૂલ ક્યારેક લાખો ડોલરનું નુકસાન કરાવી શકે છે.
આ ઉપરાંત આ કામ ૨૪ડ્ઢ૭ પ્રકારનું હોય છે કારણ કે ડેટાબેઝ કે ડેટાબેઝ સર્વરમાં ગમે ત્યારે તકલીફ ઊભી થાય ત્યારે તેનું નિરાકરણ લાવવું પડે છે. ઘણા DBA તો નાઈટ શિફટમાં કામ કરતા હોય છે. ઉઇઅનું કામ ઔર જટિલ થઈ જાય જો તે Production DBA કે આ App DBA હોય.
આની સામે પૈસા અને તકો પણ એટલી જ મળે છે. ઉઇઅને સોફ્ટવેર એન્જિનીયર જેટલા કે અમુક કિસ્સામાં તેમનાથી પણ વધારે પૈસા મળે છે.
DBAની કારકિર્દી કેવી રીતે બનાવી શકાય?
DBAનું કામ ઘણું અગત્યનું હોવા છતાં એન્જિનિયરીંગ કે MCA જેવા ઔપચારિક અભ્યાસક્રમોમાં તેની તાલીમ મળતી નથી. આ માટે ખાનગી સંસ્થાઓ પર આધાર રાખવો પડે છે. તાલીમ ઉપરાંત જે તે RDBMA હોય તેની પરીક્ષા આપીને સર્ટિફિકેટ લેવાથી પણ ખૂબ ફાયદો થાય છે. દા.ત. Microsoft SQL Server માટે Microsoft Certified DBA ઓરેકલ માટે OCDBA જેવાં સર્ટિફિકેટ ખૂબ મદદરુપ થાય છે.
અમદાવાદમાં ITS Data Solutions ઓરેકલના ટ્રેનિંગ પાર્ટનર છે અને ત્યાં ઓરેકલની પ્રમાણભૂત તાલીમ આપવામાં આવે છે. httlp://itsahmedabad.com ફોન : ૦૭૯-૨૭૪૩૨૪૯૨. જચક જયદિયિ માટે પણ સારી સંસ્થાઓમાં તાલીમ મળે છે.
આવનારા સમયમાં ઇન્ટરનેટ અને આઇટીના જબરદસ્ત વિકાસને લીધે DBAની તકો ખાસ્સી વધવાની. આ ઉપરાંત ક્લાઉડ કમ્પ્યુટિંગને લીધે પણ ઘણી નવી તકો ઊભી થશે. ખરેખર જાણકાર ઉઇઅની હંમેશાં અછત હોવાની, છતાં સોફ્ટવેર એન્જિનીયર માટે જેટલી નોકરીઓ હોય છે એટલી સંખ્યામાં DBA માટે તકો હોતી નથી. વળી ડેટાબેઝ એ સંવેદનશીલ હોઈ કોઈ પણ કંપની તેની જવાબદારી ફ્રીલાન્સરને ના આપે, વત્તા ફ્રીલાન્સિંગની ગોઠવણમાં ઘણી ટેક્નિકલ મયર્દિાઓ છે. માટે આ ક્ષેત્રે ફ્રીલાન્સિંગની તકો મર્યાદીત અથવા નહીંવત્ત છે. તેમ છતાં જો મહેનત કરવાની અને જવાબદારી લેવાની તૈયારી હોય તો આ ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું આયોજન કરવું જોઈએ.
(ભવિષ્યમાં ક્યારેક આપણે ડેટાવેરહાઉસિંગ, બિઝનેસ ઇન્ટેલિજન્સ વગેરે કારકિર્દીઓ અને ઓપન-સોર્સ જેવા વિષયો પર ચર્ચા કરીશું. જય પાઠકનો સંપર્ક Pathjaygmail.com પર થઈ શકે છે.)
કરિયર સેન્ટ્રલ ડિક્શનરી
૧. High Availibity:
અગાઉના નોંધેલા શબ્દ Real Timeની જેમ જ High Availibity એ એક ધોરણ છે. એનો અર્થ થાય છે કે કોઈ પણ સિસ્ટમ (ડેટાબેઝ, ઇન્ટરનેટ સર્વર, મોબાઇલ નેટવર્ક કે વીજળીનો સપ્લાય) કોઈ પણ કારણે ખોરવાય નહીં અને જો ખોરવાય તો કોઈ અન્ય સિસ્ટમ કે વૈકલ્પિક વ્યવસ્થા સમગ્ર ભાર પોતાની ઉપર લઈ લે. દા.ત. જો એક ડેટાબેઝ સર્વર કોઈ કારણસર ખોટકાય તો ટ્રાફિક મિરર સર્વર કહેવાતા સર્વર પર વાળી દેવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય ધોરણો પ્રમાણે ૯૯.૯૯૯૯૯% જેટલો સમય કોઈ પણ સિસ્ટમ કાર્યરત હોય ((આખા અઠવાડિયામાં માંડ .૬૦૫ સેકંડ માટે ડાઉન))તો તેને High Availibity સિસ્ટમ કહી શકાય. માટે જ ફેસબુક, ગૂગલ, કે મોબાઈલ નેટવર્ક (એમ તો અમદાવાદની વીજળી પણ!) જો ડાઉન થતા પણ હોય તો આપણને ખ્યાલ નથી આવતો. High Availibity માટે વપરાતી Mirroring Replication, Load Balacing વગેરે ટેક્નિકો અત્યંત રસપ્રદ છે, પણ સ્થળ સંકોચને લીધે આપણે ભવિષ્યમાં ક્યારેક તેની ચર્ચા કરીશું.
૨.બિઝનેસ ઇન્ટેલિજન્સ :
સેંકડો ગીગાબાઈટ કે ટેરાબાઈટ જેટલો ડેટા હોય પણ તેનો અર્થ શું થાય એ સમજવા માટે બિઝનેસ ઇન્ટેલિજન્સ નામના ટૂલનો ઉપયોગ થાય છે. રિપોર્ટ્સ, ચાર્ટ્સ, ટકાવારી અને અન્ય સ્વરુપે માહિતીને દશર્વિીને તેના વિશ્લેષણ માટે ઓપન-સોર્સ અને લાયસન્સ્ડ એમ બંને પ્રકારે ટૂલ્સ મળે છે. એમ કહો ને કે બિઝનેસ ઇન્ટેલિજન્સ વિના ડેટાબેઝનો કોઈ મતલબ નથી.


