(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વિશ્વનું પહેલું આઉટડોર પ્લેનેટોરિયમ

આપણાં શહેરો હવા, પાણી, જમીન અને અવાજની રીતે તો ઠીક, પ્રકાશની રીતે પણ અત્યંત પ્રદૂષિત થઈ ગયાં છે. રાત્રિના સમયે શહેરોમાં અગાશીએ ચઢીએ અને આકાશ વાદળા વિનાનું, ચોખ્ખું હોય તોય આપણને ગણ્યાગાંઠ્યા તારા દેખાય કારણ કે આપણી આંખ અને અસીમ તારાઓ વચ્ચે પ્રકાશનું જબરજસ્ત આવરણ આડું આવે!

ક્યારેક ગામડે જવાનું થાય અને અંધારી  રાતે આકાશમાં જોઈએ ત્યારે ખબર પડે કે આકાશમાં ખરેખર ગણ્યા ગણાય નહીં એટલા તારા છે!

વિજ્ઞાનીઓએ આકાશ અને અવકાશનો અભ્યાસ કરવાના અનેક રસ્તા શોધ્યા છે, પણ સામાન્ય લોકો માટે આકાશદર્શન એટલે કાં તો જાતે આકાશમાં મીટ માંડવી અથવા હવે જૂનવાણી થવા લાગેલાં પ્લેનેટોરિયમમાં જવું. ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, વડોદરા, રાજકોટ, પોરબંદર વગેરે શહેરોમાં વર્ષોથી પ્લેનેટોરિયમ છે, પણ લોકોને તેનું ખાસ આકર્ષણ રહ્યું હોય તેવું લાગતું નથી.

તમે કયારેક આવા કોઈ પ્લેનેટોરિયમમાં ગયા હશો તો જોયું હશે કે તેમાં ગુંબજ ધરાવતા એક અંધારિયા રૂમમાં, મશીનની મદદથી રાત્રિના સમયનું આકાશદર્શન કરાવવામાં આવે છે અને વિવિધ નક્ષત્રો, તારાઓની સમજ આપવામાં આવે છે.

જૂન ૨૩, ૨૦૧૮થી કેનેડાના ક્યુબેકમાં, આનાથી બિલકુલ જુદું જ એક પ્લેનેટોરિયમ શરૂ થયું. નેશનલ જ્યોગ્રાફિક દ્વારા શરૂ કરવામાં આવેલું આ વિશ્વનું સર્વ પ્રથમ આઉટડોર, ઓપન-ટુ-એર પ્લેનેટોરિયમ છે!

તેના મુલાકાતીઓને એક સ્માર્ટફોનની સાથે ઓગમેન્ટેડ રિયાલિટી વ્યૂઅર આપવામાં આવે છે. મુલાકાતીઓ ખુલ્લા એમ્ફીથિયેયટરમાં, આંખો પર એઆર હેડસેટ પહેરીને બેસે છે અને કાળીડિબાંગ રાતના અંધારામાં તેઓ આકાશમાં દેખાતા તારાઓ સામે નજર માંડે છે ત્યારે આંખ અને તારાઓની વચ્ચે ઓગમેન્ટેડ રિયાલિટી દ્વારા ડિજિટલ કન્ટેન્ટ એક નવું પારદર્શી આવરણ રચવામાં આવે છે, જેની મદદથી લોકો વિવિધ કોન્સ્ટિલેશન્સની સમજ કેળવે છે!

શો પૂરો થયા પછી, તેઓ એઆર હેડસેટ ઘરે લઈ જઈ શકે છે અને પોતાના સ્માર્ટફોનમાંથી એ શોનું કન્ટેન્ટ પ્લે કરીને મિત્રોને બતાવી શકે છે!

અવકાશવિજ્ઞાનને લોકો સુધી પહોંચાડવાનો આથી વધુ રસપ્રદ રસ્તો કયો હોઈ શકે?

સંબંધિત વીડિયો જુઓ : https://vimeo.com/254586045

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!