તમે કોઈને ઇન્ટરનેશનલ કુરિયર મોકલ્યું કે તમે ઓનલાઇન શોપિંગ સાઇટમાંથી કંઈ ખરીદી કરી?
તમારા શિપિંગ કન્સાઇન્મેન્ટને ટ્રેક કરવા માટે, જે તે સર્વિસની વેબસાઇટ ફંફોસવાને બદલે, પેકેજ નંબર સીધો જ ગૂગલના સર્ચ બોક્સમાં લખો. તમારી શિપિંગ કંપની ઠીક ઠીક મોટી હશે તો તમે સીધા જ તેના ટ્રેકિંગ પેજ પર પહોંચી જશો.
કોઈ પણ મહિના-વર્ષના મહત્ત્વના બાનાવો જાણવા માટે વિકિપીડિયામાં સર્ચ બોક્સમાં મહિનો અને વર્ષ લખી જુઓ. અલબત્ત, જે પરિણામો મળશે તે આખા વિશ્વના સંદર્ભે હશે.

