હમણાં ભારતીય રેલવેએ ડિજિટલ ઇન્ડિયાની દિશામાં એક નોંધપાત્ર પહેલ કરી. રેલવેએ ૯૦ હજાર કર્મચારીઓની ભરતી કરવાનો નિર્ણય કર્યો છે.
આ માટે લગભગ ૨.૩ કરોડ લોકોએ અરજી કરી છે. જો રેલવે તંત્રએ આ તમામ લોકોની પરંપરાગત પદ્ધતિ મુજબ કાગળ પેન આધારિત પરીક્ષા લીધી હોત તો એ માટે અંદાજે ૭.૫ કરોડ કાગળની જરૂરિયાત ઊભી થઈ હોત. પરંતુ હવે રેલવેએ સમગ્ર પરીક્ષા ઓનલાઇન લેવાનો નિર્ણય કર્યો છે.
વિશ્વભરમાં આ સૌથી મોટી ઓનલાઇન ભરતી પ્રક્રિયા બનશે. દેખીતું છે કે એ માટે વીજળીનો ખર્ચ તો થશે પરંતુ કાગળ બચવાના કારણે લગભગ દસ લાખ જેટલાં વૃક્ષો કપાતાં બચી જશે.
