(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

કરામતી કેલ્ક્યુલેટર એપ

તમારા ખિસ્સામાં એક સ્માર્ટફોન હોય પછી તમારે કાંડાઘડિયાળ, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, કેલેન્ડર વગેરે અલગ અલગ ઘણી ચીજોની જરૂર રહેતી નથી.

ફોન સાદો હોય કે સ્માર્ટ, દરેકમાં કેલ્ક્યુલેટર અચૂક હોય છે, પણ એ હોય છે તદ્દન બેઝિક. તમને થશે કે કેલ્ક્યુલેટરમાં ગણતરીની સગવડથી વધુ હોય પણ શું? સાદા લાગતા કેલ્ક્યુલેટરમાં કેવી કેવી ખાસિયતો ઉમેરી શકાય એ જોવું હોય તો તમારા સ્માર્ટફોનમાં ‘કેલ્ક્યુ’ નામની એપ ઉમેરવા જેવી છે. આ પણ અંતે તો કેલ્ક્યુલેટર જ છે, પણ એક વાર તેને ઉપયોગ શરૂ કરશો પછી સાદા કેલ્સીને આંગળી અડાડવાનું ગમશે નહીં!

પહેલી વાત એ કે આ એક સાદું વત્તા સાયન્ટિફિક કેલ્ક્યુલેટર છે. ફક્ત દેખાવની વાત કરીએ તો આ કેલ્ક્યુટલેટરને તમે જુદી જુદી ૧૨ સ્કીનથી જુદા જુદા રંગરૂપ આપી શકો છો.

પણ આ કેલ્સીની મજા ફક્ત એના રંગરૂપમાં નથી. એમાં કેલ્ક્યુલેટરમાં આપણે વિચારી ન હોય છતાં ખરેખર ઉપયોગી થાય એવી ઘણી સુવિધા ઉમેરવામાં આવી છે. જેમ કે કેલ્ક્યુલેટરમાં આપણે વારંવાર બધા આંકડા ભૂંસવાની કસરત કરવાની રહેતી હોય છે, એ કામ આ કેલ્સીમાં આંગળીના હળવા લસરકાથી જ થઈ જાય છે.

કેલ્ક્યુલેટરમાં આપણે જુદી જુદી પાંચ-સાત રકમના સરવાળા-બાદબાકી કે ગુણાકાર-ભાગાકાર કરવાના હોય તો બધી રકમ અને નિશાનીઓ લખ્યા પછી છેલ્લે બરાબરની નિશાની ક્લિક કરીએ અને જવાબ મેળવીએ ત્યારે મનમાં શંકા તો રહે જ છે કે આપણે બધી રકમ અને નિશાની સાચી તો લખી હતીને? કેટલાંક કેલ્ક્યુલેટરમાં આ બધું ચેક કરવાની સગવડ હોય છે, પણ બધામાં નહીં. જ્યારે આ કેલ્ક્યુલેટરમાં બધું જ આપણી નજર સમક્ષ રહે છે. એટલે કે આપણે ૨૧૫ ગુણ્યા ૯ લખીએ તો સ્ક્રીન પર નાના અક્ષરે આ બંને રકમ અને વચ્ચે ગુણ્યાની નિશાની જોવા મળે છે અને ઉપર મોટા અક્ષરે તેનો જવાબ જોઈ શકાય છે, એ પણ બરાબરની નિશાની પર ક્લિક કર્યા વિના! વળી નવી કોઈ ગણતરી કરો તો એ નીચે ઉમેરાતી જશે અને ઉપર જવાબ બદલાતો જશે!

તમે કઈ કઈ ગણતરીઓ કરી એ જોવું હોય તો ફરી આંગળીના એક હળવા ઇશારે, સ્ક્રીન પર સ્વાઇપ ડાઉન કરતાં, આપણે કરેલી ગણતરીઓની હિસ્ટ્રી જોવા મળશે. ગણતરીઓ બોરિંગ જ હોય એવું તમે માનતા હો તો આ ફ્રી એપ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી જુઓ, તમારી આંગળીઓમાં સતત ગણતરી કરવાનો સળવળાટ થયા કરશે!

એન્ડ્રોઇડ પ્લે સ્ટોરમાં આ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરોઃ https://play.google.com/store/apps/details?id=com.candl.athena

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!