(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એન્ડ્રોઇડ ડિવાઇસમાં જીમેઇલમાંથી સાઇન-આઉટ કેવી રીતે થવાય?

સવાલ લખી મોકલનારઃ નિખિલ મહેતા, સુરત 

બહુ મહત્ત્વનો સવાલ. નિખિલભાઈ લખે છે કે “હું જીમેઇલમાં ઈ-મેઇલ એકાઉન્ટ ધરાવું છું. હું જ્યારે મારા એન્ડ્રોઇડ ડિવાઇસમાં ઈ-મેઇલ ઓપન કરું છું ત્યારે મારો ઈ-મેઇલ પાસવર્ડ પૂછવામાં આવતો નથી અને ડાયરેક્ટ ઇનબોક્સ ઓપન થઈ જાય છે. એનો અર્થ તો એ થયો કે જો કોઈને મારો મોબાઇલ મળે તો એ વ્યક્તિ મારા પાસવર્ડની જરૂર વિના મારા ઇનબોક્સ સુધી પહોંચી શકે. મારા એન્ડ્રોઇડ ફોનમાં બીજી કોઈ વ્યક્તિને મારું ઈ-મેઇલ એકાઉન્ટ ખોલતાં અટકાવવાનો કોઈ રસ્તો છે?

મજાની વાત એ છે કે દિવસ-રાત આપણા સૌના હાથમાં મોબાઇલ હોય છે, વારંવાર આપણે સૌ મોબાઇલમાં મેઇલ બોક્સ ઓપન કરીને મેઇલ ચેક કરતા રહીએ છીએ અને છતાં આ મુદ્દા તરફ આપણું ધ્યાન જતું નથી.

હકીકતમાં, નવાઈ લાગે એવી વાત છે પણ મોબાઇલની જીમેઇલ એપમાં સાઇન-આઉટ થવાની સુવિધા હોતી

નથી! માત્ર જીમેઇલ નહીં, ગૂગલ કેલેન્ડર, ગૂગલ ડ્રાઇવ વગેરેમાંથી પણ આપણે સાઇન-આઉટ થઈ શકતા નથી.

કેમ? એક દલીલ એવી છે કે એન્ડ્રોઇડ ડિવાઇસ, પછી તે ટેબલેટ હોય કે સ્માર્ટફોન, ગૂગલની વિવિધ સર્વિસનો યુઝરને લાભ મળી શકે એ વાત ધ્યાને રાખીને ડિઝાઇન કરવામાં આવેલ છે.

ગૂગલની લગભગ બધી જ સર્વિસ પણ એકબીજા સાથે વધુ ને વધુ સંકળાઈ રહી છે, જેમ કે જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ પ્લસ ફોટોઝમાં હવે કમ્બાઇન્ડ સ્ટોરેજ મળે છે. ગૂગલ ડ્રાઇવમાંનાં ડોક્યુમેન્ટ્સ જીમેઇલ દ્વારા મોકલી શકાય છે અને જીમેઇલમાં આવેલાં એટેચમેન્ટસ ડ્રાઇવમાં શેર કરી શકાય છે. એટલે જ તો ડેસ્કટોપમાં ગૂગલમાં સાઇન-ઇન થવાનાપેજ પર ‘વન એકાઉન્ટ. ઓલ ઓફ ગૂગલ’ લખેલું જોવા મળે છે.

એક એકાઉન્ટથી ગૂગલની વિવિધ સેવાઓનો લાભ આપવાના આ અભિગમને મોબાઇલ ડિવાઇસમાં પણ વિસ્તારવામાં આવ્યો છે. પરિણામે, ગૂગલ સર્વર પરની આપણી બધી માહિતી, જેમ કે જીમેઇલમાંના મેઇલ્સ, કોન્ટેક્ટ્સ, ડ્રાઇવમાંનાં ડોક્યુમેન્ટ્સ વગેરે – આપણે ઇચ્છીએ તો – મોબાઇલ સાથે સિન્ક્ડ રાખી શકીએ છીએ.

આપણા પ્રશ્નના સંદર્ભમાં, આ ‘સિન્ક’ શબ્દ મહત્ત્વનો છે. મોબાઇલમાં આપણે ગૂગલની વિવિધ સુવિધામાં સતત સાઇન-ઇન રહીએ તો ગૂગલમાંનો બધો ડેટા મોબાઇલ ડિવાઇસ સાથે સતત સિન્ક્ડ રહી શકે. ગૂગલ નાઉ આપણા જીમેઇલ, કેલેન્ડર વગેરેમાંની વિગતોને આધારે જ આપણને જ‚રી માહિતી સામેથી આપી શકે છે.

આપણે નવો એન્ડ્રોઇડ સ્માર્ટફોન લઈને તેમાં આપણા ગૂગલના એકાઉન્ટથી સાઇન-ઇન થઈએ એટલે ગૂગલની વિવિધ એપમાં પણ સાઇન-ઇન થઈ જઈએ છીએ. ગૂગલ તેના હેલ્પ પેજ પર કહે છે કે તમે તમારા ડિવાઇસમાંથી ગૂગલનું એકાઉન્ટ દૂર કરો તો તમે ગૂગલની બધી એપ્સમાંથી સાઇન-આઉટ થઈ જશો, એ સિવાય જીમેઇલમાંથી સાઇન-આઉટ થઈ શકાતું નથી.


ગૂગલ કહે છે કે તમે સાઇટ-આઉટ થયા વિના પણ તમારા ઇનબોક્સને બીજાથી બચાવી શકો છો. જેમ કે ફોનને પાસવર્ડ લોકથી પ્રોટેક્ટ કરવો. સ્માર્ટફોનને ફક્ત આંગળીના લસરકાથી ઓપન કરવાને બદલે પાસવર્ડથી પ્રોટેક્ટેડ રાખવાનું આ વધુ એક અને મહત્ત્વનું કારણ છે. એ સિવાય તમારા ટેબલેટ (કેટલાક સ્માર્ટફોનમાં પણ આ સુવિધા હોય છે)માં એન્ડ્રોઇડ ૪.૨ જેલી બીન કે તેથી ઉપરનું વર્ઝન હોય તો તેમાં તમે અલગ અલગ યુઝર સેટ કરી શકો છો અને મુખ્ય સિવાયના યુઝર બીજાની એપ ઓપન કરી શકતા નથી.

છેલ્લો ઉપાય સ્માર્ટફોનમાં ગૂગલ એકાઉન્ટથી સાઇન-ઇન થવાને બદલે, બ્રાઉઝર ઓપન કરીને તેમાં જીમેઇલ એક્સેસ કરવાનો છે, તેમાં સાઇન-આઉટની સગવડ મળશે, પણ તો સ્માર્ટફોન રાખવાનો મુખ્ય હેતુ જ માર્યો જાય!

આ પ્રોબ્લેમ માત્ર જીમેઇલ કે ગૂગલની એપ્સનો નથી. ટવીટરમાં સાઇન-આઉટ થવાની સગવડ છે, પણ તે વાસ્તવમાં ડિવાઇસમાંથી આપણું એકાઉન્ટ અને ટવીટરનો ડેટા રીમૂવ કરે છે (તેનાથી મૂળ ટવીટરનું એકાઉન્ટ ડિલીટ થતું નથી). વોટ્સએપને પણ પ્રોટેક્ટ કરવા માટે હવે વોટ્સએપ ટુ-સ્ટેપ-વેરિફિકેશનની સગવડ આપી છે, પણ એપને અલગથી લોક કરવાની સગવડ નથી. થર્ડ પાર્ટી એપ્સ હોય છે, પણ તે ખાસ ભરોસાપાત્ર નથી.

ફક્ત ફેસબુક આ મામલે સૌથી આગળ છે. જેમ કોઈ પણ કમ્પ્યુટરમાં આપણે ફેસબુકમાં સાઇન-ઇન કે સાઇન-આઉટ થઈ શકીએ એટલી જ સહેલાઈથી મોબાઇલ ડિવાઇસમાં પણ શક્ય છે.

અલબત્ત, ગૂગલ, ટવીટર, વોટ્સએપ વગેરે આ વિશે વધુ વિચારે અને દરેક એપમાંથી સાઇન-આઉટ થવાની સુવિધા આપે ત્યાં સુધી આપણી પાસે ફોનને પાસવર્ડ લોક કરવાનો એક જ રસ્તો રહે છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!