આગળ શું વાંચશો?
- આખું ઈ-પેપર કેવી રીતે ડાઉનલોડ થઈ શકે?
સવાલ લખી મોકલનારઃ આયુષ શાહ, ભૂજ (કચ્છ)
સૌથી પહેલાં તો, આ સવાલ માટે અભિનંદન! ‘સાયબરસફર’માં મુખ્યત્વે જે ત્રણ બાબત પર ભાર મૂકાય છે, તે છે ક્યુરિયોસિટી, ક્રિએટિવિટી અને પ્રોડક્ટિવિટી. તેમાંથી પહેલી બાબત આ પ્રશ્નમાં બરાબર દેખાઈ આવે છે!
મોટા ભાગે આપણે જ્યારે પણ સ્માર્ટફોનમાં કોઈ એપ અપડેટ કરીએ ત્યારે ત્યારે તેના ‘વોટ્સ ન્યૂ ઇન અપડેટેડ વર્ઝન’માં મોટા ભાગે આમ લખેલું હોય છે – Bug Fixes.
તમામ પ્રકારનાં સોફ્ટવેર કે એપ્લિકેશનમાં મોટા ભાગે, નાની મોટી ભૂલ રહી જતી હોય છે, જે તેના ટેસ્ટિંગમાં પણ ક્યારેક પકડાઈ ન હોય. ટેકનિકલ ભાષામાં બગ એટલે આવી ભૂલ. જ્યારે લોકો એ એપ્લિકેશન વાપરવા લાગે અને તેમાં રહેલી ભૂલ વિશે ડેવલપરનું ધ્યાન દોરે અથવા તો ડેવલપરને પોતાને ભૂલ નજરમાં આવે ત્યારે તેઓ તેના નવા વર્ઝનમાં એ ભૂલ ફીક્સ કરી લે એટલે કે સુધારી લે.
આમ બગ ફિક્સીઝ એટલે બીજું કંઈ નહીં પણ, એવી ખાતરી એપ્લિકેશનમાં રહી ગયેલી અને ધ્યાનમાં આવેલી ભૂલો સુધારી લેવામાં આવી છે!
આખું ઈ-પેપર કેવી રીતે ડાઉનલોડ થઈ શકે?
સવાલ લખી મોકલનારઃ દર્શિલ ટાંક (રાજકોટ)
દર્શિલભાઈ ‘દિવ્ય ભાસ્કર’ની ‘કળશ’ પૂર્તિના અગાઉના બધા અંકો ડાઉલોડ કરવા માગે છે, પરંતુ સમસ્યા એ છે કે એક એક પેજની પીડીએફ ખૂલે છે અને ડાઉનલોડ થઈ શકે છે, આખી પૂર્તિ એક સાથે ડાઉનલોડ થઈ શકતી નથી!
કમનસીબે, હાલ પૂરતો આનો કોઈ ઉપાય નથી. ઇ-પેપર મૂકનાર અખબાર પોતે જો આખું અખબાર એક સાથે પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ કરવાની લિંક આપે તો જ એ શક્ય બને છે, એ સિવાય એક-એક પેજ ડાઉનલોડ કરવું પડે છે.
આ શક્ય બનાવતાં કેટલાંક સોફ્ટવેર કે એપ અગાઉ જોવા મળ્યાં હતાં, પણ તેમાં રહેલી ખામીઓને કારણે હવે તે ગાયબ છે.


