(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સબમરીન કેબલ્સનું જાળું બતાવતા મેપ્સ

જો તમે સાયબરસફર સાથે લાંબા સમયથી જોડાયેલા હશો તો તમે જાણતા હશો કે ફેબ્રુઆરી ૨૦૧૫માં આપણે ઇન્ટરનેટ ડેટાની રસપ્રદ સફર સાત સમંદર પાર શીર્ષક હેઠળ આખી દુનિયાના જુદા જુદા દેશો વચ્ચે ઇન્ટરનેટ ડેટાની આપ-લે કરતા સબમરીન કેબલ્સની વિગતવાર વાત કરી હતી.

આખી દુનિયાના મહાસાગરોમાં ઇન્ટરનેટ ડેટાની આપલે કરતા સબમરીન કેબલ્સનું જાળું સતત વિસ્તરતું જાય છે. આ દિશામાં કેવાં પરિવર્તનો આવી રહ્યાં છે, એ નક્શા પર બતાવતી કેટલીક સાઇટ્સની લિંક જાણી લો…

(૧) ટેલીજિયોગ્રાફી નામની એક કંપની દર વર્ષે આખી દુનિયાના અન્ડરસી કેબલ્સનો અપડેટેડ મેપ રીલિઝ કરે છે. આ કંપનીએ હમણાં ૨૦૧૮નો મેપ રીલિઝ કર્યો છે. તેની સ્થિતિ મુજબ અત્યારે સમગ્ર વિશ્વમાં કુલ ૪૨૮ સબમરીન કેબલ્સ ડેટાની આપ-લે કરી રહ્યા છે. આ કેબલ્સની કુલ લંબાઈ ૧૧ લાખ કિલોમીટર છે.

આ ઇન્ટરએક્ટિવ મેપ છે. એટલે કે તેમાંથી તમે અન્ય વિવિધ પ્રકારની માહિતી જોઈ શકશો. જુઓ : http://submarine-cable-map-2018.telegeography.com/

આ જ લાંબી લિંકનું ટૂકું સ્વરૂપ છે આ : http://bit.ly/cs-cable

(૨) સબમરીન કેબલ્સનું પ્રમાણ વર્ષોવર્ષ સતત વધતું ગયું છે, એ તો આપણે જાણીએ છીએ, પણ કેટલુંક વધી રહ્યું છે? ક્વાર્ટઝ નામની એક વેબસાઇટ પર ૧૯૯૦થી ૨૦૧૬ સુધી દર વર્ષે ઇન્ટરનેટ માટેના સબમરીન કેબલ્સનું જાળું મહાસાગરોના તળિયે કેવું વિસ્તરતું ગયું એ દશર્વિતો ઇન્ટરેક્ટિવ મેપ તૈયાર કરવામાં આવ્યો છે, જે તમે આ લિંક પર જોઈ શકો છો.https://qz.com/657898/this-map-shows-the-explosive-growth-of-underwater-cables-the-power-the-global-internet/  

આ જ લાંબી લિંકનું ટૂકું સ્વરૂપ છે આ : http://bit.ly/qzcablemap

(૩) ક્વાર્ટઝ વેબસાઇટ પર કેબલ્સનો મેપ જોતા એવું લાગશે કે ૧૯૯૦ પહેલાં મહાસાગરોમાં કોઈ કેબલ જ નહોતા.

પરંતુ એવું નથી. ક્વાર્ટઝ વેબસાઇટ પર મુખ્યત્વે ઇન્ટરનેટ ડેટાની આપલે માટેના સબમરીન કેબલ્સની વાત કરવામાં આવી છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાના બે ખંડને જોડતા કેબલ મહાસાગરના તળિયે બિછાવવાનું કામ સૌથી પહેલી વાર છેક ૧૮૫૮માં થયું હતું.

ત્યારે એ કેબલનો ઉપયોગ ટેલિગ્રાફ સેવા માટે થતો હતો.


એની પણ પહેલાં બ્રિટન અને ફ્રાન્સ વચ્ચે ૧૮૫૦માં અન્ડર સી ટેલિગ્રાફ કેબલ પાથરવામાં આવ્યો હતો.

એ સમયના મેપ્સ પણ ઉપલબ્ધ છે. એ જોવા માટે ગૂગલમાં telegraph cable map સર્ચ કરી જુઓ, સંખ્યાબંધ મેપ્સ મળી આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!