(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મોબાઇલમાં પાણી કે પાણીમાં મોબાઇલ જાય ત્યારે…

ચોમાસામાં મસ્ત મજાનો વરસાદ વરસવાનો શરૂ‚ થયો હોય એ આપણે ઓફિસેથી કે શાકભાજી લઈને ઘેર પાછા ફરી રહ્યા હોઈએ તો પછી વરસાદમાં એ…ઇને મોજથી પલળતાં ફક્ત એક જ ચીજ આપણને રોકી શકે – ના, છત્રી નહીં, આપણો મોબાઇલ! આજે વરસાદ નહીં પડે એવી હવામા ખાતાની આગાહી પર વિશ્વાસ રાખીને આપણે પ્લાસ્ટિક બેગની વ્યવસ્થા રાખ્યા વિના બહાર નીકળ્યા હોઈએ તો ફોનને પાણીથી બચાવવાની પહેલી ચિંતા રહે.

વરસાદને કારણે મોબાઇલમાં પાણી જાય કે ગફલતથી મોબાઇલ હાથમાંથી છટકે અને અને આખોઆખો પાણીમાં જાય – બંને સ્થિતિમાં, મોબાઇલને બચાવવાનું મુશ્કેલ તો બને, પણ ઝડપથી કેટલાંક પગલાં લઈ શકીએ તો મોબાઇલથી સાવ હાથ ધોઈ નાખવા પડે એવી સ્થિતિ ટાળી શકાય.

સૌથી પહેલાં…

ફોને શક્ય એટલો જલદી બંધ કરો. ફોનમાં પાણી ગયા પછી એ જેટલો સમય ચાલુ રહેશે એટલી તેને નુકસાન થવાની સંભાવા વધશે.

પાણી મોબાઇલમાંથી ઇલેક્ટ્રોકિ સર્કિટ્સને દેખીતી રીતે નુક્સાન હોંચાડી શકે છે, પણ આ નુકસાન શક્ય એટલું ઘટાવવા માટે, સૌથી પહેલાં, મોબાઇલમાંથી બેટરી કાઢી લો. ઇલેક્ટ્રોકિ સર્કિટ બોર્ડમાંનાં કનેક્શન્સ પાણીને કારણે એક બીજા સાથે કનેક્ટ થાય અને બેટરીથી આ સર્કિટ્સમાં પાવર ચાલુ હોય તો સર્કિટ તરત શોર્ટ થાય છે.

એ જ રીતે, મોબાઇલમાં ગયેલા પાણી માટે બહાર નીકળવાના રસ્તા અવરોધાઈ શકે એ બધું જ (અને જેને દૂર કરી શકાતું હોય તે), જેમ કે સિમ કાર્ડ, એસડી કાર્ડ, હેડફોન વગેરે ફોનથી ડિસ્કનેક્ટ કરી દો. કાર્ડા સ્લોટ પર રબરું કવર હોય તો તેને પણ ખોલી નાખો.

ફોનની વોરંટી પૂરી થઈ ગઈ હોય તો તો તેને શક્ય એટલો ખોલી નાખી શકાય. એમ ન થઈ શકે, તો બેટરી કાઢવા પૂરતો ખોલીને તેના બધા ખૂણામાં જોશભેર હવા ફૂંકો. કમ્પ્રેસ્ડ એરનું કેન કે બિલકુલ નાના પોર્ટેબલ વેક્યુમ ક્લીનરથી આ કામ થઈ શકે.  એ ન હોય તો સામાન્ય હેરડ્રાયરનો પણ ઉપયોગ થઈ શકે, પરંતુ તેને બંધ રાખીને. ગરમ હવા બ્લો કરવા જતાં મોબાઇલમાંના પ્લાસ્ટિકના ભાગને નુક્સાન થઈ શકે અને પાણીની વરાળ બનતાં તે વધુ ફેલાઈ પણ શકે. ફોનને ક્યારેક માઇક્રોવેવ ઓવનમાં ‘સૂકવવાની કોશિશ’ પણ ક્યારેય કરશો નહીં.

સૌથી છેલ્લો ઉપાય – નવાઈ લાગશે – પણ ચોખાની બરણીમાં મોબાઇલ મૂકી દેવાનો છે! એરટાઇટ બંધ થઈ શકે એવી ટપરવેર પ્રકારની બરણીમાં સાદા ચોખા ભરી, તેમાં વચ્ચે મોબાઈલ મૂકી, ઢાંકણને એરટાઇપ બંધ કરી દો. બરણીમાં હવા જેટલી ઓછી રહેશે એટલો વધુ ફાયદો થશે. આ વાતનો અનુભવ નથી, પણ જાણકારો કહે છે કે આ રીતે લગભગ બે કે વધુ દિવસ મોબાઇલને ચોખામાં રાખતાં તેમાંનું પાણી શોષાઈ જાય છે અને મોબાઇલ યથાવત ચાલુ થવાની સંભાવના વધી જાય છે! અલબત્ત આ ઉપાય વિશે મતમતાંતર છે.

હજી વધુ એક નવાઈનજક વાત, ફોન દરિયાના પાણીમાં ડૂબ્યો હોય તો બેટરી કાઢ્યા પછી ઉપલાં બધાં પગલાં લેતાં પહેલાં, તેને સાદા પાણીથી ધોવાથી ફોન બચવાની શક્યતા વધી જશે! દરિયાનું ખારું પાણી સૂકાતાં ફોનમાં મીઠાનું બારીક પડ થઈ શકે અને એ ફોન માટે વધુ નુક્સાનકારક સાબિત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!