(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ભારતમાં પણ હાથવગા બન્યા ઇન્ડોર મેપ્સ!

ગૂગલ મેપ્સમાં હવે ભારતનાં ૨૨ શહેરોનાં ૭૫ સ્થળોના ઇન્ડોર મેપ્સ ઉપલબ્ધ થયા છે, મતલબ કે મોલમાં કોઈ ચોક્કસ શોપ શોધવા હવે ફાંફાં મારવાં પડશે નહીં!

માની લો કે તમે બે-ચાર મિત્રકુટુંબો બેંગલોર ફરવા ગયા છો અને ત્યાં ઓરિઓન કે ગોપાલન સિગ્નેચર મોલ જેવા કોઈ મોટા મોલમાં શોપિંગ કરવા પહોંચ્યા છો. શોપિંગ કરતાં કરતાં બધાં કુટુંબો અલગ અલગ થઈ ગયાં અને હવે કોઈ એક સ્થળે ભેગા થવું છે. તો શું કરશો? યસ, મોબાઇલથી તમારા મિત્રને ફોન જોડીને કહેશો કે અમે – ધારો કે કાફે કોફી ડે પાસે – ઊભા છીએ, તમે ત્યાં આવી જાવ. બરાબર. પણ તમે અને તમારા મિત્રનો પરિવાર એ મોલમાં પહેલી જ વાર ગયા છો, તમારા મિત્રે કાફે કોફી ડે શોધવા માટે ફાંફાં જ મારવાં પડશે.

હવે ભારતમાં પણ શોપિંગ મોલ અને તેના જેવી બીજી ઘણી જગ્યાઓ એટલી વિશાળ થવા લાગી છે કે આપણે વારંવાર જતા હોઈએ તોય ભૂલા પડી જઈએ. હવે એનો એક સહેલો ઉપાય આવી ગયો છે – ઇન્ડોર મેપ્સ સ્વરુપે.

માર્ચ મહિનાથી, ભારતનાં ૨૨ શહેરોમાંનાં શોપિંગ મોલ, મ્યુઝિયમ, ક્ન્વેન્શન સેન્ટર વગેરે કુલ ૭૫ સ્થળોના ઇન્ડોર મેપ્સ પણ હવે ગૂગલ મેપ્સ પર ઉપલબ્ધ થયા છે. સારા મોલમાં હવે મોટા ભાગે અલગ અલગ સ્થળ પર ફ્લોર મેપ પણ મૂકેલા હોય છે, પણ ક્યારેક એ મેપ શોધવા જ મુશ્કેલ બનતા હોય છે. હવે આ મેપ્સ આપણા હાથમાં જ આવી પહોંચ્યા છે.

અત્યારે ગુજરાતમાં ફક્ત વડોદરામાંના ઇનોર્બિટ મોલનો ઇન્ડોર મેપ ગૂગલ મેપ્સ પર ઉપલબ્ધ છે, પણ આપણે આ ઇન્ડોર મેપ કેવા લાગતા હશે એ જોવા માટે છેક વડોદરા સુધી લાંબા થવાની જરૂર નથી. તમારા પીસી કે સ્માર્ટફોનમાં ગૂગલ મેપ્સ ઓપન કરીને તેમાં તમે વડોદરાનો ઇનોર્બિટ મોલ સર્ચ (inorbit mall, vadodara) કરશો એટલે વડોદરા શહેરમાં નક્શા પર આ મોલ દેખાશે. મોલવાળો ભાગ ઝૂમ કરશો એટલે મોલની અંદરની વિવિધ શોપ્સનાં નામ પણ નક્શા પર જોવા મળશે.

હવે તેમાં કોઈ એક શોપના નામ પર ક્લિક કરશો એટલે સ્ક્રીન પર નીચે જમણે ખૂણે અલગ અલગ ફ્લોરના આંકડા જોવા મળશે. હવે ગ્રાઉન્ડ ફ્લોર કે પહેલા/બીજા માળ પર ક્લિક કરશો એટલે એ ફ્લોર પરની શોપ્સ નક્શા પર જોવા મળશે! તેની નીચેના એરો પર ક્લિક કરશો એટલે આખા સ્ક્રીન પર નીચે એક પટ્ટીમાં વિવિધ તસવીરો જોવા મળશે, જેના પર ક્લિક કરતાં, કોઈ સ્ટોર અંદરથી કેવો દેખાય છે તેનો ઇનસાઇડ વ્યૂ પણ જોઈ શકો છો.

તમે સાયબરસફરનો એપ્રિલ ૨૦૧૩નો અંક વાંચ્યો હશે (આ એક અંક https://duplics.cybersafar.in/familyguide/ પર સૌ માટે ફ્રીમાં ઉપલબ્ધ છે) તો તેમાં ગૂગલ મેપ્સની વિવિધ માહિતી સાથે, નેવિગેશનની સુવિધાની પણ વાત કરી હતી. આ સુવિધાથી આપણે રાજકોટમાં ભક્તિનગર સર્કલથી રૈયા રોડ જવું હોય તો કારમાં સ્માર્ટફોનમાં નેવિગેશન એપ ઓપન કરી તેમાં બંને ડેસ્ટિનેશન આપીએ એટલે દરેક વળાંક સહિત સંપૂર્ણ માર્ગદર્શન (શબ્દના ખરા અર્થમાં!) મળશે. નેવિગેશનની આ સુવિધા ઇન્ડોર મેપમાં પણ સામેલ છે, જ્યાં આ સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં મોલમાં પહેલાથી બીજા માળે જઈએ તો ફોનમાં આપોઆપ બીજા માળનો મેપ ડિસ્પ્લે થાય છે અને મોલમાં જે તે જગ્યાએ પહોંચવા માગતા હો તેની વોકિંગ ડિરેક્શન પણ જાણવા મળશે!

અને હા, ગૂગલ કહે છે કે ભારતમાં ઇન્ડોર મેપ્સનું આ પહેલું પગલું છે! જો તમે કોઈ મોલના માલિક હો અને તમારા બિલ્ડિંગનો ફ્લોર પ્લાન ગૂગલ મેપ્સ પર મૂકવા ઇચ્છતા હો તો પહોંચો આ વેબસાઇટ પર : http://maps.google.com/floorplans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!