(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એન્ડ્રોઇડની કેટલીક ખાસ વાત…

જો તમે નવો નવો સ્માર્ટફોન લીધો હોય તો આ ફોનમાં જેમ ઊંડા ઊતરતા જશો તેમ તેમ તેની અનેક નવી ખૂબીઓ તમારી નજર સામે આવતી જશે. અહીં સ્માર્ટફોનની કેટલીક બહુ પાયાની, પણ નવા ફોનધારકો માટે નવી વાત આપી છે.

સ્માર્ટફોન એક રીતે ભારતની ચૂંટણી વ્યવસ્થા જેવા છે – ઉપયોગી બહુ, પણ ગૂંચવે પણ બહુ! તમે નવો નવો એન્ડ્રોઇડ સ્માર્ટફોન લીધો હોય કે થોડા સમયથી એનો ઉપયોગ કરી રહ્યા હો, કેટલીક પાયાની વાતની પૂરતી જાણકારી ન હોય તો સ્માર્ટફોન જેટલો ઉપયોગમાં લઈ શકો તેમ હોય તેના કરતાં તેનો ઓછો લાભ મળે. અહીં એવી કેટલીક પ્રાથમિક વાત જાણી લઈએ જે તમને સ્માર્ટફોનના વધુ સ્માર્ટયુઝર બનાવશે! અલબત્ત, આ બધું, તમારા ફોનના મોડેલ અને એન્ડ્રોઇડના વર્ઝન અનુસાર જુદું જુદું હોઈ શકે છે.

તમારા ફોનમાં એન્ડ્રોઇડનું જૂનું વર્ઝન હોય કે તમે જાણી જ લીધું હશે કે આપણા કમ્પ્યુટરની જેમ સ્માર્ટફોનમાં પણ ડેસ્કકોપ જેવો હોમસ્ક્રીન હોય છે. ફેર એટલો કે કમ્પ્યુટરમાં આપણને ફક્ત એક ડેસ્કટોપ સ્ક્રીન મળે છે જ્યારે સ્માર્ટફોનમાં એક કરતાં વધુ હોમસ્ક્રીન હોય છે (તમે ઉબન્ટુ જેવી ઓપરેટિંગ સિસ્ટમ ટ્રાય કરી હોય તો તેમાં પીસીમાં પણ એક કરતાં વધુ ડેસ્કટોપ સ્ક્રીન મળી શકે છે!). ફોનમાં, ફોન ખરીદતી વખતે બાય ડિફોલ્ટ જે એપ્સ આવી હોય અને જે આપણે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરીને ઉમેરીએ તે બધી ફોનની સિસ્ટમમાં એપ્સ ડ્રોઅરમાં જોવા મળે છે. હવે આ બધી એપ્સમાંથી જે એપનો તમે વારંવાર ઉપયોગ કરતા હોય તેનો શોર્ટકટ ફોનના હોમસ્ક્રીન પર ગોઠવી શકાય છે. ફોનમાં પાંચેક હોમસ્ક્રીન હોવાનો ફાયદો એ છે જો આપણે સંખ્યાબંધ એપ્સ ડાઉનલોડ કરી હોય તો ન્યૂઝ, ફન, સ્પોર્ટ્સ, રેસિપીઝ વગેરે વિષયની એપ્સના શોર્ટકટ્સ અલગ અલગ પેજ પર ગોઠવી શકીએ છીએ.

હોમસ્ક્રીનમાં એપ્સના શોર્ટકટ્સ ઉપરાંત અલગ અલગ એપના વિજેટ્સ પર મૂકી શકાય છે. જેમ કે, આપણે જીમેઇલ એપનો ફક્ત શોર્ટકટ સેટ કરવાને બદલે તેનું વિજેટ એક હોમસ્ક્રીન પર મૂકીએ તો એન્ડ્રોઇડના વર્ઝન અને આપણો સ્માર્ટફોન બનાવનારી કંપની અનુસાર હોમસ્ક્રીન પર અલગ અલગ સુવિધાઓ મળી શકે છે અને તેનો લાભ લેવાની વિધિ પણ જરા જુદી જુદી હોઈ શકે છે.

જો તમે બહુ બધી એપ્સ અને તેના શોર્ટકટ્સનો ઉપયોગ કરતા હો તો તમે ચાહો તો હોમ સ્ક્રીન પરના અલગ અલગ શોર્ટકટ્સને અલગ અલગ ફોલ્ડરમાં ગોઠવીને તેને નામ આપી શકો છો. આ માટે કોઈ એક શોર્ટકટને લોંગપ્રેસ કરી, બીજા કોઈ પણ શોર્ટકટ પર લઈ જતાં એક ફોલ્ડર ક્રિએટ થઈ જશે.
એ પણ જાણી લઈએ કે સ્માર્ટફોન ખરીદતી વખતે તમે તમારા ગૂગલ એકાઉન્ટને તો ફોન સાથે લિંક કર્યું જ છે, પણ એ એકાઉન્ટ ઉપરાંત તમે બીજા કોઈ એકાઉન્ટ્સનો ઉપયોગ કરતા હો તો તેને પણ ફોનમાં ઉમેરી શકો છો. એટલું ધ્યાન રાખશો કે જો આ બધા એકાઉન્ટ્સના કોન્ટેક્ટ્સ સ્માર્ટફોન સાથે સિન્ક્ડ રાખશો અને એ બધા તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં દેખાય એવી ગોઠવણ રાખશો તો એક જ વ્યક્તિનાં નામ અને કોન્ટેક્ટ ડિટેઇલ ત્રણ-ચાર વાર દેખાય એવું બની શકે છે!

સ્માર્ટફોનની વધુ એક સગવડ નોટિફિકેશનની છે. સ્ક્રીનની ઉપરની ધાર પરથી શટર પાડીએ એ રીતે આપણે નોટિફિકેશન્સ ઓપન કરી શકીએ છીએ. આપણા પર આવતા એસએમએસ, ઈ-મેઇલ, વોટ્સએપમાં નવા અપડેટ્સ, બીજી સોશિયલ સાઇટ્સના અપડેટ્સ વગેરે જે કંઈ નવું ફોનમાં દાખલ થાય એટલે આપણને એની જાણ આ નોટિફિકેશન દ્વારા થાય છે. એની સાથોસાથ ઘણી બધી એપ્સમાં જે કંઈ ફેરફાર થાય એની જાણ પણ આ નોટિફિકેશન દ્વારા થાય છે. આમ નોટિફિકેશન કામની સગવડ છે, પણ એમાં જે કંઈ આવે એ બધું આપણે તાબડતોબ જાણવાની જરૂર હોતી નથી.

નોટિફિકેશનની ફોનની બેટરી પણ ઓછી કરે છે. એટલે બિનજરૂરી નોટિફિકેશન્સ તમે બંધ કરી શકો છો. એ માટે નોટિફિકેશન્સમાં જઈને જે એપમાં આવતાં નોટિફિકેશન્સ બિનજરૂરી લાગે, તેને માટે કોઈ પણ એક નોટિફિકેશનને લોંગ પ્રેસ કરો. આ રીતે એક મેસેજ બોક્સ ઓપન થશે, તેમાં એપ ઇન્ફો પર ક્લિક કરી, શો નોટિફિકેશન્સના વિકલ્પને અનચેક કરો અને બધું ઓકે કરી દો. હવે એ એપમાંથી નોટિફિકેશન્સ આવતાં બંધ થઈ જશે.

સ્માર્ટફોનમાં ધ્યાન રાખવા જેવી બીજી એક બાબત મોબાઇલ ડેટા છે. તમે મોબાઇલમાં ઇન્ટરનેટ ડેટાના વપરાશને અંકુશમાં રાખવા માગતા હો તો સેટિંગ્સમાંથી ડેટા યુઝેજના વિકલ્પમાં જાઓ. અહીં તમે જોશો તેમ ઇન્ટરનેટ ડેટા ઓન-ઓફ કરી શકાય છે. ફોનમાં જ્યારે ઇન્ટરનેટ એક્સેસ ન કરવું હોય ત્યારે આ સગવડને ઓફ રાખવી સારી.

અહીંથી જ મોબાઇલમાં ઇન્ટરનેટના ડેટાની લિમિટ પણ સેટ કરી શકાય છે. આપણો વપરાશ આ લિમિટની બહાર જાય એટલે આપણને એલર્ટ કરવામાં આવશે. અહીં આપણે આપણે મોબાઇલના બિલની સાયકલ અનુસાર મહિનો કઈ તારીખે શરૂ અને પૂરો થાય છે તે ગોઠવી શકીએ છીએ. આપણે કઈ કઈ એપ માટે ઇન્ટરનેટનો વધુ વપરાશ કરીએ છીએ એ પણ અહીં જોઈ શકાશે.

એન્ડ્રોઇડમાં આવી ઘણી બધી કરામતો છે, જેટલા ઊંડા તરશો એટલા તેના વિવિધ ઉપયોગ જાણી શકશો!


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!