(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વેકેશનમાં ટુરમાં જાઓ ત્યારે, હોટેલમાં મળતા ફ્રી વાઇ-ફાઇથી સાવધાન!

ઉનાળાની રજાઓમાં પ્રવાસે જવાનું પ્લાનિંગ કરતી વખતે બીજા અનેક લોકોની જેમ કદાચ તમે પણ હોટેલ્સનું ઓનલાઇન બુકિંગ કરતા થઈ ગયા હશો. વિવિધ હોટેલ બુકિંગ સાઇટ્સ પર જુદી જુદી હોટેલ્સ આપણે તપાસીએ ત્યારે એક મુદ્દો હોટેલ્સ દ્વારા ગાઈ વગાડીને મોટી સુવિધા તરીકે બતાવવામાં આવે છે અને એ છે ફ્રી વાઇ-ફાઇ!

હોટેલ વિશે અન્ય મુલાકાતીના રીવ્યૂ વાંચીએ તો પણ હોટેલની ‘વાઇ-ફાઇ સુવિધા બહુ સારી હતી’ એવાં વખાણ અથવા તો ‘બહુ ધીમી હતી’ એવી ફરિયાદો વારંવાર જોવા મળે છે. નવાઇની વાત તો એ છે કે ફ્રી વાઇ-ફાઇની સગવડ આપતી હોટેલ્સ શોધી આપતી વિવિધ વેબસાઇટ્સ અને સર્વિસીઝ પણ ફૂટી નીકળી છે!

પરંતુ હકીકત એ છે કે કોઈ પણ હોટેલમાં મળતી ફ્રી વાઇ-ફાઇ સુવિધાનો લાભ ન લેવામાં જ આપણો લાભ છે.

તમામ નિષ્ણાતો લગભગ એક અવાજે કહે છે કે હોટેલ, મોલ કે એરપોર્ટ, રેસ્ટોરાં જેવી જગ્યાએ ફ્રી વાઇ-ફાઇનો લાભ લેવાને બદલે પોતાની મોબાઇલ ટેલિકોમ કંપની તરફથી મળતા ડેટાનો ઉપયોગ કરવામાં વધુ સલામતી છે.

તમામ નિષ્ણાતો લગભગ એક અવાજે કહે છે કે હોટેલ, મોલ કે એરપોર્ટ, રેસ્ટોરાં જેવી જગ્યાએ ફ્રી વાઇ-ફાઇનો લાભ લેવાને બદલે પોતાની મોબાઇલ ટેલિકોમ કંપની તરફથી મળતા ડેટાનો ઉપયોગ કરવામાં વધુ સલામતી છે.

આપણને સવાલ એ થાય કે વાઇ-ફાઇ હોય કે કંપનીનો ડેટા પ્લાન અંતે તો બંનેમાં રેડિયો વેવ્ઝની મદદથી મોબાઇલ ફોન અને આપણે જે કંઈ બ્રાઉઝ કરીએ તેના સર્વર વચ્ચે ડેટાની આપ-લે થાય છે, રેડિયો વેવ્ઝ મૂળભૂત રીતે અસલામત મનાય છે. કારણ કે તેમાં કોઈ પણ વ્યક્તિ સિગ્નલ્સને વચ્ચેથી આંતરીને માહિતી મેળવી શકે છે. તો પછી કંપનીના ડેટા કનેકશનની સરખામણીમાં વાઇ-ફાઇ કનેકશન વધુ અસલામત શા માટે માનવામાં આવે છે?

કારણ એટલું જ છે કે કોર્પોરેટ નેટવર્કસમાં ડેટાની સલામતી માટે જેટલી કાળજી રાખવામાં આવે છે એટલી હોટેલ જેવી જગ્યાએ ઊભા કરાતા નાના વાઇ-ફાઇ નેટવર્કમાં રાખવામાં આવતી નથી.

સમગ્ર જગતમાં વાઇ-ફાઇ ડેટાને સલામત બનાવવા માટે વિશ્વ વ્યાપી વાઇ-ફાઇ એલાયન્સ દ્વારા વાઇ-ફાઇ પ્રોટેક્ટેડ એક્સેસ (ડબલ્યુપીએ) અને વાઇ-ફાઇ પ્રોટેક્ટેડ એક્સેસ-૨ (ડબલ્યુપીએ-૨) નામના બે સિક્યોરિટી પ્રોટોકોલ્સ વિકસાવવામાં આવ્યા છે.

ઘણી હોટેલમાં સલામતીના આવા પ્રોટોકોલ્સનો ઉપયોગ થતો નથી પરિણામે આવા વાઇ-ફાઇ નેટવર્ક પર આપણે જે કંઈ પણ બ્રાઉઝિંગ કરીએ ત્યારે આપણો ડેટા બિલકુલ ખુલ્લો બની જાય છે, જેને હેકર્સ સસ્તા વાઇ-ફાઇ એડેપ્ટર અને લગભગ મફતમાં મળતા કેટલાક સોફ્ટવેરની મદદથી આંતરી શકે છે.

આ આખી વાતનું બીજું પાસું પણ છે. તમે જાણતા હશો કે હવે તમામ બેન્કિંગ સાઇટ્સ, ઓનલાઇન શોપિંગ સાઇટ્સ, ગૂગલ, ફેસબુક વગેરે વિશ્વવ્યાપી સાઇટ્સ ઉપરાંત ઘણી ખરી વિશ્વસનીય અને પ્રતિષ્ઠિત સાઇટ્સ એચટીટીપીએસ પ્રોટોકોલનો ઉપયોગ કરે છે, જેને કારણે એ સાઇટ અને આપણા મોબાઇલ કે લેપટોપ વચ્ચે ડેટાની આપલે પ્લેઇન ડેટા સ્વરૂ‚પે નહીં પરંતુ એન્ક્રિપટેડ ડેટા સ્વરૂ‚પે થાય છે. પરિણામે આપણે એવું માની શકીએ કે ઓપન વાઇ-ફાઇનો ઉપયોગ કરતાં હોઈએ તો પણ આવી સાઇટ્સનું બ્રાઉઝિંગ સલામત ગણી શકાય.

થીયરીની રીતે આ વાત સાચી છે પરંતુ તેમાં પણ જોખમ રહેલું છે. ઓપન વાઇ-ફાઇ નેટવર્ક પર આપણે સલામત લાગતી સાઇટ્સ સાથે કનેક્ટ થવાનો પ્રયાસ કરીએ ત્યારે હેકર આપણને તેના જેવી જ લાગતી અન્ય જોખમી સાઇટ્સ તરફ વાળી શકે છે. એ સમયે જો આપણે બેધ્યાન હોઈએ તો આપણે સલામત ધારેલી વેબસાઇટ્સમાં આપણે આપેલો ડેટા હેકર સુધી પહોંચી શકે છે.


ઇન્ટરનેટ સાથે કનેક્ટ થવાનો સૌથી સલામત રસ્તો વિશ્વાસપાત્ર વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (વીપીએન)નો ઉપયોગ કરવાનો છે. પરંતુ આ વ્યવસ્થા દરેક વ્યક્તિ માટે સુલભ નથી. તેની સામે હવે મોટા ભાગની મોબાઇલ કંપની તરફથી આપણને રોજના એક જીબી જેટલો ડેટા પ્રમાણમાં ઘણી સસ્તી કિંમતે મળવા લાગ્યો છે. આથી હોટેલની ફ્રી વાઇ-ફાઇની લાલચ જતી કરીને પોતાના મોબાઇલ ડેટાનો ઉપયોગ કરવામાં જ વધુ સલામતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!