(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

કેવી રીતે બદલાઈ રહ્યું છે શિક્ષણ?

ડીગ્રી મેળવવા માટે હજી પણ કોલેજમાં એડમિશન લીધા વિના છૂટકો નથી, પણ જ્ઞાન વિસ્તારવું હોય તો ઓનલાઇન એજ્યુકેશનથી અનેક મફત સ્રોત વિકસી રહ્યા છે. જાણો બદલાતા શિક્ષણની તરેહ, એક રસપ્રદ ઇન્ફોગ્રાફિકમાં.

ઇન્ટરનેટના લીધે શિક્ષણક્ષેત્રે ધરમૂળથી પરિવર્તન આવી રહ્યું છે. વિશ્વના કોઈ પણ ખૂણાની યુનિવર્સિટીમાં એડમિશન મેળવીને ડીગ્રી મેળવવી હોય કે પછી ઘેરબેઠાં, ફ્રી ઓનલાઇન ક્રોર્સની મદદથી કોઈ પણ વિષયમાં ઊંડા ઊતરવું હોય, તમામ પ્રકારની માહિતી હવે ઇન્ટરનેટ પર સૌ કૌઈ માટે સરળતાથી ઉપલબ્ધ થઈ રહી છે.

આ સંદર્ભમાં, ઇન્ટરનેટથી શિક્ષણમાં કેવી ક્રાંતિ આવી રહી છે, તે સમજાવતા http://www.onlineeducation.net/ નામની એક વેબસાઇટે તૈયાર કરેલા ઇન્ફોગ્રાફિક પર એક નજર નાખવા જેવી છે. આ ઇન્ફોગ્રાફિકનું ફોકસ અમેરિકા પર છે, પણ તેનાથી શિક્ષણનો પ્રવાહ કઈ તરફ છે તેનો અંદાજ મળી શકે છે :

ઈ-લર્નિંગનો ઇતિહાસ

  • ૧૯૭૧ : ઈંગ્લેન્ડમાં ઓપન યુનિવર્સિટીનો પ્રારંભ ઓપન એડમિશન્સ પોલિસી સાથે થયો અને ટેલિવિઝન પર લેક્ચર્સનું પ્રસારણ શરૂ‚ થયું. જેમાં ૨૫,૦૦૦ વિદ્યાર્થીઓ જોડાયા હતા.
  • ૧૯૮૯ : ફિનિક્સ યુનિવર્સિટીએ તેની ખાનગી, ફોર પ્રોફિટ ઓનલાઇન સ્કૂલ શરૂ‚ કરી. જોકે શરૂ‚આતમાં તેમાં ફક્ત ૧૨ વિદ્યાર્થીઓ જોડાયા.
  • ૧૯૯૯ : એક શૈક્ષણિક સેમિનારમાં પહેલી વાર ‘ઈ-લર્નિંગ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો.
  • ૨૦૦૪ : સલમાન ખાને પોતાના કઝીન્સને ગણિતમાં મદદ કરવા માટે માહિતીસભર યુટ્યૂબ વીડિયો રેકોર્ડસ કર્યા. આ વીડિયો વધુ ને વધુ પ્રચલિત થતાં આખરે તેમણે ખાન એકેડમી સ્થાપી. જે નોનપ્રોફિટ સંસ્થા છે અને ફ્રી ઓનલાઇન એજ્યુકેશનલ ઓર્ગેનાઇઝએશન તરીકે કામ કરે છે.

અત્યારે ઓનલાઈન એજ્યુકેશન એ ૩૪ અબજ ડોલરનો ઉદ્યોગ બની ગયો છે, જોકે તેમાં વાત ફક્ત નાણાંની નથી.

બિલકુલ નાના પાયે શરૂ થયેલ ઓપન યુનિવર્સિટી, ફિનિક્સ યુનિવર્સિટીના ઓનલાઇન કોર્સ અને ખાન એકેડમીની હાલની સ્થિતિ તપાસીએ તો…

ઓપન યુનિવર્સિટી

  • યુકેની ઓપન યુનિવર્સિટી તેના મોટા ભાગના કોર્સ ઓનલાઇન ચલાવે છે.
  • ૨,૫૦,૦૦૦ વિદ્યાર્થીઓ સાથે યુકેની આ સૌથી વિશાળ યુનિવર્સિટી છે.
  • જેનું કદ યુનિવર્સિટી ઓફ લંડન કરતા બમણું છે.

યુનિવર્સિટી ઓફ ફિનિક્સ

  • ફોર-પ્રોફિટ યુનિવર્સિટી ઓફ ફિનિક્સ હવે યુએસની સૌથી વિશાળ યુનિવર્સિટી બની છે, જેમાં ૫,૦૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ એનરોલ થયા છે. તે યુનિવર્સિટી ઓફ એરિઝોના કરતાં ૧૩ ગણી વિશાળ છે.

ખાન એકેડમી

  • ગેટ્સ ફાઉન્ડેશન અને ગૂગલ પાસેથી ગ્રાન્ટ મેળવી સલમાન ખાને ૨૪૦૦થી વધુ લેક્ચર વીડિયો રેકોર્ડ કર્યા જેને ૪ કરોડથી વધુ વખત જોવામાં આવ્યા.
  • ખાન એકેડમીના ૭૦ ટકા વિદ્યાર્થીઓ યુએસના છે અને બાકીના ભારત, બ્રાઝિલ, મેક્સિકો, દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાંથી તેનો લાભ લે છે.
  • આ સાઇટ પર અલગ અલગ વિષયના અસંખ્ય લેસન્સ છે, જેનો ૩૬ ભાષામાં અનુવાદ થયો છે. વિશ્વભરમાંથી ૧૦ લાખથી વધુ ટીચર્સ તેમાં રજિસ્ટર્ડ થયા છે અને ખાન એકેડમીનાં વીડિયો લેસન્સનો  તેઓ પોતાના ક્લાસ‚રૂમમાં ઉપયોગ કરે છે!

ઇન્ટરનેટથી શિક્ષણ કેવી રીતે બદલાયું

પરંપરાગત શિક્ષણ સંસ્થાઓ અને ઈ-લર્નિંગ સંસ્થાઓ બંનેએ આજના સમાજમાં આપણા અભ્યાસની પદ્ધતિઓમાં પરિવર્તન લાવી દીધું છે. પરંપરાગત સંસ્થાઓ હવે ક્લાસ‚મમાં ઓનલાઇન શિક્ષણનો લાભ આપી રહી છે, તો બીજી તરફ નવા સમયની, ફક્ત ઓનલાઇન અને બિલકુલ નિ:શુલ્ક શિક્ષણ આપતી સંસ્થાઓ પણ સતત વિસ્તરી રહી છે.

  • ફક્ત યુએસમાં ૨૫,૦૦૦ જેટલા ઓનલાઈન કોર્સિસ ઓફર થઈ રહ્યા છે.
  • અમેરિકામાં ૩૦ લાખ જેટલા વિદ્યાર્થીઓ ફક્ત ઓનલાઇન એજ્યુકેશન મેળવી રહ્યા છે, જે ફ્રાન્સના કુલ કોલેજના વિદ્યાર્થીઓ કરતાં પણ વધુ છે.
  • અડધો અડધો જેટલા કોલેજના વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા એક ક્લાસ ઓનલાઇન લે છે.
  • બારમા ધોરણ સુધીના ૧૦ લાખ વિદ્યાર્થીઓ પણ ઓનલાઇન કોર્સિસનો લાભ લઈ રહ્યા છે.
  • અડધોઅડધ ઓનલાઇન સ્ટુડન્ટ્સ ૨૬ વર્ષ કે તેથી વધુ વયના છે. ઓનલાઇન એજ્યુકેશનથી વધુ લોકો માટે શિક્ષણના દરવાજા ખુલ્લા થયા.
  • ઓનલાઇન એજ્યુકેશનનો ઉપયોગ તેજ ગતિએ વધી રહ્યો છે.
  • ૭૫ ટકા જાહેર શિક્ષણ સંસ્થાઓના લાંબા ગાળાના આયોજનોમાં ઓનલાઇન લર્નિંગ સામેલ છે. એક અંદાજ પ્રમાણે, ૨૦૧૯ સુધીમાં તમામ વર્ગોના ૫૦ ટકા વર્ગો ઓનલાઇન લેવાતા હશે અને તેમાંથી મોટા ભાગના ફ્રી હશે. ઇન્ટરનેટને આભારી, વિદ્યાર્થીઓ પાસે અગાઉ કરતાં શિક્ષણની વધુ તાકાત હશે.

શિક્ષણની આ નવી તરેહ કેવી છે?

ખાન એકેડમીમાં વિદ્યાર્થીઓ તેમના પોતાના સ્થળે ભણે છે અને એ પણ પોતાના સમયે.

  • અહીં સૌ પોતપોતાની રીતે, કેમ શીખવું તેનું આયોજન કરી શકે છે.
  • સૌ કોઈ ઘેરબેઠાં, પોતાની રીતે ભણે છે અને પછી વર્ગમાં આવીને પરીક્ષા આપે છે.
  • શિક્ષણના આ પ્રકાર વિશે બિલ ગેટ્સ માને છે કે શિક્ષણનું ભવિષ્ય આ જ છે.
  • ખાન એકેડમીનો દર મહિને ૧૦ લાખ વિદ્યાર્થીઓ લાભ લે છે.

બીજી તરફ, એપલના એપ સ્ટોર આઈટ્યુન્સમાં સ્ટેન્ડફોર્ડ, ટેલ, ઓફક્સફર્ડ વગેરે સહિતની ૮૦૦થી વધુ યુનિવર્સિટીઝના ૩,૫૦,૦૦૦થી વધુ કોલેજ લેક્ચર્સ અને વીડિયો બિલકુલ ફ્રી જોઈ શકાય છે.

ગયા વર્ષે લંડન સ્કૂલ ઓફ બિઝનેસ એન્ડ ફાઇનાન્સ દ્વારા ગ્લોબલ એમબીએ કોર્સ લોન્ચ કર્યો છે, જે સમગ્રપણે ફેસબુક એપ દ્વારા ચાલે છે!

શિક્ષણની જૂની પદ્ધતિમાં, દરેક વિદ્યાર્થીએ એક સરખી અને ખર્ચા પદ્ધતિમાં જવું પડે છે, જ્યારે ઇન્ટરનેટને પ્રતાપે હવે પોતાની રીતે, પોતાની અનુકૂળતા મુજબ વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઝનાં ફ્રી લેકચર્સનો પણ લાભ લઈ શકે છે.


અલબત્ત, આપણે ફક્ત નોકરી કે કારકિર્દીના દૃષ્ટિકોણથી વિચારીએ તો પરંપરાગત શિક્ષણ પદ્ધતિ અને તેનાં પ્રમાણપત્ર વિના કોઈને ચાલવાનું નથી, એ જરૂરી જ છે, પરંતુ મહત્વનો મુદ્દો એ છે કે પોતાની શાળા-કોલેજ ઉપરાંત બીજેથી પણ ભૂખ સંતોષવી હોય તો પહેલાં બહુ થોડા ઉપાય હતા, હવે એની કોઈ મર્યાદા જ રહી નથી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!