સ્માર્ટફોનમાં, વોટ્સએપમાં કે અન્ય જગ્યાએ ટાઇપિંગ કરતી વખતે કંઈક ભૂલ થતા કે લખાણમાં કોઈ ફેરફાર કરવા માટે તમારે કર્સરને આમતેમ ફેરવવાની જરૂર પડે છે? ટચ સ્ક્રીન પર આંગળીથી કર્સરને ફેરવવું બહુ સગવડભર્યું નથી, પરંતુ જીબોર્ડ કીબોર્ડ તેનો બહુ સરળ ઉપાય આપે છે.
તેનો લાભ લેવા માટે તમારા ફોનમાં જીબોર્ડ કીબોર્ડ ઇન્સ્ટોલ કરી લો.
હવે જ્યારે પણ તમારે લખાણમાં કર્સરને આગળ પાછળ ફેરવવું હોય ત્યારે લખાણ પર આંગળી ફેરવવાને બદલે કીબોર્ડમાં સ્પેસબાર પર આંગળી ફેરવો. તમારું કામ બહુ સહેલું થઈ જશે.
જીબોર્ડના કીબોર્ડ પર ગૂગલના લોગો પર ક્લિક કરતા ટેક્સ્ટ એડિટિંગનું એક બટન જોવા મળશે. તેના પર ક્લિક કરીને તમને લખાણમાં કર્સરને આમતેમ ફેરવવા ઉપરાંત બધી જ ટેક્સ્ટ સિલેક્ટ કરવી, એક ક્લિકથી લખાણની શરૂઆતમાં કે અંતે પહોંચી જવું તથા લખાણ કોપી કે પેસ્ટ કરવાના વિકલ્પ મળશે.
સ્માર્ટફોન કે કમ્પ્યુટરમાં કોઈ પ્રોગ્રામ કે એપના ઉપયોગ વખતે નાની નાની વાતની ગૂંચવણ અનુભવો છો? અથવા તમે કંઈક એવું નવું જાણ્યું જે બધાને ઉપયોગી થઈ શકે? editor@duplics.cybersafar.in પર લખી મોકલો કે ૯૨૨૭૨ ૫૧૫૧૩ પરવોટ્સએપ કરો! પસંદ થયેલું લખાણ તમારા નામ સાથે પ્રકાશિત થશે.

