સવાલ લખી મોકલનારઃ હર્ષલ એમ. પટેલ મુંદ્રા (કચ્છ)
મેં અઠવાડિયા પહેલાં જ મારો પોતાનો બ્લોગ બનાવ્યો છે. શું ગૂગલ એડસેન્સ ચાલુ કરવા માટે મારો બ્લોગ છ મહિના જૂનો હોવો જરુરી છે?
હા, ગૂગલ એડસેન્સી સોર્ટ સાઇટ પર જણાવ્યા અનુસાર, ગૂગલ એડસેન્સ પર જાહેરાત આપનારા લોકોનું હિત જાળવવા માટે અને તેમની એડ સારી ગુણવત્તા ક્ન્ટેન્ટ ધરાવતી વેબસાઇટ કે બ્લોગ પર દેખાય એ માટે ગૂગલ આગ્રહ રાખે છે કે એડસેન્સની મંજૂરી મેળવવા ઇચ્છતી વેબસાઇટ કે બ્લોગ ઓછામાં ઓછા છ મહિના જૂના હોવા જરુરી છે.
ઉપરાંત, હાલમાં પ્રાયમરી લેન્ગ્વેજ તરીકે ગુજરાતી ક્ન્ટેન્ટ ધરાવતા બ્લોગ કે વેબસાઇટ માટે ગૂગલ એડસેન્સી મંજૂરી મળતી નથી (કેટલાંક ગુજરાતી અખબારોની સાઇટમાં એડસેન્સી એડ્ઝ જોવા મળે છે, એ કેવી રીતે શક્ય બન્યું તે જાણી શકાયું નથી, પરંતુ આ સાઇટ્સ મોટા પ્રમાણમાં હિટ્સ ધરાવતી હોવાથી એ તેમા માટે ગૂગલ ર મોટા પ્રમાણમાં સર્ચિંગ થતું હોવાથી તેને વિશેષ મંજૂરી મળી હોવાની શક્યતા છે). આ લખાય છે ત્યારે હજી હિન્દી ભાષાા બ્લોગ કે વેબસાઇટ પર પણ ગૂગલ એડસેન્સી મંજૂરી નથી
હર્ષલભાઈએ તો પોતે સમય ફાળવીને,પોતાની રીતે બ્લોગ બનાવવાની જહેમત લીધી છે, પણ સંખ્યાબંધ કંપનીઓ તમારો બ્લોગ બનાવી આપી, તેમાં ગૂગલ એડસેન્સ ગોઠવી આપીને કમાણી કરાવી આવાા વાયદા કરતી હોય છે એ એ માટે ચાર્જ વસૂલ કરતી હોય છે.
એટલું ચોક્કસ ધ્યામાં રાખી લો કે ઇંગ્લિશ ક્ન્ટેન્ટ ધરાવતી સાઇટ પર ગૂગલ એડસેન્સની મંજૂરી મળી જાય તો પણ, સાઇટ પર વધુ ને વધુ લોકોને ઉપયોગી અને સારું ક્ન્ટેન્ટ હોય તો એડસેન્સની કમાણી થશે નહીં. લોકો તમારી સાઇટ પર આવે અને એડ જુએ એટલા માત્રની પણ તમે કમાણી થતી નથી. લોકો જેટલા પ્રમાણમાં એ એડ પર ક્લિક કરે તેા પ્રમાણમાં ગૂગલ તમે તેનો ચાર્જ ચૂકવે છે. આ માટે પણ ગૂગલ એડસેન્સની એક ટર્મ્સ અને કન્ડિશન્સ હોય છે.
કહેવાનો સાર એટલો જ કે ગૂગલ એડસેન્સની ચોક્કસ સારી કમાણી થઈ શકે છે, પણ એ માટે પણ મહેનત તો જરુરી જ છે.
