સવાલ લખી મોકલનારઃ નિરંજન વ્યાસ, બિલિમોરા
પહેલી વાત તો કે ૨જી, ૩જી કે ૪જીમાંનો જી ‘જનરેશન’ શબ્દ પરથી આવ્યો છે. આપણો ફોન તેા મોડેલ મુજબ વિવિધ પ્રકારની ટેકનોલોજીથી કોઈ વાયર વિના ઇન્ટરેટ સાથે કનેક્ટ થઈ શકે છે. આ ટેકનોલોજી જે રીતે તબક્કાવાર વિકસતી જાય છે તે અનુસાર તેે સેકન્ડ, થર્ડ કે ફોર્થ જનરેશનની ટેકનોલોજી તરીકે ઓળખવામાં આવે છે.
૩જી કે ૪જીની વાત કરતાં પહેલાં તેા પુુરોગામીઓની વાત કરી લઈએ. શરુઆતમાં બે જ પ્રકારના ફોન હતા, એેનેલોગ એટલે કે સાદા ફોન (જેમાં માત્ર વાતચીત અે એસએમએસ થઈ શકે) અને ડિજિટલ ફોન (જેમાં ઇન્ટરનેટ એક્સેસ કરી શકાય). કહેવું હોય તો એમ કહી શકાય કે એનેલોગ ફોનમાં ૧જી ટેક્નોલોજી હતી એ ડિજિટલ ફોનમાં ૨જી ટેકનોલોજી આવી.
જીપીઆરએસ : જીપીઆરએસ અથવા ટુજી તરીકે ઓળખાતી આ ટેક્નોલોજી સામાન્ય રીતે ૫૬ કેબીપીએસ જેટલી સ્પીડ આપી શકે છે, જે લગભગ કમ્પ્યુટરમાં ડાયલ-અને કનેકશનને મળતી સ્પીડ જેટલી હોય છે.
એજ : જીપીઆરએસ કરતાં અડધું ડગલું આગળ વધેલી એ પ્રમાણમાં વધુ ઝડપ આપતી ટેકનોલોજી. આ ટેક્નોલોજીથી ૧૪૪ કેબીપીએસ જેટલી સ્પીડ મળી શકે છે. તેે ૨.૫જી ટેકનોલોજી પણ કહે છે!
સ્માર્ટફોન્સ આવ્યા પછી મોબાઇલમાં ઇન્ટરનેટ સર્ફ કરવાી, વીડિયો જોવાની, મ્યુઝિક સાંભળવાની કે ડાઉનલોડ કરવાની, મિત્રો કે પરિવારો સાથે વીડિયોચેટ કરવાની વગેરે એક જાતની સુવિધાઓ મળી, પરંતુ આ સુવિધાઓનો બિલકુલ રાહ જોયા વિના ઉપયોગ કરવો હોય તો તે માટે અનેકગણી વધુ ઝડપી ઇન્ટરનેટ કનેક્ટીવીટી જરુરી બને છે. ૩જી અને ૪જી આ પ્રકારની ટેકનોલોજી છે.

૩જી : મોબાઇલમાં બ્રોડબેન્ડ સ્પીડ ત્રીજી જનરેશન ટેક્નોલોજીથી શક્ય બની. તેનાથી ૧ થી ૨૧ એમબીપીએસ સુધીની રજનીકાન્ત સ્ટાઇલ ઝંઝાવાતી સ્પીડ મળી શકે છે. મોટા ભાગે ૩જીમાં બે કે ત્રણ એમબીપીએસ સ્પીડ મળે છે.
૪જી : ૩જી પછી વિકસેલી ટેક્નોલોજી ૪જી તરીકે ઓળખાઈ અને તેની સો એલટીઇ (લોંગ ટર્મ ઇવોલ્યુશન – લાંબા ગાળાો વિકાસ) એવો શબ્દ પણ લગાવવામાં આવે છે.
અત્યારની આ સૌથી લેટેસ્ટ અને સૌથી ઝડપી ટેક્નોલોજી છે. તેમાં ૨ થી ૧૦૦ એમબીપીએસ સુધીની સ્પીડ મળી શકે છે. જોકે ૪જી સોર્ટ કરતા હેન્ડસેટમાં સામાન્ય રીતે ૧૨ થી ૧૫ એમબીપીએસની સ્પીડ મળે છે.
હવે દેખીતું છે કે આપણે એવો સવાલ થાય કે ૩જીમાં ૨૧ એમબીપીએસની ટોચની સ્પીડ હોવા છતાં સરેરાશ માંડ બે કે ત્રણ એમબીપીએસની સ્પીડ અને ૪જીમાં ૧૦૦ એમબીપીએસની ટોચ સામે માત્ર ૧૨-૧૫ એમબીપીએસની સ્પીડ કેમ મળે છે? કારણ એ છે કે મોબાઇલમાં ઇન્ટરેટની સ્પીડ ઘણાં પરિબળો પર આધાર રાખે છે. મોબાઇલ હેન્ડસેટના રીસીવરની ક્ષમતા, જે તે વિસ્તારમાં નેટવર્કના કવરેજની ક્ષમતા, નેટવર્ક પર રહેલા ટ્રાફિકનું પ્રમાણ, એક જ સમયે એ જ સર્વિસનો ઉપયોગ કરતા લોકોની સંખ્યા વગેરે ઘણી બાબતોને કારણે મૂળ ક્ષમતા કરતાં ઘણી ઓછી સ્પીડ આપણને મળે છે.
તમારે શું જોઈએ – ૨જી, ૩જી કે ૪જી?
૨જી, ૩જી એ ૪જીની સ્પીડ સરખાવવી હોય તો એક સાદું ઉદાહરણ એવું લઈ શકાય કે કોઈ ટીવી સિરિયલો લગભગ ૧૮૦ એમબીનો એક એપિસોડ મોબાઇલમાં ડાઉલોડન કરવો હોય તો…
- ૨જીમાં ૪૦ થી ૧૦૨.૪ કેબીપીએસી સરેરાશ સ્પીડ સાથે લગભગ ૧૦ કલાક લાગે,
- ૩જીમાં ૨ થી ૨૧ એમબીપીએસની સ્પીડ સાથે ૧૨ મિનિટ જેટલો સમય લાગે અને
- ૪જીમાં એ એપિસોડ ૧૨ થી ૧૦૦ એમબીપીએસની સ્પીડથી લગભગ ૨ મિનિટમાં ડાઉનલોડ થઈ શકે!
તમારે તમારા પોતાના વપરાશ માટે મોબાઇલમાં કયા પ્રકારનું ડેટા કનેક્શન જોઈએ એ વિચારતા હો તો, બિલકુલ સામાન્ય સર્ફિંગ કરવા માગતા હો, જેમાં ફક્ત ઈ-મેઇલ, વોટ્સએપ, ફેસબુક અને વેબસર્ફિંગનો સમાવેશ થતો હોય તો તમારું કામ ૨જીથી ચાલી જવું જોઈએ, બસ થોડી ધીરજ જોઈએ! પણ જો તમે નેટ પર ગીત સાંભળતા હો કે વીડિયો જોતા હો તો તમારે ૩જી જોઈશે. ૪જી માટે અત્યારે આપણી મરજી ચાલતી નથી, એનો આધાર કમ્પેટિબલ હેન્ડસેટ અને ૪જીની આપણા શહેરમાં ઉપલબ્ધતા પર છે.
તમારા ડેટા વપરાશની સરેરાશનો કાચો અંદાજ કાઢવામાં નીચેના મુદ્દા કામ લાગશે :
- માત્ર ટેક્સ્ટ ધરાવતા ઇમેઇલ = ૩૫ કેબી
- ૧ મિનિટ ફેસબુક = ૧ એમબી
- ૧ મિનિટ વેબ સર્ફિંગ = ૨.૫ એમબી
- ૧ મિનિટનો યુટ્યૂબ વીડિયો = ૩થી ૪ એમબી
- ૧ મિનિટનું મ્યુઝિક = ૧ એમબી
- ૧ મિનિટનો સ્કાઇપ કોલ = ૩૬૦ કેબી
- ૧૪૦ મિનિટની .એવીઆઇ ફોર્મેટની મૂવી ડાઉનલોડ કરો = ૭૦૦ એમબી
- ૨૯૦ મિનિટની ફિલ્મ યુટ્યૂબ પર જુઓ = ૧ જીબી
આ કાચા અંદાજ છે. તમે ગીતો/ વીડિયો સાંભળો/જુઓ કે ડાઉનલોડ કરો તો બંનેમાં સરખો જ ડેટા વપરાશે. ફક્ત ડાઉનલોડ કર્યા પછી ફરી વાર ઓફલાઇન જોઈ શકાય ખરો.
ગુજરાતમાં ૩જી
ગુજરાતમાં બીએસએએલ, આઇડિયા, ટાટા ડોકોમો અને વોડાફોન – આ ચાર કંપનીઓને ૩જી મોબાઇલ કનેક્ટિવિટી પૂરી પાડે છે. બાકીની કંપનીઓ આ કંપનીઓના નેટવર્કના આધારે આ સેવા આપે છે. થોડા અંતરાય પછી એરટેલે પણ ફરી આઇડિયાના નેટવર્ક પર ૩જી આપવાનું શરુ કર્યું છે.
ભારતમાં ૪જી વિશે જાણી લો આટલું…
ભારતમાં એરટેલ કંપનીએ ફેબ્રુઆરી ૨૦૧૪માં સૌથી પહેલી વાર બેંગાલૂરુમાં મોબાઇલ ર ૪જી સર્વિસ ચાલુ કરી હતી. હવે તે કોલકતા, પૂણે, ચંદીગઢ, પચકુલા અને મોહાલીમાં પણ ઉપલબ્ધ છે. શરુઆતમાં માત્ર આઇફોન ફાઇવએસ એ ફાઇવસીમાં જ આ સર્વિસો લાભ મળશે કેમ કે માત્ર આ ફોનમાં જ ૪જી માટે જરુરી ૨૩૦૦૦ મેગાહર્ટ્ઝની ફ્રિકવન્સી ઉપલબ્ધ છે. જોકે હવે ભારતમાં અન્ય કંપનીઓ પણ ૪જી ઇેબલ્ડ હેન્ડસેટ મળતા થયા છે અને અન્ય કંપનીઓએ બીજી ફ્રિકવન્સી માટેનાં લાઇસન્સ પણ મેળવ્યાં છે.
હાલમાં ભારતી એરટેલ, રિલાયન્સ જિયો ઇન્ફોકોમ, વોડાફોન ઇન્ડિયા એ આઇડિયા સેલ્યુલર આ ચાર કંપનીઓએ સરકારી લિલામીમાં ૯૦૦ મેગાહર્ડ્ઝ એ ૧૮૦૦ મેગાહર્ટઝના હક મેળવ્યા છે. ૪જી બે પ્રકારની ટેક્નોલોજીથી ચાલે છે, એલટીઈ અને વાઇમેક્સ. એરટેલે એલટીઇ ૪જી લોન્ચ કરેલ છે. તે થોડી વધુ ફાસ્ટ છે,પણ ટ્રાફિક વધે ત્યારે વાઇમેક્સને તેની ઓછી અસર થાય છે.
અત્યારે રિલાયન્સ જિયો સમગ્ર ભારતમાં ૪જીની બેન્ડવિડ્થ ધરાવે છે. રિલાયન્સ સસ્તાભાવે ૪જી સર્વિસ ઓફર કરીને માર્કેટમાં ઉથલપાથલ મચાવે તેવી શક્યતા છે.


