(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલની ટીમ અમદાવાદમાં!

‘સાયબરસફર’ના ગયા મહિના (જાન્યુઆરી ૨૦૧૮)ના અંકમાં આપણે, ઇન્ટરનેટને ગુરુ બનાવનાર એકલવ્ય જેવા જિમિત જયસ્વાલની અનોખી જ્ઞાનસફરની વિગતવાર વાત કરી હતી. એ જ બધી વાતો હવે ટૂંક સમયમાં યુટ્યૂબ પર જોવા મળશે!

જિમિતે જે રીતે અનેક ઊતાર-ચઢાવ અને પડકારોનો સામનો કરીને આઇટી ક્ષેત્રમાં પગ જમાવવાની જે રીતે કોશિશ કરી અને કાંકરિયાને કાંઠે ફ્રી વાઇ-ફાઇની મદદથી પોતાનો અભ્યાસ આગળ વધાર્યો એ વાત યુડેસિટી દ્વારા ગૂગલના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી હતી. 

એ પછી, જિમિત વિશે એક નાની ડોક્યુમેન્ટરી તૈયાર કરવા ગૂગલ સાથે સંકળાયેલ ક્રિએટિવ ડિરેક્ટર રાફેલ ગેટા ઓસ્ટ્રેલિયાથી અમદાવાદ આવ્યા હતા. ‘સાયબરસફર’ના સંપાદકે રાફેલ અને જિમિત, તેના પરિવાર વચ્ચેની વાતચીતમાં કડીની ભૂમિકા ભજવી હતી.

‘સાયબરસફર’ સાથે વાતચીતમાં રાફેલે વારંવાર ભારપૂર્વક કહ્યું કે “ધીસ ઇસ મચ બિયોન્ડ ગૂગલ ઓર યુડાસિટી! હીધ જર્ની ઇઝ ઇન્સ્પાઇરિંગ ઇન મેની વેઝ! (જિમિતે જે રીતે અભ્યાસ આગળ ધપાવ્યો છે એ આખી વાત ગૂગલ અને યુડાસિટીની અસર પૂરતી સીમિત નથી અને ઘણી રીતે પ્રેરણાદાયી છે.

રાફેલે ‘સાયબરસફર’ને કહ્યું હતું કે ગૂગલ આ પ્રકારની ‘સ્ટોરી’ કેપ્ચર કરે ત્યારે તે સક્સેસ સ્ટોરી જ હોય તે બિલકુલ જરૂરી નથી. તેમણે કહ્યું કે ચેન્નઈમાં એક મહિલાએ વિશેષ જરૂરિયાતવાળાં બાળકો માટે એક ખાસ એપ તૈયાર કરી છે, એ એપ માંડ સો લોકોએ ડાઉનલોડ કરી હશે, પણ ગૂગલની દૃષ્ટિએ આવી એપ બને એ જ બહુ મહત્ત્વની વાત છે. રાફેલે કહ્યું કે જિમિત જેવા વિદ્યાર્થીઓની વાત ગુજરાત સરકાર અને અન્ય લોકો સુધી પહોંચે તે જરૂરી છે કારણ કે તો જ આવા વિદ્યાર્થીઓ માટે વધુ પ્રોત્સાહક વાતાવરણ ઊભું થશે અને લર્નિંગ વિસ્તરશે.

રાફેલ પોતે એક સમયે ડેવલપર હતા, પણ એ ‘ન ગમતું કામ’ છોડીને તેમણે ફિલ્મ મેકિંગમાં કારકિર્દી બનાવી છે!

તમારા ધ્યાનમાં એવી કોઈ વ્યક્તિ છે જેણે ઇન્ટરનેટનો ખરેખર અનોખો ઉપયોગ કર્યો હોય?editor@duplics.cybersafar.in પર વિગતો મોકલી આપો. તમારી વાત હવે ગૂગલ સુધી પહોંચી શકશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!