(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એન્ડ્રોઇડ સ્માર્ટવોચ : સમય બદલશે?

ગૂગલે એન્ડ્રોઇડ વેર નામે નવી ઓપરેટિંગ સિસ્ટમ ડેવલપ કરી છે, ખાસ વેરેબલ ડિવાઇસીઝ માટે. અત્યારે એલજી, સેમસંગ અને મોટોરોલા કંપનીએ એના આધારે સ્માર્ટવોચ રજૂ કરી છે. કેવીક છે આ સ્માર્ટવોચ, આવો જાણીએ!

 

આગળ વાંચતાં પહેલાં, તમારા કાંડા પર એક નજર નાખો. થોડા સમય પહેલાં ત્યાં અચૂક જોવા મળતી કાંડાઘડિયાળ હવે કદાચ ત્યાં નહીં હોય. સ્માર્ટફોન આવ્યા પછી આપણે ઘણાં સાધનોનો સાથ છોડ્યો છે. જેમ કે એલાર્મ ઘડિયાળ, કેલ્યુલેટર, મ્યુઝિક પ્લેયર અને કાંડા ઘડિયાળ. આ બધું જ, વધુ સવલતો સાથે એક સ્માર્ટફોનમાં મળી જાય તો અલગ અલગ સાધન રાખવાની શી જરૂર? પણ હવે એ જ સ્માર્ટફોનના પ્રતો કમ સે કમ કાંડા ઘડિયાળને તેનું જૂનું સ્થાન પાછું મળે એવી શક્યતા ઊભી થઈ છે.

છેલ્લા થોડા સમયથી તમે ગૂગલ પ્લે સ્ટોરમાં ‘ડિવાઇસીઝ’ વિભાગ જોયો હશે તો તેમાં ‘એલજી જી વોચ’ અને ‘સેમસંગ ગિયર લાઇવ’ નામે વેચાતી સ્માર્ટવોચ તમે જોવા મળી હશે. ૧૫-૧૬ હજાર રુપિયાની સ્માર્ટવોચ માટે જુલાઈમાં બુકિંગ શરૂ થયું એ ડિલિવરી પણ શરૂ થઈ ગઈ.

તો છે શું આ સ્માર્ટવોચ? જેમ સ્માર્ટફોને અનેક સાધનોનું સ્થાન લઈ લીધું, તેમ આ સ્માર્ટવોચ આવ્યા પછી આપણે સ્માર્ટફોન ભૂલી જઈશું?

ના, વાસ્તવમાં આ સ્માર્ટવોચ આપણા હાલના સ્માર્ટફોન સાથે મળીને કામ કરે એ રીતે ડિઝાઇન થયેલી છે. છતાં, કેટલાક નિષ્ણાતો તો ત્યાં સુધી કહે છે કે એક સમયે જ્યારે ફીચર ફોન અે પીસી/લેપટોપ જ હતાં ત્યારે સ્ટીવ જોબ્સે બિલકુલ હાથવગાં આઇપેડ રજૂ કરીને ઇન્ટરનેટ એક્સેસના મામલે નવી ક્રાંતિ લાવી દીધી, કંઈક એવું જ પરિવર્તન લાવવાની ક્ષમતા આ પ્રકારની સ્માર્ટવોચમાં છે.

જરા વિગતવાર વાત કરીએ. હકીકતમાં સંખ્યાબંધ કંપનીઓ પહેરી શકાય તેવાં અને ઇન્ટરનેટ સાથે કનેક્ટ થઈ શકે તેવાં ‘વેરેબલ ડિવાઇસીઝ’ બનાવવાની રેસમાં લાગી ગઈ છે. ગૂગલ ગ્લાસ તેનું એક ઉદાહરણ છે. ગૂગલે તેા વ્યૂહ અનુસાર હાર્ડવેર બનાવવને બદલે સોફ્ટવેર પર ધ્યાન કેન્દ્રિત કર્યું  છે એ હાર્ડવેર એટલે કે સ્માર્ટવોચ બનાવવાનું કામ એલજી અને સેમસંગ ઉપરાંત મોટોરોલા કંપની  પર છોડ્યું છે.

ગૂગલે સ્માર્ટફોનની તેની ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડની જરા અલગ પ્રકારની એન્ડ્રોઇડ વેર નામની નવી ઓપરેટિંગ સિસ્ટમ ડેવલપ કરી છે. યાદ રહે કે ગૂગલે માત્ર સ્માર્ટવોચે ધ્યાનમાં રાખીને આ ઓપરેટિંગ સિસ્ટમ બનાવી નથી,, એટલે ભવિષ્યમાં બીજા પ્રકારનાં, વેરેબલ ડિવાઇસીઝ જોવા અને વાપરવા મળવાનાં એ નક્કી છે.

જો તમારી પાસે એન્ડ્રોઇડુનું ૪.૩ કે તેની ઉપરનું વર્ઝન ધરાવતો સ્માર્ટફોન હોય તો જ આ સ્માર્ટવોચ તમારે કામની  છે. સ્માર્ટવોચ ખરીદ્યા પછી તમારે પ્લે સ્ટોરમાં જઈ તમારા સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ વેર અને ડાઉલોડ કરવાની રહે છે. એ પછી સ્માર્ટફોન એ સ્માર્ટવોચ બંને એકબીજા સાથે કનેક્ટ થાય છે.

હકીકતમાં સ્માર્ટવોચનો મૂળ ક્ન્સેપ્ટ જ એ છે કે તે સ્માર્ટફોનાં નાનાં નાનાં કામ કરવાની જવાબદારી પોતાનાં શિરે લઈ લે. સ્માર્ટવોચ પોતાની રીતે કશું કરી શકે તેમ હોય તો તે છે માત્ર સમય બતાવવાનું કામ! બાકીનાં લગભગ તમામ કામ માટે તેણે સ્માર્ટફોન પાસેથી સિગ્નલ મેળવવાં પડશે.

તો સવાલ એ છે કે આવી સ્માર્ટવોચની જરૂર કેમ છે?


એક દલીલ છે કે સ્માર્ટફોનની બેટરી લાંબો સમય ચલાવવા. સ્માર્ટફોનમાં બેટરી બહુ ઝડપી ઊતરી જતી હોવાથી આપણા સૌની ફરિયાદ છે. એ ફરિયાદ ગૂગલ પણ ગંભીરતાી લે છે. કંપનીએ થોડા સમય પહેલાં એન્ડ્રોઇડ બેટરીનો કઈ રીતે વપરાશ કરે છે તેનો અભ્યાસ હાથ ધર્યો અને તેમાં તેે જાણવા મળ્યું કે આપણા ફોનના સ્ક્રીન ચાલુ રહે એ દરમિયાન દરેક એક સેકન્ડ સામે ફોનની બેટરીનો બે મિનિટ જેટલો સ્ટેન્ડબાય ટાઇમ ખર્ચાઈ જાય છે.

હવે તમે વિચારો કે તમે દિવસમાં કેટલી વાર તમારા સ્માર્ટફોન ઓન કરો છો, એ પણ નાનાં નાનાં કામ કરવા માટે? જેમ કે ઘડિયાળમાં સમય જોવા, ઈ-મેઇલ ચેક કરવા, વોટ્સએપ કે બીજા મેસેજ ચેક કરવા, ફેસબુકનાં નોટિફિકેશન જોવા, ગૂગલ નાઉનો પૂરતો ઉપયોગ કરતા હો તો તેના નોટિફિકેશન્સ જોવા… આ બધું જ આપણા ફોનની બેટરી વાપરતું રહે છે.

ટૂંકમાં જેને માટે આપણે સ્માર્ટફોન હાથમાં લેવાની જરૂર  પડવી જોઈએ, એ બધું જ વાયા સ્માર્ટફોન, સ્માર્ટવોચ પર થઈ શકશે.

પરંતુ એના કરતાં પણ વિશેષ, ‘ગૂગલ નાઉની સુવિધા સ્માર્ટવોચ પર વધુ સ્માર્ટ અને ઇફેક્ટિવ બની શકે છે. જેમ કે ધારો કે તમે કોઈની સાથે સાંજના પાંચ વાગ્યે મીટિંગ નક્કી કરી છે. તમારા કેલેન્ડર કે જીમેઇલમાં મીટિંગના સ્થળ, સમય, તારીખની નોંધ પણ છે. સમય પર પહોંચવા તમે સાડા ચાર વાગ્યે ઓફિસમાંથી નીકળવાનું વિચાર્યું  હતું,પણ તમે કામમાં ગળાડૂબ થઈ ગયા કે સમયનું ભાન જ ન રહ્યું.

તમારી મીટિંગનો સમય ને સ્થળ ગૂગલ નાઉને  ખબર છે જ, અને  એ પણ ખબર છે કે સામાન્ય સ્થિતિમાં મીટિંગના સ્થળે હોંચવા તમારે સાડા ચાર વાગ્યે નીકળવું જરૂરી છે. પણ જો સાડા ત્રણેક વાગ્યાથી ભારે વરસાદ શરૂ થાય અને રસ્તે ટ્રાફિક જામ થવાનું શરૂ થાય તો ગૂગલ નાઉ તમે કહેશે કે ‘બોસ, ચાર વાગ્યે જ  નીકળી જાઓ એ ફલાણા-ફલાણા રસ્તે જશો તો ટ્રાફિક ઓછો નડશે.’

આ વાત ફાઇલ્સના ઢગ નીચે દટાયેલા સ્માર્ટફોનને બદલે કાંડા ઘડિયાળમાં જ જોવા મળે તો તમારું તરત ધ્યાન જાય!

કેટલાય એપ ડેવલર્સ  અત્યારની સ્માર્ટવોચમાં ચાલે તેવાં નવી જાતનાં કીબોર્ડ, ફાઇલ્સ મેેનેજર, વેબ બ્રાઉઝર વગેરે બનાવવા લાગી ગયા છે, પણ હકીકતમાં સ્માર્ટવોચમાં બને એટલું કામ વોઇસ કમાન્ડથી જ થશે. એલાર્મ સેટ કરવો, રીમાઇન્ડર રાખવા, એસએમએસ/ઇમેઇલ્સ જોવા અને તેના ટૂંકા, ફટાફટ જવાબ આવા વગેરે બધું કામ સ્માર્ટવોચથી વધુ સહેલું બનશે.

અત્યારે સ્માર્ટવોચની આટલી જ ક્ષમતા છે, જો તમને ઉપયોગી લાગે તો પ્લે સ્ટોર વારંવાર તપાસતા રહો કેમ કે અત્યારે તો બીજા ઘણા લોકોએ આપણી પહેલાં પહોંચીને સ્માર્ટવોચને આઉટ- ઓફ-સ્ટોક કરી નખી છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!