(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મોબાઇલ ડિવાઇસીઝ સંબંધિત ટેકનિકલ શબ્દો

ઓપરેટિંગ સિસ્ટમ (OS: Operating System)

સ્માર્ટફોન વિવિધ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમથી ચાલી શકે છે, જેમ કે અત્યારે સૌથી વધુ લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ છે. આઇઓએસ, વિન્ડોઝ વગેરે અન્ય પ્રકારની લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમ છે.

આગળ શું વાંચશો?

  • પ્રોસેસર/ગીગાહર્ટ્ઝ
  • ટીએફટી
  • રેમ
  • આઈપીએસ
  • પીપીઆઈ
  • ઓએલઈડી
  • એમએએચ
  • એ-જીપીએસ
  • વાઈ-ફાઈ
  • સેન્સર્સ
  • બ્લુટૂથ

 

પ્રોસેસર/ગીગાહર્ટ્ઝ (ડ્યુઅલ-કોર, ક્વાડ-કોર, ઓક્ટા કોર પ્રોસેસર વગેરે)

ફોન એક કમ્પ્યુટર ચીપની શક્તિથી ચાલે છે, જે પ્રોસેસર કહેવાય છે. તેની સ્પીડ ગીગાહર્ટ્ઝ (GHz)માં મપાય છે, તેે ક્લોક સ્પીડ પણ કહેવાય છે. ફોનના પ્રોસેસરના ગીગાહર્ટ્ઝ જેમ વધુ તેમ ફોન વધુ ઝડપી ચાલી શકે.

થોડા સમય પહેલાં મોટા ભાગના સ્માર્ટફોન સિંગલ-કોર પ્રોસેસરથી ચાલતા હતા, મતબલ કે તેમાં પ્રોસેસરમાં ફ્કત એક સીપીયુ – સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ રહેતું હતું. પછી ડ્યુઅલ-કોર (બે કોર) પ્રોસેસર મળતાં થયાં એ પછી ક્વાડ-કોર (ચાર કોર), ઓક્ટા-કોર (આઠ કોર) આવી ગયા. સામાન્ય રીતે, કોરની સંખ્યા જેમ વધુ તેમ ફોન વધુ સ્મૂધ કેમ કે મલ્ટિ-ટાસ્કિંગ વખતે દરેક કોર જુદાં જુદાં કામ વહેંચી લે. વીડિયો, બિઝનેસ ફંક્શન્સને લગતી એપ્સ અને ખાસ કરીને લેટેસ્ટ ગેમ્સ સ્મૂધલી ચલાવવા માટે હવે વધુ શક્તિશાળી પ્રોસેસરની જરૂર પડે છે.

 

ટીએફટી (TFT: Thin Film Transistor) ડિસ્પ્લે

ફોનના સ્ક્રીન ડિસ્પ્લેનો એક પ્રકાર. આ પ્રકારનો ડિસ્પ્લે સામાન્ય રીતે જરા ત્રાંસમાંથી જોતાં કે વધુ પડતા સૂર્યપ્રકાશમાં ઝાંખો થઈ જાય છે. ટીએફટી ડિસ્પ્લે ફોનની બેટરી પણ વધુ વાપરે છે. સામાન્ય રીતે સાદા ફોનમાં આ પ્રકારનો ડિસ્પ્લે વધુ જોવા મળે છે.

 

 

આઇપીએસ (IPS:In-Plane Switching) ડિસ્પ્લે

આ પ્રકારના ડિસ્પ્લેમાં બહેતર રંગો જોઈ શકાય છે અને તેમાં ફોનના સ્ક્રીનને ત્રાંસમાંથી જોઈએ તો પણ સારી સ્ષ્ટતા મળે છે. તેમાં બેટરીનો ઓછો વપરાશ થાય છે.

 

રેમ (RAM: Random Access Memory) અને મેમરી

મોટા ભાગના લોકો ફોનની રેમ અને મેમરી (સ્ટોરેજ કેપેસિટી)માં ગૂંચવાઈ જાય છે કારણે બંને જીબીમાં જ મપાય છે. ફોનની ઓપરેટિંગ સિસ્ટમ, જુદી જુદી એપ્સ, ગેમ્સ, વીડિયો વગેરેને રન થવા માટે જે સ્પેસ જોઈએ તે રેમ હોય છે. મતલબ કે રેમ જેમ વધુ તેમ ફોનમાં એક સાથે એકથી વધુ એપ્સ ચાલી શકે અને વધુ ઝડપી ચાલી શકે.

જ્યારે સ્ટોરેજ માટે વપરાતી મેમરી એપ્સ, ગેમ્સ, મ્યુઝિક, વીડિયો અન્ય ડોક્યુમેન્ટ્સ વગેરેના સંગ્રહ માટે વપરાય છે. જેમ રેમ વધુ તેમ સંગ્રહક્ષમતા વધુ.

એક્સપાન્ડેબલ મેમરી એટલે વધારાનું માઇક્રોએસડી કાર્ડ ફોનમાં લગાવવાથી વધારી શકાતી મેમરી. અમુક એપ્સે આ એક્સર્ટલ મેમરીમાં સ્ટોર કરી શકાય છે, પણ કેટલીક એપ્સ માત્ર ઇન્ટર્રલ મેમરીમાં જ સ્ટોર થાય છે.

 

 

ઓએલઇડી (OLED: Organic Light Omitting Diode)

મોંઘા ભાવના ફોનમાં આ પ્રકારના ડિસ્પ્લે જોવા મળે છે. સેમસંગ જેવી કંપની ઓએલઇડી માટે એએમઓ-એલઇડી (AMOLED: Anti-Matrix Organic Light Omitting Diode) શબ્દો ઉયોગ કરે છે. બીજા બધા ડિસ્પ્લે કરતાં ઓએલઇડી ડિસ્પ્લેમાં તડકામાં પણ બિલકુલ સ્ષ્ટતાથી જોઈ-વાંચી શકાય છે. તેમાં બેટરીનો લગભગ એલસીડી ડિસ્પ્લે જેટલો જ વપરાશ થાય છે.

સુપર ઓએલઇડી હજી વધુ સારો ડિસ્પ્લે છે, તેમાં ટચ સેન્સર્સે ડિસ્પ્લેની ઉપર અલગ લેયરને બદલે સીધા મુખ્ય ડિસ્પ્લે સ્ક્રીન પર જ ગોઠવી શકાય છે. સુપર એમોએલઇડી સૌથી પાતળી ડિસ્પ્લે ટેક્નોલોજી છે અને તે એમોએલઇડી કરતાં ઘણી વધુ રિસ્પોન્સિવ  છે. કેટલાક ફોનમાં સુપર એલઇડી ડિસ્પ્લે પણ હોય છે.


 

પીપીઆઇ (PPI : Pixel Per Inch)

ફોનનો ડિસ્પ્લે કેટલો શાર્પ છે તે દર્શાવતો શબ્દ. સામાન્ય રીતે પીપીઆઇ જેમ વધુ તેમ ડિસ્પ્લે વધુ શાર્પ. ઘણી ફોન મેન્યુફેક્ચરિંગ કંપની આપણને ગૂંચવવા માટે સ્ષ્ટણે પીપીઆઇ જણાવવાને બદલે  એચડી, ફૂલએચડી, ક્યુએચડી, એવીજીએ, ડબલ્યુએસવીજીએ જેવા શબ્દો અને વિવિધ આંકડાનો ઉપયોગ કરે છે.

 

એમએએચ(mAh: Million Amprio per Hour)

ફોનની બેટરીની ક્ષમતા માપવાનું એકમ. બેટરીની એમએએચ જેમ વધુ તેમ બેટરીની ક્ષમતા વધુ. જોકે ફોનમાં બેટરી કેટલું ચાલશે તેનો આધાર ફક્ત એમએએચ પરનથી, ફોનના સ્ક્રીનની સાઇઝ, પ્રોસેસર, ઓએસ વગેરે પર પણ તેનો આધાર હોય છે.

 

એ-જીપીએસ (A-GPS : Assisted Global Positioning System)

આપણે જાણીએ છીકે કે જીપીએસ ટેક્નોલોજી સેટેલાઇટ્સની મદદથી મેપ્સ પર આપણું લોકેશન સારી એવી ચોક્સાઇથી બતાવી શકે છે. જીપીએસમાં, સેટેલાઇટ્સે સિગ્નલ્સ મોકલવામાં આવે છે, તે તરત આવે પછી જટિલ ગણતરીઓ થાય છે એ પછી લોકેશન નક્કી થાય છે, આમાં પ્રમાણમાં ઘણો સમય લાગી શકે છે. જ્યારે આસિસ્ટેડ-જીપીએસમાં આપણા મોબાઇલ નેટવર્કના ટાવર્સ તરફથી મળતા ડેટાને પણ  ઉપયોગમાં લેવામાં આવતો હોવાથી આપણું સ્થાન ઘણું વઘુ ઝડપી નક્કી થઈ શકે છે. મોટાભાગના મોબાઇલમાં હવે એ-જીપીએસ ટેક્નોલોજી હોય છે અને તેના કારણે મુસાફરી દરમિયાન દરેકે દરેક વળાંકની જાણકારી આપતું નેવિગેશન શક્ય બને છે.

 

વાઇ-ફાઇ

દરેક સ્માર્ટફોન હવે વાઇ-ફાઇ કનેક્ટિવીટીની સગવડ ધરાવે છે. આપણે મોબાઇલ કંપની તરફથી ઇન્ટરનેટ સાથે  કનેક્ટ થવા માટે ડેટા કનેકશન મેળવી શકીએ છીએ, તેમ ઘર કે ઓફિસમાં વાયરલેસ રાઉટરની સગવડ હોય તો તેનાં સિગ્નલ્સથી ફોનમાં ઇન્ટરનેટ એક્સેસ કરી શકાય છે. ઘણાં જાહેર સ્થળોએ પણ વાઇ-ફાઇની સગવડ મેળવી શકાય છે.

 

સેન્સર્સ

ફોનની કિંમત મુજબ તેમાં વધુ-ઓછા સેન્સર્સ હોય છે. લગભગ તમામમાં હવે જાયરોસ્કો અને એક્સલરોમીટર હોય છે. ફોનને ઊભામાંથી આડો (પોટ્રેઈટમાંથી લેન્ડસ્કેપ) કરીએ ત્યારે સ્ક્રીનનો ડિસ્પ્લે પણ રોટેટ થાય કે કાર રેસિંગ જેવી ગેમ્સમાં હેન્ડસેટને આપણે સ્ટીઅરિંગની જેમ ઘુમાવીએ અને કાર ડાબે-જમણે જાય તેવું આ પ્રકારના સેન્સર્સથી શક્ય બને છે.ફોનમાં જો એમ્બિયન્ટ લાઇટ સેન્સર પણ હોય તો તેની મદદથી બહારના પ્રકાશ મુજબ સ્ક્રીનની બ્રાઇટનેસ આપોઆપ વધુ-ઓછી થાય છે. પ્રોક્સિમીટી સેન્સરી, વાત કરવા માટે આપણે ફોન કાન પાસે લઈ જઇએ તો સ્ક્રીનનો ડિસ્પ્લે આપોઆપ ઓફ થાય છે. જેસ્ચર રેકગ્નિશી ફોનને વિવિધ જેસ્ચરથી નેવિગેટ કરી શકાય છે.

 

બ્લુટૂથ

એકથી વધુ સાધનોને વાયર વિના એકબીજા સાથે જોડવાની ટેકનોલોજી. બે ફોનની બ્લુટૂથથી કનેક્ટ કરીને એકમાંની ફાઇલ્સ બીજા ફોનમાં ટ્રાન્સફર કરી શકાય. વાયર વિનાના હેન્ડસેટ, કીબોર્ડ વગેરે વિવિધ સાધનોને પણ બ્લુટૂથની મદદથી મોબાઇલ સાથે કનેક્ટ કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!