કમ્પ્યુટર, ઇન્ટરનેટ, સ્માર્ટફોન વગેરેનો ઉપયોગ વધે છે તેમ તેને લગતી ગૂંચવણો પણ વધે છે. તમને આવા કોઈ સવાલો પજવતા હોય તો આ વિભાગ તમારા માટે જ છે!
સવાલ મોકલનારઃ જેમિન મકવાણા
આ શબ્દો જરા ધ્યાનથી વાંચો : ‘લેખિત શબ્દો સમયની સાથે ચાલી શક્યા નથી. મૂવીઝ તેનાથી આગળ નીકળી ગઈ છે. આપણે ટોકિઝ જોઈ શકીએ છીએ, પણ હજી આપણને રીડીઝ (‘રીડિંગ પરથી)ની ભેટ મળી નથી. લેખનની શઆત થઈ ત્યારથી લેખિત શબ્દો પુસ્તકોમાં ગૂંગળાઈ રહ્યા છે. હવે તો શબ્દોમાં એક મોટી ક્રાંતિની જર છે. આજના સમયની ઝડપે મારે વાંચવું હોય તો મારી એક મશીન હોવું જોઈએ. એક સીમ્પલ રીડિંગ મશીન જેને હું ગમે ત્યાં લઈ જઈ શકું, કોઈ પણ પાવરપ્લગ સાથે જોડી શકું અને હજારો શબ્દોનું પુસ્તક હું ઇચ્છું તો ૧૦ મિનિટમાં વાંચી શકું. મારે તો આવું મશીન જોઈએ છે.
તમને લાગશે કે આઇપેડ જેવી ક્રાંતિકારી શોધ કરનારા એપલના સ્થાપક સ્ટીવ જોબ્ઝના શબ્દો હશે. પણ ના, આ વિચારો ગાંધીજી કરતાં ત્રણ વર્ષ, ૧૮૮૬માં અમેરિકાના શિકાગોમાં જન્મેલા અને પછી બહુ મોટી સંખ્યામાં વિવિધ પ્રકારનાં પુસ્તકો લખનારા રોબર્ટ કાર્લટન બ્રાઉનના છે.
ભારતને હજી આઝાદ નહોતી મળી અને ગાંધીજીએ મીઠા પર અંગ્રેજોના અંકુશના વિરોધમાં ૧૨મી માર્ચ, ૧૯૩૦ના દિવસે દાંડીકૂચ આરંભી, છેક એ અરસામાં રોબર્ટ બ્રાઉને પુસ્તકના મશીનની કલ્પના કરી હતી, જે ૭૦-૮૦ વર્ષ પછી આજના ‘ઇ-બુક રીડર’ તરીકે સાકાર થઈ, જ્યારે રોબર્ટ બ્રાઉને એ જોયા પહેલાં જ ૧૯૫૯માં આંખો મીંચી દીધી.
કિન્ડલ પણ એક પ્રકારનું ઇ-બુક રીડર સાધન છે. ઓનલાઇન પુસ્તકો વેચવાનું શ કરીને પુસ્તક પ્રકાશનની દુનિયામાં ખળભળાટ મચાવી દેનારી એમેઝોન (www.amazon.com) કંપનીએ આગળ જતાં, નવેમ્બર ૧૯, ૨૦૦૭માં પુસ્તકોને ડિજિટલ સ્વપે વાંચી શકાય એવા હાથવગા સાધન તરીકે ઇ-બુક રીડર ‘કિન્ડલ’ની ભેટ આપી. અંગ્રેજીમાં અગ્નિ પેટાવવાની પ્રક્રિયાને ‘કિન્ડલ એ લાઇટ’ કહે છે, બૌદ્ધિક રીતે પુસ્તકોનું કામ એ જ છે અને એમેઝોનનું સાધન તો વળી એક નવા યુગની ચેતના જગાવે એવું હતું એટલે એને કિન્ડલ નામ આપવામાં આવ્યું.
કિન્ડલ એવું સાધન છે, જેની મદદથી લોકો ઓનલાઇન સ્ટોર પર જઈને અસંખ્ય ઇ-બુક્સ જોઈ શકે છે, તેનાં સેમ્પલ ડાઉનલોડ કરી શકે છે, ફ્રી ઇ-બુક્સ ડાઉનલોડ કરી શકે છે કે ખરીદી શકે છે. તમને રેલવે સ્ટેશને બેઠાં કે એરપોર્ટ પર બેઠાં કોઈ પુસ્તક વાંચવાની ઇચ્છા થાય તો ઘડીના છઠ્ઠા ભાગમાં એ પુસ્તક તમારા કિન્ડલમાં હાજર કરીને તમે વાંચવાનું શ કરી શકો! ક્ધિડલ પર ન્યૂઝપેપર, મેગેઝિન, બ્લોગ્સ વગેરે પણ વાંચી શકાય છે. સમયની સાથે કિન્ડલ સીરિઝનાં સાધનોમાં નવી નવી સગવડો ઉમેરાતી ગઈ છે. એમેઝોનની જેમ નૂક, કોબો, સોની, જેટબુક વગેરે કંપનીઓ પણ ઇ-બુક રીડર બનાવે છે.
સમય જતાં જેમ ફોન અને કમ્પ્યુટરની ભેળસેળ થઈ ગઈ અને સ્માર્ટફોન ટેબલેટ આવી ગયાં તેમ, હવે ઇ-બુક રીડર અને ટેબલેટ પણ એકમેકની બહુ નજીક આવી ગયાં છે.
સામાન્ય રીતે ટેબલેટ ઇ-રીડર કરતાં વધુ કામ કરી શકે છે, તેમાં બહુવિધ પ્રકારનું ક્ધટેન્ટ જોઈ-વાંચી-સાંભળી શકાય છે અને ઘણે અંશે આવું ક્ધટેન્ટ ક્રિએટ પણ કરી શકાય છે. જ્યારે ઇ-બુક રીડર મુખ્યત્વે વાંચન માટે જ સર્જાયેલાં હોવાથી તેમાં વાંચનક્ષમતા પર વધુ ભાર મૂકાયો છે. તેના વિશિષ્ટ પ્રકારના સ્ક્રીનથી કાગળ પરનું લખાણ વાંચતા હોઇએ એવો અનુભવ મળે છે અને તેની બેટરી પણ પ્રમાણમાં વધુ ચાલે છે. અલબત્ત હવે મોટા ભાગના ઇ-બુક સેલર્સ ડેસ્કટોપ, ટેબલેટ્સ અને મોબાઇલ સાધનો માટે ઇ-બુક વાંચવાની સગવડ આપતી એપ્સ આપે છે, જેના કારણે ઇ-બુક વાંચવા ઇ-બુક રીડર જ જોઈએ એવી સ્થિતિ રહી નથી.
વિશ્વભરમાં ઇ-બુક રીડરનું વેચાણ ઘટી રહ્યું છે, પણ એમેઝોન ક્ધિડલ હજી પણ મજબૂત સ્થિતિમાં છે. એમેઝોન કંપનીએ ક્ધિડલ પછી ક્ધિડલ ૨, ક્ધિડલ ડીએક્સ, ક્ધિડલ કીબોર્ડ, ક્ધિડલ ટચ, ક્ધિડલ પેપરવ્હાઇટ જેવાં મોડેલ રજૂ કર્યાં. ટેબલેટ સામે ટકી રહેવા કંપનીએ ૨૦૧૧થી એન્ડ્રોઇડ આધારિત ક્ધિડલ ફાયર સીરિઝ પણ રજૂ કરી છે. તેમાં ૭ ઇંચનો કલર મલ્ટિ-ટચ ડિસ્પ્લે છે અને એમેઝોન એપસ્ટોરની મદદથી તેમાં મૂવીઝ અને ટીવી શો પણ જોઈ શકાય છે. ક્ધિડલમાં હવે વેબ બ્રાઉઝર, ઇ-મેઇલ, ફેસબુક, ટવીટર જેવી એપ્સ વગેરે હોય છે અને એમપી૩ ફાઇલ્સથી પુસ્તક વાંચતાં વાંચતાં મ્યુઝિકનો આનંદ પણ લઈ શકાય છે. વર્ષ ૨૦૧૨માં કિન્ડલ ફાયર એપલ આઇપેડ પછી બીજા નંબરનું સૌથી વધુ વેચાતું ટેબલેટ હતું.
જો તમે કિન્ડલ ખરીદ્યા વિના તમારા પીસીમાં એમેઝોનની બુક્સ વાંચવાનો આનંદ લેવા માગતા હો અને મોબાઇલમાં કિન્ડલ એપ વડે પીસી અને મોબાઇલમાંનાં પુસ્તકોને સિન્ક્ડ રાખવા માગતા હો તો સાયબરસફરના સૌથી પહેલા, ફેબ્રુઆરી ૨૦૧૨ના અંકમાં તે વિશે વધુ માહિતી છે.
