ચોક્કસ ભાગનો સ્ક્રીનશોટ કેવી રીતે લેવાય?
સવાલ મોકલનારઃ- હર્ષદ ગાંધી, મુંબઈ
હર્ષદભાઈનો સવાલ એ છે કે તેમનેે ઇમેઇલમાં આવેલી રેલવેની ટિકિટ પ્રિન્ટ કરવી હોય ને આખા પેજનો સ્ક્રીનશોટ લેવાની જરુર હોય તો શું કરવું?
આમ તો ભારતીય રેલવે પોતે હવે સૌને પ્રોત્સાહન આપે છે કે તમે ઓનલાઇન ટિકિટ બુક કરાવી હોય તો તેની કાગળ પર પ્રિન્ટ કાઢવો બદલે ફોન કે ટેબલેટમાં જ તેનો મેઇલ બતાવી દો તો ચાલશે.
છતાં, એવી સગવડ હોય અને કોઈ હાલાકીની સ્થિતિ ટાળવા માટે પણ તમે ઇમેઇલમાં આવેલી ટિકિટ પ્રિન્ટ કરવા માગતા હો તો નીચેનાં પગલાં લઈ શકાય :
- તમારી પાસે પ્રિન્ટર હોય તો ઈ-મેઇલમાંથી જ પ્રિન્ટ કાઢી લો.
- પ્રિન્ટર હોય તો ઇમેઇલમાંથી પ્રિન્ટર કમાન્ડમાં જાઓ અને એ ઈ-મેઇલને પીડીએફ (પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ) તરીકે પ્રિન્ટ કરી લો અને પછી પેન ડ્રાઇવમાં લઈને બહારના પ્રિન્ટર પાસે પ્રિન્ટ કઢાવી લો.
- જો પીડીએફ કરવાની સુવિધા કે જાણકારી પણ ન હોય તો?
તો સહેલો રસ્તો, આપણા સ્ક્રીન પર દેખાતી ટિકિટનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે! તમે જાણતા જ હશો કે કીબોર્ડ પર ડાબી બાજુએ ઉપર પ્રિન્ટ સ્ક્રીનની કી આપેલી છે એને પ્રેસ કરીએ એટલે આખા સ્ક્રીનની ઇમેજ લેવાઈ જાય, તે કમ્પ્યુટરની મેમરીમાં સચવાય અને આપણે તેે સાદા વર્ડ કે પેઇન્ટ જેવા પ્રોગ્રામમાં પેસ્ટ કરી શકીએ.
હર્ષદભાઈએ એ રસ્તો તો કરી લીધો છે, પણ એમનો પ્રશ્ન એથી આગળનો છે, પ્રિન્ટ સ્ક્રીન તો આખા સ્ક્રીનનો આવે, જેમાં ટિકિટ ઉપરાંત, સ્ક્રીન પર દેખાતું બધું જ કેપ્ચર થાય. રેલવે ટિકિટમાં તો માની લઇએ કે કામનો ભાગ પ્રિન્ટ કાઢ્યા પછી કાગળમાંથી કાઢી લઈએ, પણ એ સ્ક્રીમશોટ કોઈને ઈ-મેઇલમાં મોકલવાો હોય તો?તેનો સહેલો રસ્તો આપણા કમ્પ્યુટરમાં જ છે! ફક્ત આપણી નજર બહાર રહ્યો છે.
સ્ટાર્ટ બટન પર ક્લિક કરી, ઓલ પ્રોગ્રામ્સમાં જાઓ એ તેમાં એક્સેસરીઝમાં જાઓ.- અહીં સ્પિનિંગ ટૂલ શોધીને તેના પર ક્લિક કરો.
- સ્ક્રીન પર એક નાનકડી વિન્ડો ઓપન થશે.
- તેમાં ન્યૂ પર ક્લિક કરી, રેક્ટેંગલ ક્લિક પસંદ કરો અને તમારા ઈ-મેઇલમાં ટિકિટ જેટલા જ ભાગ પર માઉસથી ચોરસ દોરતાં ફક્ત એટલો ભાગ એક ઇમેજ તરીકે મળશે (આખી ટિકિટ દેખાતી હોય તો માઉસના સ્ક્રોલ બટન અને કંટ્રોલ કીની મદદી બ્રાઉઝરમાંના લખાણને નાનું-મોટું કરી શકાશે).
- હવે સિસ્ટમ જ એ ઇમેજે ક્યાં સેવ કરવી તે પૂછશે. તમારે કામના ફોલ્ડરમાં તેે સેવ કરી લો, પછી પેનડ્રાઇવમાં ટ્રાન્સફર કરો કે જેને મોકલવાનું હોય તેેને મેઇલ કરો!
આપણે ઇચ્છીએ તો સ્ક્રીન પર દેખાતા અમુક ભાગો વર્તુળાકાર સ્ક્રીનશોટ લઈ શકીએ એવાં એક ફીચર્સ કરાવતાં સોફ્ટવેર પણ ઉપલબ્ધ છે, પણ ક્યારેક જે કામ સોઈથી થાય તેે માટે તલવાર કાઢવાની જરુર નહીં!
હર્ષદભાઈ જેવો સવાલ ઘણા લોકોને તો હશે એમને માટે એને પોોતાના વ્યવસાયમાં ઝડપથી, ચોક્કસ ભાગો સ્ક્રીનશોટ મેળવવા માગતા બીજા લોકોને પણ આ સ્પિનિંગ ટૂલ બહુ ઉપયોગી છે.

