(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સવાલ મોકલનાર : માધવ ધ્રુવ, જામનગર

વાચકો જ્યારે સમય કરતાં આગળ હોય તેવા સવાલો પૂછે ત્યારે ‘સાયબરસફર’ની બધી મહેનત સાર્થક થતી લાગે છે!

સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી કરતા સંખ્યાબંધ લોકોને તેના સ્ક્રીન પર જોવા મળતો એચડીઆર મોડ ખરેખર શું છે એ ખબર નથી હોતી ત્યારે આ વાચક મિત્રને એચડીઆર+ શું છે એ જાણવાની ઉત્કંઠા જાગી છે!

સામાન્ય એચડીઆર વિશે તો આપણે ફેબ્રુઆરી ૨૦૧૫ના અંકમાં વિગતવાર માહિતી મેળવી લીધી છે. એ મુજબ એચડીઆર એટલે હાઇ ડાઇનેમિક રેન્જ.

જ્યારે આપણે ફોટોગ્રાફી કરીએ ત્યારે કેમેરામાં રહેલ સેન્સર જેટલી વધુ સારી રીતે તેને મળતો પ્રકાશ ઝીલી શકે તેટલી વધુ સ્પષ્ટ તસવીર આપણને મળે. કેમેરાનું લક્ષ્ય તેને મળતા પ્રકાશનો મહત્તમ ઉપયોગ કરવાનું હોય છે. સામાન્ય રીતે આપણો અનુભવ હોય છે તેમ જ્યારે આપણે વધુ પ્રમાણમાં પડછાયા અને તીવ્ર પ્રકાશવાળી સ્થિતિનો ફોટોગ્રાફ લેવાનો પ્રયાસ કરીએ ત્યારે મોટા ભાગે પડછાયા કે પ્રકાશ બંનેમાંથી એકતરફ ડિટેઇલનો ભોગ લેવાય છે.

ફોટોગ્રાફીના જાણકાર લોકો પડછાયા અને પ્રકાશનું સરસ સંતુલન સાધીને તેમના ફોટોગ્રાફમાં બંને સ્થિતિમાં સુંદર ડિટેઇલ મેળવી શકે છે, પરંતુ આપણા જેવા બિનઅનુભવી લોકો માટે આવું સંતુલન સાધવું લગભગ અશક્ય હોય છે. આ સ્થિતિમાં કેમેરામાંની એચડીઆર ટેકનોલોજી આપણી મદદે આવે છે.

આ બંને તસવીર વચ્ચેનો તફાવત દેખીતો છે. બીજી તસવીરમાં, બેકગ્રાઉન્ડમાંની ખીણની ડિટેઇલ્સ વધુ સ્પષ્ટ છે અને આકાશમાંમાંના વાદળાં પણ એકદમ સ્પષ્ટ ઝીલાયાં છે.

જ્યારે આપણે મોબાઇલ કેમેરામાં એચડીઆર મોડમાં કોઈ ફોટોગ્રાફ લઈએ ત્યારે કેમેરાને એ ફોટોગ્રાફ તૈયાર કરતાં સામાન્ય કરતાં થોડો સમય વધુ લાગે છે કારણ કે એચડીઆર મોડમાં કેમેરા એકની એક સ્થિતિની ત્રણ અલગ અલગ પ્રકારના એક્સપોઝર સાથે ઇમેજ કેપ્ચર કરે છે.

મજાની વાત એ છે કે મોબાઇલમાં આપણે એચડીઆર મોડમાં ફોટોગ્રાફી કરી રહ્યા હોઈએ ત્યારે આ બધું આપોઆપ થાય છે અને પછી કેમેરા પોતે વિવિધ એક્સપોઝરથી લેવાયેલી વિગતો એક જ ઇમેજમાં એકઠી કરીને પડછાયા અને પ્રકાશમાં સરસ સંતુલન સાથેની તસવીર આપણને આપે છે.

ગૂગલના નેક્સસ-૫ અને ૬ સ્માર્ટફોનમાં આ એચડીઆર મોડને હજી વધુ હાઇટેક બનાવતી ટેકનોલોજી ઉમેરાઈ છે જેને નામ આપવામાં આવ્યું છે એચડીઆર+.

આ મોડમાં સ્માર્ટફોનનો કેમેરા એચડીઆઈઆર મોડના સામાન્ય સિદ્ધાંત ઉપરાંત કમ્પ્યુટેશનલ ફોટોગ્રાફી (જુઓ ડિસેમ્બર ૨૦૧૬નો અંક)ની ટેકનોલોજીની કરામતનો ઉપયોગ કરે છે અને સામાન્ય કેમેરા કરતાં ઘણી વધુ બહેતર ગુણવત્તાના પરિણામ આપે છે.


જો આ લેખ તમે પ્રિન્ટેડ મેગેઝિનમાં વાંચી રહ્યા હશો તો આ પેજ પરની ગ્રે સ્કેલ તસવીરોથી તમને એચડીઆર+થી તસવીરની ગુણવત્તા કેટલી બદલાઈ શકે છે તેનો પૂરો અંદાજ કદાચ નહીં આવે પરંતુ જો વેબસાઇટ પર આ લેખ વાંચી રહ્યા હશો તો તમો જોશો કે એચડીઆર+થી મેળવી શકાતો તફાવત ખરેખર ઉડીને આંખે વળગે તેવો હોય છે.

પહેલી તસવીરમાં ચહેરા સંખ્યાબંધ ડોટ્સ જોવા મળે છે, જ્યારે બીજી તસવીરમાં એટલો જ પ્રકાશ મળ્યો હોવા છતાં ડોટ્સ લગભગ ગાયબ છે અને તસવીરની સ્પષ્ટતા ઘણી વધી ગઈ છે.

આ ટેકનોલોજી અનુસાર જ્યારે ઓછા પ્રકાશમાં તસવીર લેવાઈ રહી હોય ત્યારે સામાન્ય કેમેરા લાંબા એક્સપોઝર સાથે એક ફોટોગ્રાફ લેતો હોય છે જેથી તે વધુ પ્રમાણમાં પ્રકાશ ઝીલી શકે. પરંતુ એમ કરવા જતા મળતા પરિણામમાં એટલે કે ફોટોગ્રાફમાં નોઇસ તરીકે ઓળખાતાં ઝીણાં ઝીણાં ટપકાં જોવા મળે છે. જ્યારે એચડીઆર+ મોડમાં ઓછા પ્રકાશમાં ફોટોગ્રાફી થઈ રહી હોય ત્યારે એક સેકન્ડ કે સેકન્ડના ત્રીજા ભાગ જેટલા સમયમાં એક સાથે સંખ્યાબંધ ફોટોગ્રાફ ઓછા એક્સપોઝર ટાઇમ સાથે ખેંચવામાં આવે છે.

આ પછી કેમેરા પોતે આ તમામ ફોટોગ્રાફમાંથી જે ફોટોગ્રાફ સૌથી વધુ શાર્પ હોય તેને બેઝ ઇમેજ ગણીને બાકીના તમામ ફોટોગ્રાફનો તેની સાથે મેળ બેસાડે છે.

આ તસવીરોમાંનો તફાવત પારખી શકો છો? અહીં ક્રમ જાણી જોઈને ઊંધો રાખ્યો છે, અહીં ઉપરની તસવીર વધુ સ્પષ્ટ છે! આ તફાવત સમજવા કરવા ઇન્સેટ તસવીરો જુઓ. ફાનસ ને જાળીમાંથી આવતા પ્રકાશને કારણે નીચેની તસવીરોમાં ધાબાં સર્જાયાં છે, જ્યારે ઉપર ડિઝાઇન સ્પષ્ટ દેખાય છે.

હવે મજા જુઓ. કેમેરા તેણે લીધેલા દરેક ફોટોગ્રાફના દરેક પિક્સેલ (એટલે કે આખો ફોટોગ્રાફ જેનાથી બને તે અત્યંત નાના નાના  ચોરસ). પિક્સેલમાં જે જે પ્રમાણમાં કલર ઝીલાયા હોય તેની એવરેજ કાઢીને બેઝ ઇમેજના દરેક પિક્સેલમાં આ એવરેજ કલર રિપ્લેસ કરે છે. પરિણામે બહુ જ ઓછા નોઇસ સાથે ઓછા પ્રકાશમાં પણ વધુ સ્પષ્ટતા ધરાવતી તસવીર આપણને મળે છે!

એચડીઆર+થી ફોટોગ્રાફમાં કેવો તફાવત આવે છે એ તમે આ સાથેના ફોટોગ્રાફમાં બરાબર જોઈ શકશો.

સામાન્ય એચડીઆર અને એચડીઆર+માં બીજો પણ એક મોટો તફાવત છે.

સામાન્ય એચડીઆરમાં એક જ તસવીરના અલગ અલગ એક્સપોઝરમાં વિવિધ શોટ્સ લેવામાં આવે છે. આ સ્થિતિમાં, જો એચડીઆર મોડમાં ઓછા પ્રકાશમાં ફોટોગ્રાફ લેવામાં આવે ત્યારે જો કેમેરા સહેજ પણ ધ્રૂજી જાય તકલીફ ઊભી થાય છે.

આ દરેક ફોટોગ્રાફ વિવિધ એક્સપોઝરવાળા હોય અને કેમેરા ધ્રૂજે તો ઓબ્જેક્ટ્સની પોઝિશન અને એક્સપોઝર બંને બદલાઈ જવાથી બધા ફોટોગ્રાફ એકબીજા પર પરફેક્ટલી મેચ થતા નથી અને ફોટોગ્રાફ બ્લર થયેલો લાગે છે. એચડીઆર+ આ તકલીફનો પણ સરસ ઉપાય આપે છે. તેમાં એક જ એક્સપોઝર સાથે લેવામાં આવે છે. આથી કેમેરા ધ્રૂજે તો પણ  તસવીર એકદમ શાર્પ મળે છે. આમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સવાળી કરામત તો ખરી જ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!