(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મોબાઇલમાં ઘૂસી આપણા વતી ખરીદી કરતો માલવેર

પીસીમાં રેન્સમવેર અને મોબાઇલમાં બ્લુવ્હેલનો આતંક હજી ચાલુ જ છે ત્યાં વધુ એક નવા માલવેરના સમાચાર આવ્યા છે. સમાચારો મુજબ ઝેફકોપી નામનો આ માલવેર આપણા મોબાઇલમાં ઘૂસીને આપણા રૂપિયા ચોરી જાય છે!

રશિયા સ્થિત કેસ્પરસ્કાય નામની એક ઇન્ટરનેટ સિક્યોરિટી ફર્મે આ માલવેર વિશે દુનિયાને ચેતવણી આપી છે. આપણા માટે વધુ ચિંતાજનક બાબત એ છે કે એ ફર્મના અહેવાલ અનુસાર, આ માલવેરના નિશાન બનેલા મોબાઇલ ફોન્સમાંથી પૂરા ૪૦ ટકા જેટલા ફોન ભારતમાં છે.

આ માલવેર આપણા ફોનમાં ઘૂસે તે પછી વેપ બિલિંગ (એટલે કે આપણી મોબાઇલ કંપનીના બિલ મારફત નાણાં ચૂકવવાની સગવડ આપતી ઓનલાઇન પેમેન્ટ વ્યવસ્થા)ની સુવિધા આપતાં વેબપેજીસ પર પોતાની મેળે ક્લિક્સ કરે છે, આ પ્રકારના બિલિંગમાં ક્રેડિટ/ડેબિટ કાર્ડ નંબરની હોતી નથી અને આ માલવેર કેપ્ચા (ઓર્ડર આપનાર ખરેખર માણસ છે એવું સાબિત કરવાની વ્યવસ્થા) સિક્યોરિટીને બાયપાસ કરી લે છે.

આટલે સુધી તો ઠીક છે કે નકરી માહિતીની વાત થઈ. આપણા ફોનમાં આ માલવેર ઘૂસ્યો છે કે નહીં એની ખબર કેમ પડે?

નિષ્ણાતો કહે છે કે જાણવાનો એક ઉપાય છે. વેપ બિલિંગ મોબાઇલ કંપની આધારિત હોવાથી તે વાઇ-ફાઇ પર કામ કરતું નથી, આથી આ માલવેર તેણે આપણા વતી ખરીદી કરીને તેની રકમ આપણા બિલમાં ચઢાવવી હોય ત્યારે જો ફોન વાઇ-ફાઇ પર હોય તો માલવેર પોતાની રીતે વાઇ-ફાઇ બંધ કરે છે અને મોબાઇલ ડેટા કનેક્શન ચાલુ કરે છે.

જો તમારા ફોનનું વાઇ-ફાઇ કનેક્શન આ રીતે આપોઆપ બંધ થતું હોવાનું કે ફોનના બિલમાં અણધાર્યો વધારો ધ્યાનમાં આવે તો સમજો કે તમારા ફોનમાં આ માલવેર હોઈ શકે છે અને તો ફોનને બિલકુલ ફોર્મેટ કરવો હિતાવહ છે.

પણ બ્લુ વ્હેલ હોય કે આ માલવેર, એ આપણા ફોનમાં ઘૂસે છે કઈ રીતે એ સમજવું ખાસ જરૂરી છે. એ તો દેખીતું છે કે પ્લે સ્ટોરમાંથી આવી જોખમી બાબતો આપણા ફોનમાં આવી શકે નહીં.

એન્ડ્રોઇડ ફોનમાં અનનોન સોર્સિઝ એટલે કે પ્લે સ્ટોર સિવાયની કોઈ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલી એપીકે (એન્ડ્રોઇડ પેકેજ કિટ) ઇન્સ્ટોલ કરવાની સુવિધા હોય છે. સામાન્ય રીતે, આ સુવિધા બંધ હોય છે જેથી માલવેર પોતાની રીતે ઘૂસી ન શકે, પણ તમે ઇચ્છો તો તેને ઓન કરીને વિશ્વસનીય એપીકે ઇન્સ્ટોલ કરી શકો છો. જો તમે એન્ડ્રોઇડના ખાસ જાણકાર ન હો તો ફોનના સેટિંગ્સમાં, સિક્યોરિટી વિભાગમાં અનનોન સોર્સિઝનો વિકલ્પ હંમેશા બંધ રાખો.

આ વાત બીજા એક મુદ્દા તરફ પણ ધ્યાન દોરે છે. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર બ્લુ વ્હેલ જેવી ગેમ પર પ્રતિબંધ મૂકવાની વાત કરે છે, પણ આવી ગેમ કે માલવેર પ્લે સ્ટોરમાં શોધીને ડાઉનલોડ કરી શકાતા નથી. બ્લુ વ્હેલ ચેલેન્જની સૂચનાઓ જો ફક્ત સોશિયલ મીડિયા દ્વારા અપાતી હોય તો તેને અટકાવવી અશક્ય છે અને એ જો એ ખરેખર ડાઉનલોડ કરી શકાતી ગેમ હોય (જાતઅનુભવ વિના તેના વિશે કશું ખાતરીબદ્ધ રીતે કહેવું પણ અશક્ય છે!) તો તેની એપીકે ફાઇલની લિંક પમ સોશિયણ મીડિયા દ્વારા મોકલી શકાય છે અને લોકો તેને ઇન્સ્ટોલ કરવા અનનોન સોર્સિઝવાળા વિકલ્પને થોડો સમય ઇનેબલ કરી શકે છે.

ટૂંકમાં બ્લે વ્હેલ કે ઝેફકોપી માલવેર જેવા ઇન્ટરનેટ પરથી ફેલાતા કોઈ પણ જોખમ સામે કોઈ સરકારી પ્રતિબંધ રક્ષણ આપશે એવી આશામાં રહેવાને બદલે આપણે પોતે તેની સમજ કેળવવી પડશે અને આપણે પોતે જ તેને પોતાના ફોનમાં દાખલ થતાં અટકાવવા પડશે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!