(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વિવિધ ધ્વજનો વિશાળ ભંડાર

ઇટાલીના એક કમ્પ્યુટર એન્જિનયરે વિવિધ પ્રકારના ધ્વજ વિશે વધુ જાણવાનો શોખ હતો, એ શોખને આજે ધ્વજ વિશેના ઇન્ટરનેટ પરના કદાચ સૌથી મોટા રીસોર્સનું સ્વરુપ‚ લઈ લીધું છે

વેક્સિલોલોજી એટલે શું, જાણો છો? કાર્ડિયોલોજી કે ન્યુરોલોજીની જેમ આ પણ મેડિકલ સાયન્સની કોઈ ટર્મિનોલોજી હશે એવું આપણને લાગે, પણ હકીકત એ છે કે વિવિધ પ્રકારના ધ્વજો અભ્યાસ વેક્સિલોલોજી તરીકે ઓળખાય છે! ઇન્ટરનેટ પર થોડાં ખાંખાંખોળા કરતાં ખબર પડે છે કે આ એક બહુ મોટો વિષય છે એ જગતના કેટલાય અભ્યાસુઓ તેમાં ખરેખર ઊંડા ઊતર્યા છે.આવા એક અભ્યાસુ છે ઇટાલીના એક કમ્પ્યુટર એન્જિનયર ગુસેપ બોટેસિની.

ગુસેપ લખે છે કે ઘણા સમયથી તેઓ એવી કોઈ ફ્લેગ બુક બનાવવા ઇચ્છતા હતા જેમાં દુનિયાના વિવિધ દેશોના ધ્વજ વિશે તો માહિતી હોય, પણ તે ઉપરાંત બીજા એક ધ્વજ પણ સામેલ હોય અને આ ફ્લેગબુક હંમેશા અપડેટેડ રહેવી જોઈએ એ મિત્રો સાથે તેનું સહેલાઈથી શેરિંગ થવું જોઈએ. શરુ‚આતમાં તેમણે ડઝનેક મિત્રોનું એક મેઇલિંગ લિસ્ટ બનાવ્યું અને તેમની સાથે દુનિયાભરના વિવિધ ધ્વજની ઇમેજ અને તેેને લગતી માહિતી શેર કરવાનું શરુ‚ કર્યું.  ૯૦ના દાયકાની શ‚રુઆતનાં એ વર્ષોમાં સોવિયેત સંઘનું વિભાજન થયું અને જુદા જુદા ઘણા દેશ અસ્તિત્વમાં આવ્યા, એ સાથે જુદા જુદા ઘણા નવા ધ્વજ પણ સર્જાયા – એ બધાને પરિણામે ગુસેેપને પોતાના શોખને વધુ વિસ્તારવાનું જોમ મળ્યું અને તેમાંથી સર્જાઈ એક વેબસાઇટ : (https://flagspot.net)

સાઇટના હોમપેજ પર લખ્યું છે કે આ સાઇટ પર આપણે વિવિધ દેશો, સંસ્થાઓ, રાજ્યો, વિસ્તારો, જિલ્લાઓ અને શહેરોના નવા-જૂના મળીને કુલ ૧,૦૮,૦૦૦ ધ્વજી ઇમેજ જોઈ શકીએ છીએ અને તેમના વિશે ૫૫,૦૦૦ પેજમાં સમાયેલી માહિતી મેળવી શકીએ છીએ (દુનિયામાં કુલ દેશો કેટલા છે? માંડ ૨૦૦!).

છતાં ગુસેપ પોતે લખે છે કે તેમના માટે ફ્લેગ્સ કોઈ નિષ્ણાતની જેમ અભ્યાસનો નહીં,પણ એક હોબી-શોખનો જ વિષય છે અને વિશ્વના વિવિધ ધ્વજ વિશે ઇન્ટરનેટ પરનો કદાચ સૌથી મોટો માહિતીસ્રોત ઊભો કર્યા પછી પણ તેમને લાગે છે કે તેમનું વેક્સિલોલોજી વિશેનું જ્ઞાન બહુ સીમિત જ છે!

આજે આ વેબસાઇટ પર જગતભરમાં ફેલાયેલા વિવિધ નિષ્ણાતો વિવિધ ધ્વજ વિશે તેમને મળેલી માહિતી ઉમેરતા જાય છે. આ લોકો વ્યક્તિગત રીતે ક્યારેય એકબીજાને મળ્યા પણ નથી. આ સાઇટ પહેલેથી  તદ્દન નિઃશુલ્ક રહી છે એ તેે માટે કામ કરતા લોકોને પણ ક્યારેય કોઈ રકમ મળી નથી, પરિણામે વેબસાઇટનું સ્વરુપ‚ આકર્ષક નથી, પણ તેમાં માહિતીનો અખૂટ ભંડાર સમાયેલો છે.

આપણે આ સાઇટા હોમપેજ પર જઈને જુદા જુદા દેશના નામ પ્રમાણે, વિષય પ્રમાણે (જેમ કે ઐતિહાસિક ધ્વજ, રાજકીય પક્ષો, ચળવળો, લશ્કરો, કોલેજ અને યુનિવર્સિટી, વૈશ્વિક  સંસ્થાઓ શીપિંગ કંપનીઝ વગેરે) નક્શા શોધી શકીએ છીએ. એ સિવાય વિશ્વના નક્શા પર ક્લિક કરીને પણ જે તે દેશના નક્શા સુધી પહોંચી શકાય છે.કોઈ પણ રીતનો ઉપયોગ કરીને તમે ભારતના રાષ્ટ્રધ્વજ સુધી પહોંચશો તો આપણા ત્રિરંગા વિશે અગાઉ કદાચ ક્યારેય જાણી નહીં હોય એટલી માહિતી મળી શકે છે!

અસંખ્ય અખબારો એક નક્શા પર

સવારના પહોરમાં, બાલ્કનીમાં કે હિંચકે બેઠાં દુનિયાભરનાં હજારો અખબારો પર નજર ફેરવવાનું હવે આપણા સૌ માટે સહેલું થઈ ગયું છે – ગૂગલ ન્યૂઝ કે યાહૂ ન્યૂઝ જેવી સર્વિસ આપણે આ સગવડ આપે છે અને એ પણ ઘણા પ્રકારના કસ્ટમાઇઝેશન સાથે.

પણ શાળામાં વિદ્યાર્થીઓને વિશ્વભરનાં  દસેક હજાર જેટલાં અખબારોનો પરિચય કરાવવો હોય અને એ પણ નક્શા પર જે તે અખબારના પ્રકાશન સ્થળના સંદર્ભ  સાથે, તો આપણે જોવી પડે આ સાઇટ: newspapermap.com

આ એક રીતે જોઈએ તો ગૂગલ મેપનું મેશઅપ છે. ગૂગલના નક્શાનો આધાર તરીકે ઉપયોગ કરીને તેના પર જુદી જુદી માહિતી રજૂ કરવામાં આપે તેેને મેપ મેશઅપ કહે છે. ન્યૂઝપેપરમેપમાં, વિશ્વની જુદી જુદી એક ભાષા એ દેશોનાં અખબારોની વેબસાઇટ્સની નક્શા પર લિંક મૂકવામાં આવી છે. જી, અહીં ગુજરાતી ભાષાાં અખબાર એ સામયિકની લિંકને પણ દેખાશે!નક્શા પર દેખાતી લિંક્સને આપણે ભાષા, અખબાર કે લોકેશન મુજબ ફિલ્ટર કરી શકીએ છીએ. જે તે અખબારી લિંક ઓન કર્યા પછી, જો એ અખબારની વેબસાઇટ આપણી સમજ બહારની ભાષામાં હોય તો તેે ઇંગ્લિશ કે અન્ય સંખ્યાબંધ ભાષાામાં ટ્રાન્સલેટ કરી શકાય છે, ગૂગલની જ ટ્રાન્સલેટ સર્વિસના ઉપયોગી. આ સાઇટનું મોબાઇલ વર્ઝન પણ તૈયાર કરવામાં આવ્યું છે.


આમ જુઓ તો આ ગૂગલ ન્યૂઝની જેમ રોજ ઉપયોગમાં લેવા જેવી સાઇટ નથી, પણ વિશ્વના નક્શાા સંદર્ભ સાથે વિદ્યાર્થીઓને જુદા જુદા દેશનાં અખબારોનો પરિચય કરાવવો હોય તો શિક્ષકોને આ સાઇટ કામ લાગે તેવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!