(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એક શહેરની ભૂતકાળથી વર્તમાન સુધીની સફર

ગયા મહિને, ન્યૂ યોર્ક શહેરને ૩૫૦ વર્ષ પૂરાં થયાં. શહેર તો એ પહેલાં પણ હતું, પણ  એ સમયે એ ન્યૂ એમ્સ્ટરડેમ તરીકે ઓળખાતું અને ડચ શાસન હેઠળ હતું. સપ્ટેમ્બર ૮, ૧૯૬૬ના દિવસે ઇંગ્લેન્ડની સેનાએ મેનહટ્ટન ટાપુ પરના આ શહેરનો કબજો સંભાળ્યો અને કિંગ ચાર્લ્સ બીજના ભાઈ તથા યોર્કના ડ્યૂકના નામે, તેને નામ આપ્યું ન્યૂ યોર્ક.

આ તો ઇતિહાસની વાત થઈ, પણ એક શહેરનો ઇતિહાસ ધીમે ધીમે વિકસીને કેવી રીતે આજ, વર્તમાનમાં પલટાયો એ આખી પ્રક્રિયા જોઈ શકાય તો? એક વેબસાઇટ પર ન્યૂ યોર્ક શહેરના પ્રાચીન નક્શાથી લઈને, શહેર વિકસતું ગયું તેમ તેમ તેની બદલાયેલી સિકલના જુદા જુદા નક્શા એક સાથે જોઈ શકાય છે.

શરૂઆતમાં છેક ૧૬૬૦નો મેનહટ્ટનનો નક્શો જોઈ શકાય છે. અહીં બધા નક્શા જ છે એવું નથી, પણ શહેરના વર્ડવ્યૂ જેવાં ચિત્રો પણ છે, જે નક્શાની ગરજ સારે છે. આજે ન્યૂ યોર્કની ઓળખ સમો બની ગયેલો, મેનહટ્ટન ને બ્રૂકલીનને જોડતો બ્રીજ ૧૮૭૩માં બનવાનો શરૂ થયો એ સમયનું ચિત્ર પણ અહીં છે.

આ ચિત્રો જોઈને સહેજે વિચાર આવે કે ત્રણસો-સાડા ત્રણસો વર્ષ પહેલાં શહેરના બર્ડ વ્યૂ જેવાં ચિત્રો કે નક્શા કેવી રીતે તૈયાર કરવામાં આવ્યા હશે?

નક્શાની આ સીરીઝમાં છેલ્લે આવે છે, ન્યૂ યોર્ક શહેરના હાર્દ સમા સેન્ટ્રલ પાર્ક અને તેની આસપાસ ખીચોખીચ ઊભાં થયેલી ગગનચૂંબી ઇમારતોનો એક અદભુત એરિયલ પેનોરમા (આપણે તેને વિશે જૂન ૨૦૧૩ના અંકમાં વાત કરી હતી). આ ઇન્ટરએક્ટિવ પેનોરમા જોવાનું ચૂકશો નહીં.

બધા નકશાઓ જુઓઃ

http://gizmodo.com/11-birds-eye-views-show-how-nyc-has-grown-over-350-year-1631890458

લેટેસ્ટ એરપેનોરમા જુઓઃ 

http://www.airpano.com/360Degree-VirtualTour.php?3D=Manhattan-Day-New-York-USA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!