આ અંકમાં તમે એફએક્યુ વિભાગમાં વાંચશો તેમ, આઇકેન નામે જાણીતી ઇન્ટરનેટની નિયામક સંસ્થા ઇન્ટરનેટનાં વિવિધ ટોપ-લેવલ ડોમેઇનની યાદી જાળવે છે.
ડોટકોમ, ડોટઓર્ગ, ડોટએડ્યુ, ડોટઇન વગેરે ટોપ-લેવલ ડોમેઇન વિશે તો આપણે જાણીએ છીએ, પણ હમણાં ડોટબાય (.buy) ટોપ-લેવલ ડોમેઇનની હરાજી થઈ અને જગતની સૌથી મોટી ઓનલાઇન રીટેઇલ કંપની એમેઝોને આ નામ ૪.૬ મિલિયન ડોલર આપીને ખરીદી લીધું. ગૂગલ આ હરાજીમાં બીજા નંબરે રહ્યું. ડોટબાય સાથે ડોટટેક (.tech) અને ડોટવીઆઇપી (.vip) ટોપ-લેવલની પણ હરાજી થઈ અને ગૂગલ કંપની એ બંને પણ ખરીદી શકી નહીં!
