(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલ ડ્રાઇવની ઇઝી ગાઇડ

તમે ગૂગલ ડ્રાઇવ વિશે સાંભળ્યું ઘણું હશે, પણ તેનો ઉપયોગ કરતાં ખચકાતા હો તો અહીં હાજર છે તેનો સ્ટેપ-બાય-સ્ટેપ પરિચય.

આગળ શું વાંચશો?

  • ક્રિએટ, અપલોડ અને ઓર્ગેનાઈઝ
  • ફાઈલ્સ, ફોલ્ડર્સ અને સર્ચ
  • ડીટેઈલ્સ, એક્ટિવિટીઝ અને સેટિંગ્સ
  • ગૂગલ પ્લસ ઈન્ટીગ્રેશન

તમે વિદ્યાર્થી હો, શિક્ષક હો, પ્રોફેશનલ હો કે એવી કોઈ પણ વ્યક્તિ હો જેને પોતાના કામની ફાઇલ્સ ગમે ત્યાંથી એક્સેસ કરવાની જરૂર પડતી હોય કે બીજા લોકોના સાથમાં કેટલીક ફાઇલ્સ પર કામ કરવાનું થતું હોય તો તમારા માટે બહુ કામની સર્વિસ છે ગૂગલ ડ્રાઇવ.

એક રીતે જોઈએ તો ગૂગલ ડ્રાઇવ આપણા માટે બેઝિક કમ્પ્યુટરની ગરજ સારે છે, એમાં આપણે આપણા કામની ફાઇલ્સ સ્ટોર કરી શકીએ છીએ અને ઓફિસને લગતાં વર્ડ પ્રોસેસિંગ, પ્રેઝન્ટેશન અને સ્પ્રેડશીટ ક્રિએટ કરવા જેવાં ઓફિસ કે એજ્યુકેશનને લગતાં કામ પાર પાડી શકીએ છીએ.

ગૂગલ ડ્રાઇવમાં આપણને માઇક્રોસોફ્ટ ઓફિસના વર્ડ, એક્સેલ અને પાવરપોઇન્ટ જેટલી પાવરફુલ સુવિધાઓ નથી મળતી, પણ આ ખોટ જરા જુદી રીતે સરભર થઈ શકે છે – આપણે ગમે ત્યાંથી, ગમે તે કમ્પ્યુટર કે અન્ય ડિવાઇસમાંથી આપણી ફાઇલ્સ એક્સેસ કરી શકીએ છીએ અને તેમાં કામ કરી શકીએ છીએ. એટલું જ નહીં, આપણે કમ્પ્યુટરમાંની ફાઇલ્સ (વર્ડ, એક્સેલ કે પાવરપોઇન્ટની ફાઇલ) ગૂગલ ડ્રાઇવમાં અપલોડ કરતી વખતે જો તેને ગૂગલ ડ્રાઇવના જ ફોર્મેટમાં કરવાની સંમતિ આપીએ તો તે ફાઇલ્સ આપણા સ્ટોરેજમાં ગણતરીમાં લેવાતી નથી. ઉપરાંત, આ ફાઇલ્સને આપણે ફરી વર્ડ, એક્સેલ કે પાવરપોઇન્ટના ફોર્મેટમાં ડાઉનલોડ પણ કરી શકીએ છીએ. છેલ્લા થોડા સમયમાં ડ્રાઇવમાં પરિવર્તનો આવ્યાં છે અને હવે તેના નવા સ્વરૂપનો પણ આપણે લાભ લઈ શકીએ છીએ.

આટલી પૂર્વભૂમિકા સાથે, ગૂગલ ડ્રાઇવનો આપણે સ્ટેપ-બાય-સ્ટેપ પરિચય મેળવી લઈએ. આ સર્વિસમાં નવી નવી ખૂબીઓ ઉમેરાતી જાય છે, પણ અહીં આપેલી માહિતીના આધાર પર આગળ વધવામાં તમને ઘણી મદદ મળશે.

તમે જીમેઇલમાં સાઇન-ઇન થયા હો તો ગૂગલ એપ્સમાં જઈને ડ્રાઇવમાં જઈ શકો છો અથવા https://drive.google.com પર જઈને તમારા ગૂગલ એકાઉન્ટ (એટલે કે જીમેઇલ) એકાઉન્ટથી સાઇન-ઇન થઈ શકો છો.

જો તમને અહીં આપેલા સ્ક્રીનશોટ્સ કરતાં જુદી બાબતો જોવા મળતી હોય તો જમણી તરફના સેટિંગ્સના ગીયર પર ક્લિક કરી, ‘એક્સ્પીરીયન્સ ધ ન્યૂ  ડ્રાઇવ’ પર ક્લિક કરી દો.

આપણી ડ્રાઇવ ઓપન થાય પછી સ્ક્રીન પર જે કંઈ દેખાય તેને સરળતા ખાતર આપણે ચાર ભાગમાં વહેંચી દઈએ.

  • ક્રિએટ, અપલોડ અને ઓર્ગેનાઇઝ
  • ફાઇલ્સ, ફોલ્ડર્સ અને સર્ચ
  • ડીટેઇલ્સ, એક્ટિવિટીઝ અને સેટિંગ્સ
  • ગૂગલ પ્લસ ઇન્ટીગ્રેશન

૧. ક્રિએટ, અપલોડ અને ઓર્ગેનાઇઝ

  • નવી ફાઇલ્સ કે ફોલ્ડર ક્રિએટ, એડ કે અપલોડ કરવા માટે ‘ન્યૂ’ બટનનો ઉપયોગ કરો.
  • ‘મોર’ બટનની મદદથી ડ્રાઇવની વધુ એપ્સનો લાભ લો
  • નવી ફાઇલ્સ કે ફોલ્ડર ક્રિએટ, એડ કે અપલોડ કરવા માટે ‘ન્યૂ’ બટનનો ઉપયોગ કરો.
  • ‘મોર’ બટનની મદદથી ડ્રાઇવની વધુ એપ્સનો લાભ લો
  • ફાઇલ્ડ કે ફોલ્ડર ક્રિએટ, એડ કે અપલોડ કરો
  • શેર કરેલા ફોલ્ડરનો આઇકન
  • ફોલ્ડર આઇકન
  • તમારી સાથેે શેર થયેલ ફાઇલ્સ ઉમેરો કે શોધો
  • તાજેતરમાં ઓપન/એડિટ થયેલ આઇટમ્સ
  • સ્ટાર કરેલ આઇટમ્સ
  • ટ્રેશ (ડિલીટ કરેલ આઇટમ્સ)

૨. ફાઇલ્સ, ફોલ્ડર્સ અને સર્ચ

  1. અહીં કશું પણ લખીને ડ્રાઇવમાંની ફાઇલ્સમાં સર્ચ કરી શકાય છે.
  2. અહીંથી એડવાન્સ્ડ સર્ચ ફિલ્ટરમાં જઈ શકાય છે
  3. આપણી તમામ ફાઇલ્સ/ફોલ્ડરનાં નામ અહીં જોઈ શકાય છે.
  4. અહીં જે તે ફાઇલ/ફોલ્ડરના મૂળ માલિક કોણ છે તે જોઈ શકાય છે, એટલે કે જે વ્યક્તિએ તેને પહેલી વાર ક્રિએટ કરેલ હોય તેનું નામ.
  5. અહીં જે તે ફાઇલ/ફોલ્ડર છેલ્લે કઈ તારીખે અને સમયે મોડિફાય થઈ તે જાણી શકાય છે.
  6. અહીં દરેક ફાઇલ/ફોલ્ડરના પ્રકાર અનુસાર તેનો આઇકન જોવા મળે છે.
  7. ફાઇલ/ફોલ્ડરની રો બ્લુ થાય એનો મતલબ એ કે સિલેક્ટ થયેલ છે.
  8. આપણે કોઈ ફાઇલ/ફોલ્ડર બીજા લોકો સાથે સોશિયલ મીડિયા દ્વારા શેર કરવી હોય તો તેની લિંક અહીંથી મળે છે
  9. અહીંથી આપણે પોતાની ફાઇલ/ફોલ્ડર બીજા લોકો સાથે શેર કરી શકીએ છીએ. આપણે તેમનાં ઈ-મેઇલ એડ્રેસ લખવાનાં રહે છે. બીજા લોકો ફાઇલ ફક્ત જોઈ શકે, તેના પર કમેન્ટ કરી શકે કે એડિટ કરી શકે તેવા ઓપ્શન આપણે સેટ કરી શકીએ છીએ.
  10. અહીં ક્લિક કરીને આપણે ફાઇલને પ્રીવ્યૂ કરી શકીએ છીએ
  11. અહીંથી સિલેક્ટ કરેલ ફાઇલ/ફોલ્ડરને ડિલીટ કરી શકાય છએ.
  12. અહીંથી હજી વધુ પગલાં લઈ શકાય છે.

૩. ડીટેઇલ્સ, એક્ટિવિટીઝ અને સેટિંગ્સ

  1. અહીંથી આપણે ફાઇલ/ફોલ્ડર માટે લિસ્ટ કે થમ્બનેઇલ વ્યૂ સેટ કરી શકીએ છીએ.
  2. ફાઇલ/ફોલ્ડર્સને સોર્ટ કરવાનો વિકલ્પ અહીં મળે છે.
  3. ફાઇલ/ફોલ્ડરની ડિટેઇલ્સ અહીંથી શો કે હાઇડ કરી શકાય છે.
  4. અહીં સિલેક્ટેડ ફાઇલ્સની વિગતો જોઈ શકાય છે.
  5. સિલેક્ટ કરેલી ફાઇલ વિશેની એક્ટવિટીની હિસ્ટ્રી અહીં જોઈ શકાય છે.

ગૂગલ ડ્રાઇવું સૌથી મોટું જમા પાસું એ છે કે તેમાં એક જ ફાઇલ પર એકથી વધુ લોકો એક સાથે કામ કરી શકે છે

૪. ગૂગલ પ્લસ ઇન્ટીગ્રેશન

જીમેઇલની જેમ જ આ ભાગમાં ગૂગલ પ્લસની વિવિધ સુવિધા મળે છે


  1. અહીંથી આપણે આપણા ગૂગલપ્લસના એકાઉન્ટમાં જઈ શકીએ છીએ.
  2. ગૂગલની વિવિધ એપ્સ અહીંથી એક્સેસ કરી શકાય છે.
  3. ગૂગલ પ્લસનાં નોટિફિકેશન્સ અહીં જોઈ શકાય છે.
  4. અહીંથી આપણે ગૂગલ પ્લસમાં શેરિંગ કરી શકીએ છીએ.
  5. આ આપણું એકાઉન્ટ છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!