(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફોટોગ્રાફીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ

ઉસકી શર્ટ મેરી શર્ટ સે જ્યાદા સફેદ કૈસે? વેકેશનમાં ફરીને આવેલા કોઈ મિત્ર તેમની ફેમિલી ટૂરના ફોટોગ્રાફ્સ તમને ઉત્સાહથી બતાવતા હોય ત્યારે ક્યારેક ને ક્યારેક તમને આવો વિચાર આવી જતો હશે.

એ તો દેખીતું છે કે મિત્રના ફોટોગ્રાફ્સની ક્લેરિટી તમે લીધેલા ફોટોગ્રાફ્સ કરતાં વધુ સારી હોય તો એમાં કોઈ ડિટર્જન્ટનો ફાળો નથી. ફોટોગ્રાફસની ક્લેરિટી ઘણી બાબતો પર આધારિત હોય છે. વ્યક્તિની પોતાની આવડત ઉપરાંત કેમેરા અથવા સ્માર્ટફોનના સ્પેસિફિકેશન્સ અને લેન્સની ગુણવત્તાની તેમાં મોટી ભૂમિકા હોય છે.

આપણે ખાતે જો આ બધું નબળું હોય તો આપણે લીધેલા ફોટોગ્રાફ્સ સ્વાભાવિક રીતે અન્ય લોકોના ફોટોગ્રાફ્સ કરતાં ઉતરતી ગુણવત્તાના લાગવાના.

હવે એક નહીં, બે સારા સમાચાર છે.

સ્માર્ટફોનની ફોટોગ્રાફીમાં એઆઇ

ટેકનોલોજી માટે જગવિખ્યાત મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને ગૂગલ સાથે મળીને દરેક ફોટોગ્રાફની ક્લેરિટી શક્ય એટલી વધુ સારી કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કામે લગાડી રહ્યા છે. આ નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આપણે લીધેલા ફોટોગ્રાફમાં પ્રકાશ, છાયા અને રંગોનું યોગ્ય સંતુલન ન હોય તો પણ એ બધું જ શક્ય એટલું સારી રીતે સંતુલિત કરવામાં આવશે – એ પણ આપોઆપ.

આ પ્રોજેક્ટ એટલો આગળ વધી ગયો છે કે આપણે જ્યારે સ્માર્ટફોનથી કોઈ તસવીર લઇ રહ્યા હોઈએ ત્યારે સ્ક્રીન પર દેખાતી ઇમેજ આપોઆપ રીટચ થયા પછી કેવી લાગશે એ પણ જોઈ શકાશે.

આ અગાઉ એમઆઇટીના સંશોધકોએ એવી ટેકનોલોજી વિકસાવી હતી જેમાં સ્માર્ટફોનમાં કોઈ તસવીર લેવામાં આવે ત્યારે તેનું લો રેઝોલ્યુશન વર્ઝન વેબસર્વર પર મોકલવામાં આવે અને સર્વર વિવિધ અલ્ગોરિધમ્સને આધારે એ ફોટોગ્રાફના હાઇરીઝોલ્યુશન વર્ઝનને રીટચ કરવાની ફોર્મ્યુલા સ્માર્ટફોનને મોકલી આપે.

તમે જાણતા જ હશો કે ગૂગલ ફોટોઝમાં આપણે અપલોડ કરેલા ફોટોગ્રાફ્સને આ રીતે આપોઆપ રીટચ કરવામાં આવે છે. ગૂગલના એન્જિનિયર્સને એમઆઇટીમાં ચાલતા સંશોધનની જાણ થતાં એમણે સાથે મળીને આ ટેકનોલોજીને આગળ ધપાવવાનું નક્કી કર્યું.

આ ટેકનોલોજીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સતત વિકસતા સામાન્ય સિદ્ધાંત મુજબ, હજારો-લાખોની સંખ્યામાં સાદા ફોટોગ્રાફ અને પછી તેની રીટચ કરેલી નકલની જોડી કમ્પ્યુટર સિસ્ટમમાં ફિડ કરવામાં આવી રહી છે. જેના આધારે આ સિસ્ટમ ધીમે ધીમે આપમેળે સમજવા લાગી છે કે તેને મળતા નબળી ક્વોલિટીના ફોટોગ્રાફમાં કેવા ફેરફાર કરવા જોઈએ!


આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણા જીવનમાં ઇન્ટરનેટ કરતાં પણ મોટું પરિવર્તન લાવવાની છે એ નક્કી છે!

ઇન્ટેલિજન્ટ કેમેરા આસિસ્ટન્ટ

જો તમને ફોટોગ્રાફીમાં ઊંડો રસ હોય તો તમને સ્માર્ટફોનની ફોટોગ્રાફીથી સંતોષ નહીં હોય અને તમે ડીએસએલઆર કેમેરાનો ઉપયોગ કરતા હશો.

જો તમે પ્રોફેશનલ ફોટોગ્રાફર હો તો તો આ પ્રકારના કેમેરાનાં દરેક સેટિંગ્સથી પૂરેપૂરા પરિચિત હો અને તેનો પૂરો ઉપયોગ કરી પરફેક્ટ સ્નેપ્સ મેળવી શકતા હશો, પણ તમે માત્ર શોખથી ડીએસએલઆર કેમેરા પર હાથ અજમાવતા હો તો? તો તેનાં તમામ સેટિંગ્સનો લાભ લેવો થોડો મુશ્કેલ બની શકે છે.

અમેરિકામાં મશીન લર્નિંગ પર એકાદ દાયકાથી કામ કરતા કમ્પ્યુટર પ્રોગ્રામર ર્યાન સ્ટોઉટ નામના એક યુવાનને મશીન લર્નિંગમાં આનો ઉપાય દેખાયો. પોતાની આવડત અને ફોટોગ્રાફીના શોખને કામે લગાડીને તેણે ‘આર્સેનલ’ નામે એક ઇન્ટેલિજન્ટ કેમેરા આસિસ્ટન્ટ (witharsenal.com) ડેવલપ કર્યો.

આ સાધન આમ તો પાવર બેન્ક જેવું નાનકડું સાધન છે. તેને યુએસબી પ્લગથી કેમેરા સાથે કનેક્ટ કરી શકાય છે. આ સાધનની એક એન્ડ્રોઇડ અને આઇઓએસ એપ પણ છે. આર્સેનલ બ્લુટૂથ કે વાઇ-ફાઇથી આ એપ સાથે કનેક્ટ થાય છે. પરિણામે, કેમેરામાં જે દૃશ્ય દેખાતું હોય તે આપણે સ્માર્ટફોનના સ્ક્રીન પર જોઈ શકીએ અને ફોનમાંથી જ કેમેરાનાં સેટિંગ્સ એડજસ્ટ કરી શકીએ.

આટલું તો અત્યારના કોઈ પણ સારા ડીએસએલઆર કેમેરામાં શક્ય બને છે, પણ કરામત હવે શરૂ થયા છે.

સામાન્ય રીતે, ડીએસએલઆર કેમેરાના ઓટો મોડમાં સીન મુજબ એક્સ્પોઝર જેવાં એક-બે સેટિંગ્સમાં નજીવો ફેરફાર કરવામાં આવે છે, પણ આર્સેનલ પોતાની રીતે, શાર્પનેસની જરૂરિયાત, બેકગ્રાઉન્ડ, લાઇટ વગેરે ધ્યાને લઈને શટર, એપર્ચર, ફોકસ વગેરે પૂરાં ૧૮ પ્રકારનાં સેટિંગ્સમાં જરૂરી ફેરફાર કરી આપે છે –

પછી આપણું કામ ફક્ત ક્લિક કરવાનું!

ર્યાને પોતાના આ સાધનમાં સેલ્ફ ડ્રાઇવિંગ કારમાં ઉપયોગમાં લેવાતી ડીપ કોન્વોલ્યુશનલ ન્યુરલ નેટવર્ક નામની ટેક્નોલોજી કામે લગાડી છે અને આર્સેનલમાં સંખ્યાબંધ પ્રોફેશનલ ફોટોગ્રાફર્સના અગણિત ફોટોઝનો ડેટાબેઝ ફીડ કર્યો છે.

આપણે જ્યારે પણ કેમેરામાં કોઈ ફોટોગ્રાફ લેવાની તૈયારી કરીએ ત્યારે આર્સેનલ એ દૃશ્યને પેલા ડેટાબેઝમાંના ફોટોઝ સાથે સરખાવી, એવા જ પરિણામ માટે જરૂરી સેટિંગ્સ કરી આપે છે – આ કરવા તેને ઇન્ટરનેટ કનેક્શનની પણ જરૂર પડતી નથી!

ર્યાને પોતાની આ પ્રોડક્ટને આખરી સ્વરૂપ આપવા કીકસ્ટાર્ટર સાઇટ પર લોકો પાસેથી ભંડોળ ઊભું કરવાનો પ્રયાસ કર્યો. તેણે ૫૦,૦૦૦ ડોલરનું લક્ષ્ય રાખ્યું હતું, મળ્યા ૨૬,૫૦,૩૧૦ ડોલર!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!