તમે મોબાઇલમાં ફેસબુકનો ઉપયોગ કરતા હો તો તેનાં સેટિંગ્સ બરાબર સમજી લેવાથી તમારું કામ ઘણું આસાન બની શકે છે
આગળ શું વાંચશો?
- કોઈપણ મેસેજ નોટિફિકેશન્સને મ્યુટ કરી શકાય
- મેસેજ લોકેશન બંધ કરો
- તમારા નોટિફિકેશન્સ રિફ્રેશ ઈન્ટરવલની પસંદગી કરો
- નોટિફિકેશન્સને સમગ્રપણે ડિસેબલ કરો
- ફ્રીકોલનો ઉપયોગ કરો
- ગ્રૂપ મેસેજ શરૃ કરો
- તમને અવારનવાર મેસેજ કરતા ફ્રેન્ડસને પિન કરો
- વીડિયો ઓટોપ્લે કરવા છે કે નહીં?
- કોઈપણ ફેસબુક કોમેન્ટની કોપી કરો
- તમારા ફેવરિટ્સને ઓર્ગેનાઈઝ કરો
- અપલોડિંગ પહેલાં પ્રિવ્યૂ અને ફોટો એડિટ કરો
- રિવ્યૂ ટેગ્ડ પોસ્ટ્સ
- બધાં એક્ટિવ ફેસબુક સેશન્સ બંધ કરો
ફેસબુક વિના હવે લગભગ કોઈને ચાલતું નથી. વોટ્સએપ આવ્યા પછી નજીકના મિત્રવર્તુળ કે સંબંધીઓ સાથે જ ટચભર્યુ રહેવાનું વધુ સહેલું બની ગયું છે પણ તેમ છતાં, ફેસબુકની લોકપ્રિયતા હજી ઓસરી નથી. ઉલટાનું મોબાઇલ પર પણ ફેસબુકનો ઉપયોગ સતત વધી રહ્યો છે. જો તમને ગુજરાતીમાં ફેસબુકના ઉપયોગની આદત હોય અને તમારા સ્માર્ટફોનમાં ગુજરાતી ફોન્ટ ન હોય તો ફેસબુકની મોબાઇલ એપ તમને ઉપયોગી ન રહે અને તમારે ઓપેરા મિનિ બ્રાઉઝરમાં જ ફેસબુકનાં ગુજરાતી સ્ટેટસ કે કમેન્ટ્સ વાંચીને સંતોષ માનવો પડે. પરંતુ હવે એન્ડ્રોઇડ વનના આગમન સાથે મોબાઇલમાં ગુજરાતી ફોન્ટ ન હોવાની સમસ્યા હળવી થવાની ઘણી આશા જાગી છે. જો તમે મોબાઇલમાં ફેસબુક એપનો ઉપયોગ કરતા હો તો એનો કસ કાઢી શકાય એવી કેટલીક ખાસ વાતો આપી છે, ઉપયોગી થશે!…
કોઈ પણ મેસેજ નોટિફિકેશન્સને મ્યુટ કરી શકાય
ફેસબુક પરના આપણા મિત્રો ફેસબુક પર જે કંઈક પ્રવૃત્તિ કરે, તે બધી નોટિફિકેશન્સ તરીકે આપણા મોબાઇલમાં જોવા મળે છે. તમે ચોક્કસ મિત્રાં નોટિફિકેશન્સ બંધ કરવા માગતા હો તો તેનું સેટિંગ ઈ શકે છે. એ માટે,
- ફેસબુક એપ – મેસેજ ખોલો.
- જે ફ્રેન્ડનાં નોટિફિકેશન તમને ન મળે એવું તમે ઈચ્છતા હો તેના પર ક્લિક કરો.
- ઉપર જમણી બાજુ આવેલ આઈકન પર ક્લિક કરો અને મ્યુટ નોટિફિકેશન્સ પસંદ કરો.
જોકે હવે ફેસબુકે મેસેજિંગ માટે નવી અલગ એપ બ
નાવી લીધી છે એને ઇન્સ્ટોલ કરીને તેનો વધુ લાભ લઈ શકાય છે.
મેસેજ લોકેશન બંધ કરો
જ્યારે તમે તમારી ફેસબુક એપ દ્વારા તમારા ફેસબુક ફ્રેન્ડને મેસેજ મોકલો ત્યારે તમારું લોકેશન ચેટમાં આપોઆપ જોવા મળે છે. આ લોકેશન મેસેજમાં આપમેળે જ દેખાતું હોય છે તેને તમારે ટર્ન ઓફ કરવું હોય તો તે માટે નીચેનાં સ્ટેપ્સ અજમાવો.
- ફેસબુક એપ ખોલો અને તમારા ડિવાઇસના મેનુ બટનને પ્રેસ કરીને સેટિંગ્સ સિલેક્ટ કરો.
- મેસેન્જર લોકેશન સર્વિસીઝ પર ક્લિક કરો અને ટર્ન ઓફ કરવા માટે તેને અનટીક કરો અને ત્યાર બાદઓકે પર ક્લિક કરો.
તમારા નોટિફિકેશન્સ રિફ્રેશ ઈન્ટરવલની પસંદગી કરો
જો તમે ફેસબુક નોટિફિકેશન્સ ઇનેબલ્ડ રાખ્યું હોય તો મિત્રોના અપડેટ્સનો પ્રવાહ સતત તમારા ફોન તરફ વહેતો રહે છે. જો ફોન વાઇ-ફાઇ પર ન હોય તો ડેટા પ્લાનનું બિલ ચઢતું રહે અને બેટરી પણ સતત વપરાય. તમે કેટલા સમયાંતરે ફેસબુકનાં નોટિફિકેશન્સ રીફ્રેશ થાય એ નક્કી કરી શકો છો. ફેસબુક એપ સેટિંગ્સમાંથી ક્યારેય નહીંનો વિકલ્પ પણ પસંદકરી શકો છો. આ માટે નીચેના સ્ટેપ્સ ઉપયોગમાં લો.
- ફેસબુક એપ ખોલો – તમારા ડિવાઇસ મેનુ બટન પ્રેસ કરો અને સેટિંગ્સ સિલેક્ટ કરો.
- રિફ્રેશ ઈન્ટરવલ પર ક્લિક કરો અને ઈન્ટરવલ તમારી ઈચ્છા મુજબ પસંદ કરી લો.
નોટિફિકેશન્સને સમગ્રપણે ડિસેબલ કરો
જો તમે તમારા મોબાઇલ પર ફેસબુકના ઉપયોગને કંટ્રોલ કરવા માગતા હો અને મોબાઇલમાં કોઈ પ્રકારનાં નોટિફિકેશન મેળવવા ન માગતા હો તો એ પણ શક્ય છે.
- ફેસબુક એપ ખોલો – તમારા ડિવાઇસમાં મેનુ બટન પ્રેસ કરો અને સેટિંગ્સ સિલેક્ટ કરો.
- નોટિફિકેશન્સને અનટીક કરવા માટે ક્લિક કરો.
ફ્રી કોલનો ઉપયોગ કરો.
તમે ફ્રી વોઈસ કોલ્સનો ઉપયોગ તમારા ફેસબુક કોન્ટેક્ટસમાંથી કોઈ પણનો સંપર્ક સાધવા માટે કરી શકો છો. શરત એટલી કે તેમના સ્માર્ટફોન પર ફેસબુક કે ફેસબુક મેસેન્જર ઈન્સ્ટોલ હોવું જોઈએ. ફ્રી કોલની વિશેષતા તમારા ડેટા કનેક્શન પર આધારીત છે. જેથી તમે અને તમારા મિત્ર માટે જરી છે કે બંને ઓનલાઈન હોય. તમારા ફેસબુક કોન્ટેક્ટને ફોન કરવા ફ્રી કોલનો ઉપયોગ કરવો હોય તો આ સ્ટેપ્સ અનુસરો…
- ફેસબુક એપમાં ઉપર જમણી બાજુએ આવેલ મેસેન્જર આઈકન પર ક્લિક કરો.
- તમારા કોઈ પણ કોન્ટેક્ટને ખોલો ત્યારે તમે ચેટરુમમાં હશો.
- ઉપર જમણી બાજુએ નેવીકોન આઈકન પર ક્લિક કરો અને મેન્યુમાંથી ફ્રી કોલ પસંદ કરો.
ગ્રૂપ મેસેજ શરુ કરો
તમે જો એક જ મેસેજ તમારા એકથી વધુ મિત્રોને ફેસબુક પર મોકલવા માંગતા હો, પણ એક એક મેસેજ મોકલીને તમારો સમય બરબાદ કરવા ન ઈચ્છતા હો તો તમે ગ્રૂપ મેસેજ ચાલુ કરી શકો છો.
- ફેસબુક એપ ખોલો- મેસેજ આઈકન પર ક્લિક કરો.બોટમમાં ગ્રૂપ પર ક્લિક કરો.
- બોટમમાં ગ્રૂપ પર ક્લિક કરો. ગ્રૂપમાં ઇનવાઈટ કરવા તમારા ફ્રેન્ડના નામ પર ટેપ કરો. તમારો મેસેજ લખો અને ગ્રૂપ બનાવવા સેન્ડ પર ક્લિક કરો.
તમને અવારનવાર મેસેજ કરતા ફ્રેન્ડ્સને પિન કરો
ઘણી વાર એવું પણ બને કે તમે જે ખાસ ફ્રેન્ડનો મેેસેજ ઈચ્છતા હો તેનું નામ શોધવામાં તકલીફ થાય. જો તમારે કોઈ ફ્રેન્ડ છે કે જે તમને અવારનવાર મેસેજ આપતા હોય અને તેમને પણ તમે સરળતાથી મેસેજ કરવા માગતા હો તો તમે ફેસબુક એપમાં એ ખાસ મિત્રોને પસંદ કરીને પિન કરી શકો છો. આ રીતે તમારે સર્ચ કરવામાં સમય બગાડવો નહીં પડે.
- ફેસબુક એપ પર ક્લિક કરો – મેસેજીસ. પછી ફ્રેન્ડ્ઝ લિસ્ટ ઓપન કરો.
- તેમાં એડિટ પર ક્લિક કરો અને તમારા ફેવરિટ લિસ્ટમાંથી તમારા ફ્રેન્ડ્સને સામેલ કરવા માટે પ્લસની નિશાની પર ક્લિક કરો. તેમનાં નામ લિસ્ટમાં ઉપર રહેશે. નામ પર ક્લિક કરો અને મેસેજ મોકલો!
વીડિયો ઓટોપ્લે કરવા છે કે નહીં?
સામાન્ય રીતે ફેસબુકની એપમાં ન્યૂઝફીડમાં આવેલા વીડિયો ઓટોપ્લે થાય એવી ગોઠવણ હોય છે, જે આપણા ડેટા પ્લાન માટે મોંઘી પડી શકે છે. આથી આપણે સ્થિતિ અનુસાર વીડિયો ઓટોપ્લે થાય કે ન થાય તે નક્કી કરી શકીએ છીએ.
- ફેસબુક એપ ખોલો – તમારા ડિવાઇસમાં મેનુ બટન દબાવો અને સેટિંગ્સ પસંદ કરો.
- વીડિયો ઓટો-પ્લે પર ટેપ કરો અને જો તમે તે માત્ર વાઈ-ફાઈ પર કે ઓન અથવા તો ઓફ રાખવા માગો છો તો તેમાંથી પસંદગી કરી શકો છો.
કોઈ પણ ફેસબુક કોમેન્ટની કોપી કરો
ઘણી વાર એવું બનતું હશે કે તમને ફેસબુકમાં આવેલી કમેન્ટ બીજી કોઈ રીતે – જેમ કે વોટ્સએપ કરીને – બીજા સાથે શેર કરવાનું મન થાય. આ માટે સ્માર્ટફોનમાં રિટાઈપમાં સમય બગાડવા ન ઈચ્છતા હો એવું પણ બને. આપણે આવી કમેન્ટને કોપી કરી શકીએ છીએ, જેથી બીજે ક્યાંય તેને પેસ્ટ કરી શકાય.
- ફેસબુક એપ ખોલો અને જેને તમે કોપી કરવા માંગો છો એ કોમેન્ટમાં જાઓ.
- કોમેન્ટ પર ક્લિક કરો અને હોલ્ડ કરો કે જેથી મેન્યુ એક્ટિવેટ થાય. ત્યાર બાદ કોપી કોમેન્ટ સિલેક્ટ કરી લો.
તમારા ફેવરિટ્સને ઓર્ગેનાઈઝ કરો
ફેસબુક એપમાં ઘણાં બધાં ફીચર્સ છે, જેમાનાં કેટલાંકનો તમે વારંવાર ઉપયોગ કરતા હશો. એવાં ફીચર્સને તમે ફેવરિટની યાદીમાં ઉમેરી શકો છો. આ માટે…
- ફેસબુક એપ પર ક્લિક કરો – નેવીકોન.
- હવે તેમાં ઉપર ઓલરેડી કેટલાંક ફીચર્સ ફેવરિટ શીર્ષક હેઠળ જોવા મળશે. તેથી આગળ નીચે જતાં ‘એડિટ ફેવરિટ’નો વિકલ્પ મળશે. તેને ક્લિક કરો.
- હવે કોઈ પણ ફીચર – જેમ કે ગેમ્સ – ને સિલેક્ટ કરીને તેને છેક ઉપરના ફેવરિટ લિસ્ટમાં ઉમેરી કે દૂર કરી શકાશે. પછી ફિનિશ એડિટિંગ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. વાત નાની છે, પણ તમારું કામ સહેલું બનશે.
અપલોડિંગ પહેલાં પ્રિવ્યૂ અને ફોટો એડિટ કરો
તમે કદાચ અનુભવ કરી જ લીધો હશે કે ફેસબુકમાં ફોટો અપલોડિંગ સહેજ અટપટું છે. ઘણા ખરા ફેસબુક યુઝર્સ ફોટો પર ટીક કરીને તેને તેમના સ્ટેટસમાં એટેચ કરે છે, પણ આપણે ધારીએ તો ફોટોને એટેચ કરતાં પહેલાં તેની ફૂલ સાઇઝમાં પ્રીવ્યૂ કરી શકીએ છીએ.
- ફેસબુક એપમાં ફોટોમાં જાઓ.
- જે ફોટોને એટેચ કરવા માગતા હો તેના ક્લિક કરવાને બદલે સહેલ લાંબો સમય પ્રેસ કરો, એ ફોટોનો ફૂલ સાઇઝ પ્રીવ્યૂ જોવા મળશે!
રિવ્યૂ ટેગ્ડ પોસ્ટ્સ
તમે તમારા ફ્રેન્ડ્સ દ્વારા કરાતા ટેગિંગથી થાક્યા હો અને તમે તેમાંથી કોઈને તમારી ટાઈમલાઈન પર જોવા માગતા ન હો તો તમારા માટે એનો પણ વિકલ્પ હાજર છે, જે તમને તમારી ટાઈમલાઈન પર ટેગ કરતા ફ્રેન્ડસની પોસ્ટ્સને રિવ્યૂ કરવાની તક આપે છે. જો તમે ટાઈમલાઈન રિવ્યૂમાં રસ ધરાવતા હો તો આ સ્ટેપ્સ અનુસરો…
- ફેસબુક એપ ખોલો – નેવીકોનમાં જાઓ.
- એકાઉન્ટ સેટિંગ્સ પર ક્લિક કરો – ટાઈમલાઈન અને ટેગિંગ પર ક્લિક કરો.
- ‘રિવ્યૂ પોસ્ટ્સ ફ્રેન્ડ ટેગ યુ ઈન બીફોર ધે એપિયર ઓન યોર ટાઈમલાઈન?’ પર ક્લિક કરો અને ઓફમાંથી ઓન કરવા ક્લિક કરો.
બધાં એક્ટિવ ફેસબુક સેશન્સ બંધ કરો
તમે ક્યારેક તમારા ફેસબુક એકાઉન્ટને ઓફિસમાં લોગ આઉટ કરવાનું ભૂલી જાઓ અને પછી ડર હોય કે કોઈ તેનો ઉપયોગ કરશે તો મુંઝાવાની જર નથી. તમે ‘રિમૂવ યોર એક્ટિવ સેશન્સ’ પસંદ કરી શકો છો ફેસબુક એપમાંથી. આમ કરવા માટે નીચેની પ્રક્રિયા કરો…
- ફેસબુક એપમાં એકાઉન્ટ સેટિંગ્સ-સિક્યુરિટી ખોલો.
- એક્ટિવ સેશન્સ પર ક્લિક કરો અને x બટન પર ટેપ કરો જેથી તમારી અગાઉની સેશન્સમાંથી ફોર્સ લોગ આઉટ કરી શકશો.


