(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એરપોર્ટ પર એપ કેબનો ઉપયોગ હવે સહેલો બનશે

બેંગલુરુ એરપોર્ટ પર ઉતરીને તમે કોઈ એપ કેબ બુક કરાવો તો ખરેખર ભારતની સિલિકોન વેલીમાં આવ્યાનો અનુભવ થાય. અહીં આવી એપ કેબમાં બેસવા માટે એક અલગ વિસ્તાર ફાળવવામાં આવ્યો છે, જ્યાં આ કંપનીઝના એક્ઝિક્યુટિવ્સ તમારી મદદ માટે હાજર પણ હોય. દેશનાં બીજાં એરપોર્ટ પર આવી વ્યવસ્થા ન હોવાને કારણે તમારું લોકેશન કેબના ડ્રાઇવરને સમજાવવા તમારે માથાકૂટ કરવી પડે.

હવે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ઓલા અને ઉબર સાથે જોડાણ કરીને એરપોર્ટ પર તેમના માટે બુકિંગ કિઓસ્ક મૂકવાનું અને મુસાફરોને કેબમાં બેસવા માટે અલગ વિસ્તાર ફાળવવાનો નિર્ણય કર્યો છે.

શરૂઆતમાં ચેન્નઇ, કોલકતા, પૂણે, લખનૌ અને ભુવનેશ્વરનાં એરપોર્ટ પર આવી વ્યવસ્થા શરૂ થશે અને ત્યાર પછી બીજાં એરપોર્ટ્સ પર વિસ્તારવામાં આવશે.

દેશનાં વિવિધ એરપોર્ટ્સ ઉપર પરંપરાગત ટેક્સી કંપનીઝ માટે બુકિંગ અને પાર્કિંગની અલગ વ્યવસ્થા હતી જ, પણ એપ કેબનો ટ્રેન્ડ ઝડપથી વિકસવા છતાં તેના માટે ફક્ત એક બેંગલુરુ પર જ અલગ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!