(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલના સહસ્થાપક એરિક સ્મિટ અને ગૂગલના આઇડિયા વિભાગના ડિરેક્ટર જેર્ડ કોહેને સાથે મળીને એક પુસ્તક લખ્યું છે : ધ ન્યૂ ડિજિટલ એજ. આ પુસ્તકની પ્રસ્તાવનામાંથી નીચે કેટલાક અંશો આપ્યા છે :


ઇન્ટરનેટ એ માણસે બનાવેલી બહુ થોડી વસ્તુઓમાંની એક છે, જેને માણસ પોતે બરાબર સમજી શક્યો નથી.

જેની શ‚આત માહિતીના ઇલેક્ટ્રોનિક ટ્રાન્સમિશનના સાધન તરીકે થઈ, એ આજે સર્વવ્યાપક છે અને માનવ ઊર્જા અને માનવ અભિવ્યક્તિ માટેનું અંત વિનાનું માધ્યમ છે.


 ઇન્ટરનેટની તમારા જીવન પરની અસર જુઓ. તમે અત્યાર સુધીમાં જે કોઈ વેબસાઇટ્સ જોઈ છે, જે ઈ-મેઇલ્સ મોકલ્યા અને મેળવ્યા છે, જે કંઈ તમે ઓનલાઇન વાંચ્યું છે, જે કંઈ નવી હકીકતો તમે જાણી છે, જે નવા સંબંધો કેળવાયા છે, પ્રવાસોનું પ્લાનિંગ કર્યું છે, નવી નોકરીની તકો જાણી છે, તમારાં નવાં સપનાંને આ માધ્યમથી સાકાર કરવાના તબક્કા સુધી લઈ ગયા છો… આ બધાથી તમારું જીવન કેવું બદલાયું છે એ વિચારી જુઓ.


 કોઈ સ્પષ્ટ અંકુશના અભાવના કારણે ઇન્ટરનેટથી શું થઈ રહ્યું છે એ પણ જુઓ. ઓનલાઇન સ્કેમ્સ, બાળકો વિરુદ્ધનું બુલિંગ, જાતિ દ્વેષ કે ત્રાસવાદ ફેલાવતી સાઇટ્સ…


 આ ઇન્ટરનેટ છે – વિશ્ર્વની સૌથી મોટી,  કોઈ અંકુશ વિનાની વ્યવસ્થા.


 ઇન્ટરનેટ અત્યંત હકારાત્મક બાબતો અને ગંભીર નકારાત્મક બાબતોનો સ્રોત છે, એથીય મહત્ત્વની વાત છે કે વિશ્ર્વ પર તેની અસરની હજી તો સાવ શરૂઆત જ થઈ છે.


 હજી થોડાં વર્ષ પહેલાં સુધી દુનિયાની મોટા ભાગની વસતિને તેમને જરૂરી માહિતી સુધીની પહોંચ ધરાવતી નહોતી. હવે વર્ષ ૨૦૨૫ સુધીમાં, ફક્ત એક જ પેઢીના સમયગાળામાં દુનિયાના ઘણા ખરા લોકો તેમના હાથમાં સમાય એવડા સાધનથી આખી દુનિયાની તમામ માહિતી મેળવતા થઈ જશે.


 સવાલ એ છે કે આ રીતે વ્યક્તિગત લોકોના હાથમાં આવી અમર્યાદ શક્તિ આવી જશે તો તેનાથી વિશ્વ વધુ સલામત બનશે કે પછી વધુ જોખમી બનશે? આપણે પરિણામ જાણવા માટે રાહ જોયા વિના છૂટકો નથી.


 ખરેખર તો વિવિધ દેશની સરકારો, નાગરિકો, કંપનીઓ અને સંસ્થાઓ આ નવી વ્યવસ્થામાં પોતાની જવાબદારીઓ કઈ રીતે સંભાળે છે અને પાર પાડે છે તેના પર આપણા ભાવિનો આધાર છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!