મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરો
આ સૌથી સાદો, છતાં સૌથી મહત્ત્વનો મુદ્દો છે.
ટુ-સ્ટેપ વેરિફિકેશનનો ઉપયોગ કરો
આ અત્યાર સુધીની સૌથી સલામત પદ્ધતિ છે. ‘સાયબરસફર’ના મે ૨૦૧૩ અંકમાં આપણે તેની સ્ટેપ-બાય-સ્ટેપ સમજ આપેલી છે.
શંકાસ્પદ ઈ-મેઇલ ઓપન ન કરો
વિષયમાં ‘ટેક્સ રીટર્ન’, ‘પે એટેન્શન ટુ ધીસ’, ‘ઇમ્પોર્ટન્ટ’ વગેરે લખેલા, ફ્રોમમાં કશું ન લખેલા કે વિચિત્ર લાગતું એડ્રેસ ધરાવતા ઈ-મેઇલ મોટા ભાગે ગોટાળિયા હોઈ શકે છે. એવા ઈ-મેઇલ ઓપન જ ન કરો.
શંકાસ્પદ એટેચમેન્ટ ઓપન કે ડાઉનલોડ ન કરો
ઈ-મેઇલના સબ્જેક્ટની જેમ જ વિચિત્ર અને પહેલી નજરે જ શંકાસ્પદ નામ ધરાવતા એટેચમેન્ટ ક્લિક કરશો નહીં. આવા એટેચમેન્ટ પર માઉસ લઈ જતાં સ્ક્રીન પર નીચે તેની આખી લિંક જોવા મળશે, એ તપાસો.
મહત્ત્વની માહિતી શેર ન કરો
બેન્ક એકાઉન્ટ માટેના યુઝરનેમ, પાસવર્ડ વગેરે કોઈને આપો નહીં. બેન્ક તરફથી આવ્યો હોય તેવા લાગતા મેઇલના જવાબમાં પણ નહીં.
સાયબરકાફેનો ઉપયોગ ટાળો
અહીંથી શોપિંગ કે બેન્કિંગ તો ન જ કરો, બને ત્યાં સુધી ઈ-મેઇલ એકાઉન્ટનો ઉપયોગ પણ ટાળો.

