ઘરમાં બર્થડે પાર્ટી હોય, પિકનિક પર જવાનું હોય કે પછી કોઈ કારણ ન હોય – દરેક ઘરમાંથી પેપરડીશ તો અચૂક મળી આવે.
આગળ શું વાંચશો?
- કાગળમાંથી બનાવો વડું
- સહેલાઈથી સોલ્વ કરો ક્યુબ
- કાગળમાંથી બનાવો કેન્ડલ સ્ટેન્ડ
આવી પેપરડીશમાંથી તમે બાજુમાં બતાવ્યા મુજબનાં મજાનાં બાસ્કેટ બનાવી શકો, ચપટી વગાડતાં!
તમને જોઈશે ફક્ત એક-બે પેપરડીશ, એક કાતર, યુપીન અને સાદી ટેપ કે ગમ.
કાગળમાંથી બનાવો વડું!
કાગળ અને કાતરથી થતી કરામતોમાં તમને રસ પડતો હોય તો આ ચેલેન્જ ઉપાડી જુઓ.
‘સાયબરસફર’ની સાઇટ પર ફનટાઇમ વિભાગમાં જઈને ત્યાં આપેલી ઇમેજ બે વાર ડાઉનલોડ કરો, દરેક આકાર અલગ અલગ કાપી લો, બધા આકાર પર કાળજીપૂર્વક, આપેલા નિશાન અનુસાર અડધા મિલિમીટરના ખાંચા પાડો. બધા આકાર એકમેકમાં ગોઠવો અને બનાવો પરદેશીઓ માટેનું ડોનટ એ આપણું વડું – કાગળમાંથી!
સહેલાઇથી સોલ્વ કરો ક્યુબ
નાનપણમાં કે મોટા થયા પછી પણ આપણે સૌએ ક્યારેક રુબિક ક્યુબ હાથમાં લઈને તેને સોલ્વ કરવાની મથામણ કરી હશે અને પછી ગૂંચવાઈને ક્યુબ પડતો મૂક્યો હશે.
હવે એક ઇન્ફોગ્રાફિક આપણી મદદે આવે છે. તેના દાવા મુજબ, તેમાં આપેલાં સ્ટેપ્સની મદદથી આપણે ફક્ત ૨૦ કરતાં ઓછી મૂવમાં ક્યુબ સોલ્વ કરી શકીએ છીએ! ઇન્ફોગ્રાફિકમાં ક્યૂબ વિશે ઘણી બધી રસપ્રદ માહિતી પણ આપેલી છે.
કાગળમાંથી બનાવો કેન્ડલ સ્ટેન્ડ
ઘરને સુંદર રીતે કેન્ડલ્સથી ઘર સજાવવું છે? તો કાગળ અને કાતર શોધી કાઢો અને જાતે બનાવો બાજુમાં આવ્યા મુજબનું આકર્ષક કેન્ડલ સ્ટેન્ડ.
