(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

નવમી ડિસેમ્બર, ૧૯૪૬. આ તારીખ વાંચીને તમને કોઈ વિચાર આવે છે? નહીં આવે. અને ૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦? તમે કહેશો, ‘એ તો ખબર જ હોયને, આપણો ગણતંત્ર દિવસ!’ ભારત એક ગણતંત્ર, લોકશાહી દેશ બન્યો એ પ્રક્રિયાની શરૂઆત ૯ ડિસેમ્બર, ૧૯૪૬ના દિવસે થઈ હતી. આપણા સ્વાતંત્રય દિવસની પણ પહેલાં. એ દિવસે ભારતની બંધારણીય સભાની પહેલી બેઠક મળી હતી.

વહેતા સમયની આ જ મજા છે, કોઈ ચોક્કસ તારીખ કે ઘટના આપણને લાંબા સમય સુધી યાદ રહે છે, પણ એની આજુબાજુ શું બન્યું હતું, એ બધાનું મહત્ત્વ શું હતું, એ બધું કાળક્રમે ભૂલાતું જાય છે. જગતનાં અનેક મ્યુઝિયમ આવી કાળચક્રમાં ભૂંસાતી જતી ઐતિહાસિક ઘટનાઓની યાદી સાચવી રહ્યાં છે. ગૂગલે દુનિયાનાં સેંકડો મ્યુઝિયમ્સ, કલ્ચરલ ઇન્સ્ટિટ્યૂશન્સ અને આર્કાઈવ્ઝ સાથે સહયોગ કર્યો છે અને તેમની સમદદથી સમગ્ર વિશ્વના ઐતિહાસિક, સાંસ્કૃતિ વારસાને જગત સમક્ષ ઓનલાઇન રજૂ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર પ્રોજેક્ટને નામ આપવામાં આવ્યું છે ગૂગલ કલ્ચરલ ઇન્સ્ટિટ્યૂટ.

આ ઓનલાઈન ઇન્સ્ટિટ્યૂટની સાઇટ પર સમગ્ર દેશનાં વિવિધ મ્યુઝિયમમાંથી મળેલી માહિતી – તસવીરો અને લખાણ ઉપરાંત ઘણું બધી સામગ્રી – ડિજિટાઇઝ કરીને અનોખા ઇન્ફોકલેક્શન તરીકે રજૂ કરવામાં આવે છે.

જેમ કે નવી દિલ્હીના તીન મૂર્તિ ભવન ખાતે આવેલ નેહરુ મેમોરિયલ મ્યુઝિમ એન્ડ લાઇબ્રેરી તરફથી મળેલી ઇમેજીસ તથા માહિતીની મદદથી, ગૂગલે ‘ધ મેકિંગ ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યૂશન’ એટલે કે ભારતના બંધારણની રચનાની તવારિખ ઓનલાઇન રજૂ કરી છે. તમે https:www.google.com/culturalinstitute/home સાઇટ પર જઈને the making of the indian consitutution સર્ચ કરીને આ ઓનલાઇન એક્ઝિબિટ સુધી પહોંચી શકશો.

ગૂગલના આ ઓનલાઇન ઇન્સ્ટિટ્યૂટ હેઠળ અલગ અલગ ઘણા પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે. જેમાંનો એક છે વર્લ્ડ વન્ડર્સ. તેની અલગ વેબસાઇટ પર જઈને તમે તાજમહેલ સહિતનાં જગતની અજાયબી સમાં વિવિધ સ્થળોની અલભ્ય તસવીરો, ૩ડી વ્યૂઝ, સ્ટ્રીટ વ્યૂઝ વગેરે ઘણું બધું માણી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!