સવાલ મોકલનાર : મુકેશ બાદરશાહી, પોરબંદર
આ મૂંઝવણ ઘણા લોકો હોય છે, એટલે જ આપણે કોઈને પોતાનું ઈ-મેઇલ એડ્રેસ જણાવીએ ત્યારે ઘણી વાર સામેની વ્યક્તિ પૂછતી હોય છે કે બધા અક્ષર સ્મોલ છે કે વચ્ચે કોઈ કેપિટલ છે?
દરેક ઈ-મેઇલ એડ્રેસ ત્રણ ભાગનું બનેલું હોય છે.
એટ સાઇન (જેને આપણે ખોટી રીતે એટ ધ રેટ બોલીએ છીએ!) પહેલાંનો ભાગ, એટ સાઇન પોતે અને એટ સાઇન પછીનો ભાગ. એટ સાઇન પહેલાનો ભાગ આપણું પસંદગીનું નામ દર્શાવે છે, જ્યારે એટ સાઇન પછીનો ભાગ આપણે જે ઈ-મેઇલ સર્વિસનો ઉપયોગ કરતા હોઈએ તેનું ડોમેઇન નેમ (જેમ કે editor@gmail.com) અથવા તો આપણે જે ડોમેઇન નેમ સાથે ઈ-મેઇલ સર્વિસ મેળવી હોય તે ડોમેઇન નેમ (જેમ કે editor@duplics.cybersafar.in) દર્શાવે છે. એકદમ ટેકનિકલ રીતે જોવા જઈએ તો editor@duplics.cybersafar.in, Editor@CyberSafar.com કે editor@CYBERSAFAR.COM એ બધાં જુદાં જુદાં એડ્રેસ છે.
આમ છતાં, કોઈ ઈ-મેઇલ સર્વિસ કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર અક્ષરો સ્મોલ કે કેપિલ હોના-ન હોવાના કારણે મેઇલ બાઉન્સ કરતી નથી. હા, ડોટને બદલે હાઇફન કે અન્ડરસ્કોર કરો તો મેઇલ પાછો ફરી શકે છે.
