(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વોટ્સએપ, ફેસબુક કે ગૂગલ – કોને કેટલી માહિતી આપવી એ આપણે જ નક્કી કરવાનું છે.

થોડાં વર્ષ પહેલાં આપણે ગૂગલ સર્ચ એન્જિનમાં કશું પણ સર્ચ કરતા હતા ત્યારે એ બધું ગૂગલ યાદ રાખશે કે આપણી પ્રાઇવસી જોખમાશે એવી ઝાઝી ચિંતા આપણે કરતા નહોતા. પરંતુ વખત જતાં, પ્રાઇવસીના મુદ્દે જાગૃતિ આવતી ગઈ અને આપણને તેની ચિંતા પણ થવા લાગી છે.

પરંતુ હવે ઇન્ટરનેટની ટેક્નોલોજી જે દિશામાં વિકસી રહી છે એ જોતાં આપણી પાસે બે જ વિકલ્પો રહેવાના છે – કાં તો, પ્રાઇવસીની ચિંતા ભૂલીને જે સર્વિસનો લાભ મળે છે તે લો, અથવા ઇન્ટરનેટનો કોઈ પણ રીતે લાભ લેવાનું જ ભૂલી જાઓ!

ખાસ કરીને, મેસેજિંગ એપ્સમાં અને અન્ય જગ્યાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો જે રીતે ઉપયોગ વધવા લાગ્યો છે, તે બતાવે છે કે હવે પ્રાઇવસી જાળવીને કોઈ લાભ મેળવી શકાશે નહીં. એઆઇ ટેક્નોલોજી જ એવી છે કે તે આપણા વિશે વધુ ને વધુ જાણે તો જ વધુ સ્માર્ટ બને અને આપણને જે જોઈતું હોય તે વધુ સારી રીતે આપી શકે.

આપણે નાના હતા ત્યારથી વક્તૃત્વ / નિબંધ જેવી સ્પર્ધાઓમાં બોલતા / લખતા આવ્યા છીએ કે વિજ્ઞાન એક બેધારી તલવાર છે. ત્યારે આ શબ્દોનો અર્થ મગજમાં કેટલો ઊંડો ઊતરતો હતો એ તો રામ અને તમે પોતે જાણો, પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ એટલે રોજેરોજ, દરેક ક્લિકે આ સાદા શબ્દોનો અર્થ વધુ ને વધુ સ્પષ્ટ થતો જાય છે!

થોડા સમય પહેલાં વોટ્સએપે પોતાની પ્રાઇવસી પોલિસી અપડેટ કરી અને આપણી માહિતી ફેસબુકને પહોંચાડવાનું નક્કી કર્યું, એ વાતે ઊભો થયેલો હોબાળો આ જ વાત નીચે લીટી દોરે છે.

હાથમાં સ્માર્ટફોન હોય તો હવે કોઈને વોટ્સએપ વિના ચાલતું નથી, નાનાં ટાબરિયાં પણ મમ્મીના ફોનમાં ક્લાસમેટ્સનાં ગ્રૂપ્સ બનાવીને તેમાં હોમવર્કની આપલે કરવા લાગ્યાં છે. વોટ્સએપની આ તાકાત જોઈને જ ફેસબુકે તેને ગંજાવર કિંમતે ખરીદી લીધી છે.

વોટ્સએપના મૂળ ડેવલપર્સે, આ સર્વિસને એડ-ફ્રી રાખીને, યૂઝર્સ પાસેથી જ વાર્ષિક નજીવી ફી લેવાનું મોડેલ અપનાવ્યું હતું, પણ હવે વાત ફેસબુકના હાથમાં છે. ફેસબુકે વોટ્સએપના જબરજસ્ત યૂઝરબેઝનો લાભ લેવા માટે તેની પ્રાઇવસી પોલિસી બદલીને, આપણા ફોન નંબર અને અન્ય વિગતો વોટ્સએપ દ્વારા ફેસબુકને મળી શકે એવી ગોઠવણ કરી છે, જેથી ફેસબુક આપણને વધુ ઉપયોગી જાહેરખબરો બતાવી શકે.

આપણે વોટ્સએપનો ભરપૂર ઉપયોગ કરવો જ છે અને વોટ્સએપની માલિકી ફેસબુકની છે, જેને આપણી માહિતી જોઈએ જ છે!

વોટ્સએપે શરૂઆતમાં આપણે ઇચ્છીએ તો ફેસબુકને આપણની માહિતી ન આપીએ એવો વિકલ્પ આપ્યો. પછી તો મામલો અદાલતમાં ગયો અને અંતે, નિશ્ચિત તારીખ સુધી ફેસબુકને માહિતી ન મળે એવું નક્કી થયું. હવે આપણામાંથી કોઈ એ વાતની ચિંતા પણ કરીઅ છીએ ખરા, કે ફેસબુકને વોટ્સએપ દ્વારા આપણી માહિતી મળે છે કે નહીં?


પ્રાઇવસીના મુદ્દે ફેસબુક અને ગૂગલ બંને સૌથી વધુ સવાલોનો સામનો કરે છે કારણ કે આ બંને કંપની આપણા વિશે ઘણું બધું જાણે છે અને હજી વધુ જાણવા માગે છે કારણ કે એમના અસ્તિત્વનો આધાર જ આપણી માહિતી પર છે.

આ બેધારી તલવારની એક બાજુ થઈ, બીજી બાજુ એ છે કે માહિતીના બદલામાં આપણે ઘણી બધી સર્વિસ – જેના વિના થોડાં વર્ષ પહેલાં નિરાંતે જીવી શકતા હતા, હવે જીવી શકતા નથી – મફતમાં ઉપયોગ કરી શકીએ છીએ.

એટલું ચોક્કસ કહેવું પડે કે આ બધી કંપની, આપણે તેના વિશે કેટલું જાણીએ છીએ એ આપણને કહે છે ખરી અને પ્રાઇવસીનાં વિવિધ સેટિંગ પણ આપે છે, આપણે એ તપાસીએ અને તેનો લાભ લઈએ એ આપણા હાથમાં છે.

જાણો, ગૂગલ તમારા વિશે કેટલું જાણે છે અને કેટલું યાદ રાખે છે?

ગૂગલ પરની તમારી આખેઆખી, ખરા અર્થમાં કર્મ-કુંડળી જોવી હોય તો myactivity.google.com પર જાઓ.

અહીં તમે તમારા ગૂગલ એકાઉન્ટથી લોગ-ઇન થશો એટલે ગૂગલની વિવિધ સર્વિસ પર તમે જે કંઈ પ્રવૃત્તિઓ કરી હશે એનું આખું, લાંબુંલચક લિસ્ટ જોવા મળશે. ગૂગલ મારફત તમે જે કંઈ સર્ચ કર્યું હોય, જે વેબપેજીસની મુલાકાત લીધી હોય કે જે વીડિયો જોયા હોય એ બધું તમને અહીં એક સાથે જોવા મળશે.

ગૂગલ અહીં કહે છે તેમ, આપણી આ બધી માહિતી તમે યથાવત રહેવા દો, તો ગૂગલની દરેક સર્વિસ પર આપણું સર્ચિંગ, સર્ફિંગ વગેરે બધું, આપણને વધુ ઉપયોગી બની શકે છે.

ગૂગલ તમારી પ્રવૃત્તિઓ વિશે આટલું બધું જાણે છે અને બધું યાદ પણ રાખે છે એટલું જાણીને તમને પરસેવો વળી ગયો હોય તો ચિંતા ન કરશો, આ લિસ્ટ માત્ર તમે જ જોઈ શકો છો અને ધારો તો એ બધું ડિલીટ પણ કરી શકો છો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!